વાંચો, કેવી રીતે એક સામાન્ય વાણંદ બને છે કરોડો નો માલિક…ખાલી લક નહિ…મહેનત પણ જોઈએ..

હું દર વખતે કહું છુ અને કહેતો જ રહીશ. આઈડિયા ની આ ટેગલાઈન મન માં ગાઠ બાંધી ને સાથે જ રાખજો. “એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા” અને આ આઈડિયા માટે બસ તમારે તમારું મગજ દોડાવતા રહેવાનું છે. સફળ થવા માટે કોઈ કરોડપતિ કે લખપતિ હોવાની જરૂર નથી. જરૂર છે બસ એક આઈડિયા ની અને એ પણ તમને તમારી આજુબાજુ થી મળી રહેશે.

આજ ની સકસેસ સ્ટોરી પણ કઈક એવી જ છે. આજે આપણે વાત કરવાના છીએ રમેશબાબુ ની કે જેઓ બેંગ્લોર ના પોશ એરિયા માં સલુન ચલાવે છે. ટ્વીસ્ટ તો એ છે કે તેઓ બાર્બર એટલે વાણંદ છે પણ તેઓ કઈક અલગ જ બીઝનેસ માં સફળતા મેળવી ચુક્યા છે.

રમેશબાબુ જો ધારેત તો અમીર હેરસ્ટાઈલીસ્ટ માના એક બની શક્ય હોત પણ તેઓએ એવું ના કરતા હાલ ની તારીખ માં પણ હેરકટિંગ ના ફક્ત 75 રૂપિયા ચાર્જ કરે છે.

કરોડો ના માલિક બાર્બર રમેશબાબુ

42 વર્ષ ના આ હેરસ્ટાઈલીસ્ટ દિવસ ના ફક્ત 8 જ કસ્ટમર ને સર્વિસ આપે છે અને 2 થી 3 કલાક ની બે શિફ્ટ માં કામ કરે છે. તો હવે તમને થશે કે તો આ બે શિફ્ટ ની વચ્ચે ના સમય માં તેઓ કરે છે શું? તો આઓ જાણીએ રમેશબાબુ ની આ રસપ્રદ સફર વિશે.

શું તમે વિચારી શકો કે જે માણસ વાણંદ બનીને હાથ માં કાતર લઇ વાળ કાપતો હોય એ દિવસ ના અમુક કલાક એક આલીશાન ઓફીસ માં એક મોટી કાર રેન્ટલ કંપની ના CEO તરીકે બેસતો હશે. હા રમેશબાબુ લકઝરી કારો ની કાર રેન્ટલ કંપની ચલાવે છે જેમાં 3.3 કરોડ ની રોલ્સ રોય, મર્સિડીઝ, BMW અને ફોક્સવેગન પણ શામેલ છે.

તેમની કંપની રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રાઈવેટ લીમીટેડ ટોટલ 127 કાર ધરાવે છે.

“અમે સૌથી ટોચ ની કંપનીઓ માની એક છીએ” એવું 7 વર્ષ ની વયે પિતા ની છત્રછાયા ગુમાવી દીધેલ રમેશબાબુ કહે છે. વધુ માં તેઓ કહે છે કે, “અમે બ્રીગેડીયર રોડ પર “મોર્ડન હેર ડ્રેસર્સ” નામ થી હેર સલુન ચલાવીએ છીએ જેની શરૂવાત મારા દાદા એ 1928 માં કરેલી. મારા પિતા એમના મૃત્યુ સુધી એ દુકાન ચલાવતા ત્યારે મારી ઉમર 7 વર્ષ ની હતી.”

રમેશબાબુ નો દર્દ ભરેલો ભૂતકાળ :

“મારા પિતા ના મૃત્યુબાદ પરિવાર ની જવાબદારી માતા પર આવી ગઈ જે અલગ અલગ ઘરો માં કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતી. ઘણા વર્ષો સુધી માં અમે દિવસ માં ફક્ત એક જ વાર જમ્યા અને મને એવી આદત પડી ગઈ કે હાલ માં પણ હું સવારે નાસ્તો નથી કરતો”
આવી કફોડી હાલત હોવા છતાં રમેશ ભણવા માં પણ હોશિયાર હતો અને હંમેશા ક્લાસ ના ટોપ 3 વિધાર્થી માં જ રહેતો એ ઉપરાંત એ એક સારો રમતવીર પણ હતો. તેણે પોતાની સ્કુલ માં ફૂટબોલ પણ રમતો અને જુનીયર નેશનલ સ્પર્ધા માં 1500 મીટર રેસ માં કર્ણાટક તરફ થી ભાગ લીધેલો.

જયારે તે પાંચમાં ધોરણ માં હતો ત્યારે એક ઘટના ને યાદ કરતા કહે છે કે ત્યાર ના સમય માં અમારું સલુન મારા અંકલ સંભાળતા અને દરરોજ ના 5 રૂપિયા અમને અમારા ભાગ સ્વરૂપે આપતા. “હું પાંચમાં ધોરણ માં હતો ત્યારે અમને પહેલી વખત સ્કુલ માં ફાઉન્ટેન પેન નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું ત્યાં સુધી અમે પેન્સિલ જ વાપરતા. હું અમારી દુકાને ગયો અને મારા પિતા જે કામદાર ને દુકાન પર રાખેલો હતો તેને મેં કહ્યું કે મારે પેન લેવી છે. તો તેણે મેં 3.5 રૂપિયા આપ્યા અને મેં પાઈલોટ પેન લીધેલી. જયારે સાંજે હું દુકાન પર ગયો ત્યારે મારા કાકાએ મારી પાસે થી એ પેન છીનવી લીધી અને કહ્યું કે આટલી મોંધી પેન વાપરવાની કોઈ જરૂર નથી અને મને એકદમ સસ્તી પેન આપી. અને મેં મનોમન એક સફળ ઝીંદગી જીવવાનો નિર્ધાર કરી લીધો”

ટર્નીંગ પોઈન્ટ :

તેઓ હેર કટિંગ શીખ્યા અને 1990 માં તેઓ એ જાતે જ દુકાન સંભાળી અને દુકાન ને નવું નામ “ઇનર સ્પેસ” આપ્યું. તેઓ યુવાનો માં ખાસ્સા લોકપ્રિય થયા અને એટલી ભીડ રહેતી કે ઘણીવાર એમને સવારે 3 વાગ્યા સુધી કામ કરવું પડતું.

તેઓ ભણતર પૂરું કરી શક્ય નહી પરંતુ કોઇપણ રીતે મેનેજ કરી તેઓએ ઇલેક્ટ્રિકસ માં ડીપ્લોમાં કર્યું. ત્યારબાદ તેઓ થોડા વર્ષ એક માર્કેટિંગ કંપની માં જોડાયા. તેમનો ટર્નીંગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે તેમણે એક મિત્ર ના કહેવાથી 1995 માં મારુતિ કાર લોન પર ખીરીદી અને એ ભાડા પર આપવાનું નક્કી કર્યું.

સફળતા ની સફર :

તેમના સૌથી પહેલી ગ્રાહક હતી ઇન્ટેલ કંપની કે જેની બેંગ્લોર માં એક નાનકડી ઓફીસ હતી. તેમનો આ બીઝનેસ ઇન્ટેલ ના વ્યાપ સાથે જ મોટો થતો ગયો.

તેઓ કહે છે “જયારે મેં ઇન્ટેલ સાથે કામ કરવાની શરૂવાત કરી ત્યારે ઇન્ટેલ માં ફક્ત 4 જ કર્મચારી હતા પરંતુ તેઓ ખુબ જ જલ્દી આગળ વધ્ય અને 2000 ની સાલ સુધી માં 250 કર્મચારી થયા અને અમારી 25 કાર ઇન્ટેલ માં ડ્યુટી પર લાગી”

રમેશબાબુ એ 2004 માં મર્સિડીઝ ખરીદી અને તેઓ એ સાથે જ લકઝરી કાર ના માર્કેટ માં દાખલ થયા. હાલ તેમની પાસે 68 લકઝરી કાર છે જે મોટા સેલેબ્રીટી, બોલીવુડ સ્ટાર અને મોટા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ જયારે તેઓ બેંગ્લોર આવે છે ત્યારે રેન્ટ પર લે છે.

1997 માં તેઓ એ બોવરિંગ ઇન્સ્ટીટયુટ પર નવું સલુન ખોલ્યું અને જુનું બંધ કર્યું. જયારે તેમણે પૂછવામાં આવ્યું કે તમે હેર કટિંગ કરવાનું હજુ પણ કેમ ચાલુ રાખ્યું છે તો તેમનો જવાબ હતો, “શું કામ નહી? હું એ વ્યવસાય ને કેમ ભૂલી શકું કે જેણે મને અત્યારે છુ એ જગ્યા એ પહોચવામાં સાથ આપ્યો છે:

અને છેલ્લે ફરી ફરી ને એટલું જ કહીશ કે જો તમે હજુ સુધી સફળ નથી થયા તો બસ તમારા દિલો દિમાગ સુધી એક વાત પહોચાડી દેજો કે , “અપના ભી ટાઈમ આયેગા ભીડુ”. નાસીપાસ ના થતા અને બસ એ એક આઈડિયા ની શોધ કરતા રહેજો.

લેખક : વિશાલ લાઠીયા (સુરત)

આપ સૌ ને આ પ્રેરણાદાયી સ્ટોરી ગમી હો તો આગળ શેર કરજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block