ઘરનું ભાડું ભરવાના પૈસા ન હતા, આજે લાખો લોકોને યોગ્ય રૂમ શોધવા વાપરે છે તેની સર્વિસ…!!

કેહવાય છે કે પરિસ્થિતિ માણસને ઘણુબધું શીખવે છે. ખુબજ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને સફળતાના શિખર પર વિરાજમાન વ્યક્તિ વિષે આજે અમે તમને જાણવા જઈ રહ્યા છે.

તે વ્યક્તિની પરિસ્થિતિનો ખ્યાલ તમને એ વાત પરથી આવી જશે કે એ વ્યક્તિ પાસે ઘરનું ભાડું ચૂકવના પૈસા ના હોવાના કારણે મકાનમાલિકે તેને ઘરમાં આવા દીધો નોહ્તો અને તે વ્યક્તિએ કેટલીય રાતો ઘરની બહાર સીડી પર સુઈને વિતાવી હતી.

૧૭ વર્ષની નાની ઉમરમાં જયારે સામાન્ય બાળકો પોતાના ઉજળા ભવિષ્યના સપના જોતા હોય છે ત્યારે આ બાળક તેના એક એવા આઈડીયા સાથે આવે છે કે જે કોઈએ સાંભળ્યો પણ નઈ હોય અને વિચાર્યો પણ નઈ હોય. તેના આજ આઈડીયાને કારણે તે યુવાન આજે ભારતના ટોપ બિઝનેસમેનના લીસ્ટમાં સામેલ છે.

૧૮ વર્ષની ઉમરે જયારે યુવાનો પોતાનો કોલેજકાળ એન્જોય કરી રહ્યા હોય છે ત્યારે આ યુવાન એક કંપનીનો CEO બની ગયો હોય છે. એ યુવાન છે ઓડીસાનો રીતેશ અગ્રવાલ. રિતેશને કોડીંગમાં રસ હોવાને કારણે ફક્ત ૮ વર્ષની ઉમરમાં તે કોડીંગ કરવા લાગ્યો હતો.

૧૬ વર્ષની નાની ઉમરમાં મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ દ્વારા આયોજિત એશિયન સાયન્સ કેમ્પ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ કેમ્પમાં એશિયાના અલગ અલગ વિદ્યાર્થીઓ મળીને કોઈ ક્ષેત્રની સમસ્યાઓ પર વિચાર-વિમર્શ કરે પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ થી તે સમસ્યા દુર કરવાના રસ્તા શોધતા હોય છે.

રિતેશને નવા નવા શેહરોમાં ફરવાનો ખુબજ શોખ હોય છે. ત્યાં રેહવા માટે રીતેશ હમેશા સસ્તી અને સારી હોટલ શોધે છે ઘણીવાર તો સસ્તી હોટલ મળતી પણ નથી અને જો કોઈવાર મળી જાય તો તેના રૂમ્સની હાલત બહુ ખરાબ હોય છે. આ હાલતને જોતા રિતેશને એક બિઝનેસ આઈડિયા આવે છે. પણ રિતેશને એ ખબર નોહતી કે તેનો આ આઈડિયા બિલિયન ડોલરનો છે.

રીતેશ એક એવું મોડેલ બનવા ઈચ્છતો હતો કે જેના લીધે બહાર ફરવા જતા લોકોને રેહવા માટે સસ્તી અને સારી હોટલ મળી રહે. આ આઈડીયાને અમલમાં મુકતા “ઓરાવલ સ્ટેસ” નામની કંપની શરૂ કરે છે. એ કંપનીનો મુખ્ય હેતુ લોકોને સસ્તી અને સારી હોટેલમાં રેહવા માટે મળે અને લોકો તેને સેહલાઈથી ઓનલાઈન બુક કરી શકે એ હતો.

જોકે ભારતમાં ત્યારે ઓનલાઈન હોટલ બુકિંગ થતું તો હતું પણ તે સામાન્ય લોકોના બજેટની બહાર હતું. અને રિતેશનો આ આઈડિયા સામાન્ય લોકો માટે એક સારી પહેલ હતી. કંપની શરૂ કાર્યના થોડા જ મહિનામાં બીજી એક કંપની વેંચર નર્સરી કે જે નવા બિઝનેશ કંપનીના સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માંગતી હોય છે એ કંપની તરફ થી રિતેશને ૩૦ લાખનું ફંડ મળે છે. ફંડ મળ્યા બાદ રીતેશ તેની કંપનીને કેવી રીતે આગળ વધારવી એ બાબતમાં વધુ ધ્યાન આપવા લાગે છે.

બીજી બાજુ થેલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વૈશ્વિક સ્પર્ધામાં પણ રીતેશ ઉતીર્ણ થાય છે અને તેને ફેલોશીપના રૂપમાં ૬૬ લાખ રૂપિયા મળે છે.આ બંને રકમને મેળવીને રીતેશ ખુબજ સારી રીતે કંપનીની શરૂઆત કરે છે. પણ કોઈ કારણવશ આ વ્યવસાયથી તેને લાભ મળતો નથી અને તેના લીધે ધીરે ધીરે “ઓરાવલ સ્ટેસ” કંપની નુકશાની માં જવા લાગે છે.

આટલું થયા પછી પણ રીતેશ હાર માનતો નથી અને તેણે ક્યાં ભૂલ કરી હતી તે બાબત ઉપર વધારે ધ્યાન આપે છે અને એકવાર ફરી “OYO રૂમ્સ” નામની કંપનીની શરૂઆત કરે છે. હવે નવી કંપનીનો હેતુ ફક્ત લોકોને સસ્તી અને સારી રૂમ આપવાનો નોહ્તો તેઓ આની સાથે સાથે લોકોને હોટલ પર મળતી બધી પ્રાથમિક સેવાઓ અને ગુણવત્તા પર પણ હતો. અને આ કામ સારી રીતે પાર પાડવા રીતેશે અમુક લોકોને કામે પણ લગાડી દીધા હોય છે.

આ આઈડિયા એટલો સારો હતો કે શરૂઆતના થોડા જ સમયમાં બિઝનેસ વધારવા માટે લાઈટ સ્પિટ વેંચર એન્ડ ડીસજી કન્ઝ્યુમર પાર્ટનર્સ, સિંગાપુર દ્વારા રિતેશને ૪ કરોડ રૂપિયા મળે છે. દસ જ મહિનામાં કંપનીનું મૂલ્યાંકન ૮૦ મિલિયન થઇ જાય છે. લાઈટ સ્પિટ વેંચર પાર્ટનર્સ એ સેકોઇઆ કેપીટલ્સ સાથે મળીને રિતેશની કંપનીમાં બીજા ૩૬ કરોડ ઇન્વેસ્ટ કરે છે. ત્યારબાદ ઘણીબધી કંપનીના ફંડની મદદથી આજે “OYO રૂમ્સ” કંપનીની વેલ્યુએશન ૭૦૦૦ કરોડથી પણ વધુ છે.

“OYO રૂમ્સ” ની સફળતાને જોતા બીજી ઘણી કંપનીઓ પોતાના આવાજ આઈડિયા સાથે માર્કેટમાં આવી. આમાં જોસ્ટલ ગ્રુપ દ્વારા જો રૂમ્સ પણ આવી હતી અને “OYO રૂમ્સ” ને ટક્કર આપી રહી હતી પણ થોડા જ દિવસોમાં “OYO રૂમ્સ” ની લોકપ્રિયતા સામે તે ટકી શકી નહિ અને રીતેશે એ કંપની ખરીદી લીધી.

આજે “OYO રૂમ્સ” પાસે ૧૫,૦૦૦ થી પણ વધુ હોટલ્સ છે અને ૧૦૦૦૦૦૦ રૂમની સાથે દેશમાં સૌથી સસ્તી અને સુવિધાપૂર્ણ રૂમ લોકોને આપે છે. રીતેશ અગ્રવાલ દેશના સફળ યુવાન બિઝનેસમેનના લીસ્ટમાં સ્થાન ધરાવે છે.

રીતેશ અગ્રવાલ જેવા યુવાનોજ કે જે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે તેઓજ ભારત દેશને સાચા વિકાસ તરફ લઇ જવાની શક્તિ ધરાવે છે દેશના યુવાધનને મારા ખુબ ખુબ સલામ.

લેખન-સંકલન : અશ્વની ઠક્કર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી