ખેડૂતપુત્ર પાસે ભણવાનાય નહોતા પૈસા, આજે મારૂતી કુરિયરનું 400 કરોડનું ટર્નઓવર ! Proud Gujarati

- Advertisement -

‘કુરિયર’નું નામ પડે એટલે ગુજરાત સહિત ભારતભરના મોટાભાગના વિસ્તારમાં એક જ નામ આવે ‘મારૂતી’. આજે ‘કુરિયર’નો પર્યાય બનેલી મારૂતી કુરિયર સર્વિસની સફળતા પાછળ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની તનતોડ મહેનત અને અડગ મનોબળ છે.

ભારતના છેવાડાના ગામ સુધી પોતાની સર્વિસ પૂરી પાડતી મારૂતી કુરિયરના ફાઉન્ડર રામભાઈ મોકરીયાની સફળતાની જર્ની પણ ઘણું બધુ શીખવી જાય તેમ છે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા.

જો કે દરેક મુશ્કેલીનો સામનો કરી આગળ વધેલા રામભાઈની મારૂતી કુરિયર કંપની આજે ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. એટલું જ નહીં 7000 લોકોને રોજગારીની સાથે આશરે 400 કરોડનું ટર્નઓવર પણ કરે છે.

નાનપણથી જ પોતાના ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી. કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડ્યો, 1983માં પોરબંદરમાં આવેલા પૂરમાં ઘરવખરી તમામ વખરી તણાઈ ગઈ, છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રામભાઈએ પોતાના સંઘર્ષ અને પોતાની સફળતા વિશે વિગતે વાત કરી હતી. માત્ર પોતાની સફળતા જ નહીં પણ મારૂતી કુરિયર કંપનીમાં કામ કરી તેમના સમાજના લોકોનું જીવનધોરણ અને બાળકોમાં અભ્યાસની ગુણવત્તા પણ સુધરી હોવાનો તે ગર્વ અનુભવે છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.

૫૦૦૦ વ્યાજે લઇ પોરબંદરમાં કરી હતી શરૂઆત, આજે ભારતભરમાં ૧૮૪૮ બ્રાંચ ! જુન-૧૯૫૭માં પોરબંદર જીલ્લાના નાના એવા ભડ ગામમાં રામભાઈનો જન્મ, રામભાઈના પરિવારમાં બે ભાઈઓ અને માતા-પિતા, પિતા ખેતી કરતા, રામભાઈ મોકરીયાએ ૧ થી ૬ ધોરણ સુધી ગામની પ્રાથમિક શાળામાં કર્યો અભ્યાસ !!
 
પાંચમાં ધોરણમાં ભણતા રામભાઈ પોતાનો ખર્ચ કાઢવા ૧૫ રૂપિયાના પગારે કરતા કામ, પ્રાથમિક શિક્ષણ બાદ પોરબંદરની છાત્રાલયમાં રહીને કર્યો ૮ થી ૧૧ નો અભ્યાસ, વેકેશનમાં બે રૂપિયા રોજ તરીકે ખેતીનું કામ કરતા જતા રામભાઈ મોકરીયા.
 
૧૯૫૭માં કોમર્સ કોલેજમાં લીધું એડમિશન, ફીના પૈસા ન થયા છોડ્યો અભ્યાસ, ૧૯૭૮માં આર્ટસના અભ્યાસ સાથે ટ્રાવેલ અને ઝેરોક્ષ શોપમાં શરૂ કરી નોકરી, ૧૭૫ રૂપિયાના પગારે નોકરી કરવાની સાથે બીએ કરી કર્યો એલએલબીનો અભ્યાસ, ૧૯૮૦માં જૂનાગઢમાં ભાગીદારીમાં શરૂ કર્યો ટ્રાવેલ્સ અને ઝેરોક્ષનો વ્યવસાય
 
૧૯૮૩માં પોરબંદરમાં પૂર આવતા ઘરવખરીનો તમામ સમાન થયો વેર-વિખેર, પૂરના કારણે મળી ૭૨૦ રૂપિયાની સરકારી સહાય, ફરી રાણાવાવ શરૂ કર્યો વ્યવસાય, ૧૯૮૫ ભાગીદારી છૂટી કરીને મારુતિ ટ્રાવેલ-કાર્ગો નામે શરૂ કર્યો સ્વતંત્ર વ્યવસાય, આ સમયગાળામાં હીરા-સોના અને રોકડ રૂપિયાની સર્વિસ આપતા આંગડીયા ન સ્વીકારતા ડોક્યુમેન્ટ
પાસપોર્ટ-વિઝાના ડોક્યુમેન્ટ પહોચાડવા માટે રામભાઈની સામે આવી મુશ્કેલી, સમયસર ડોક્યુમેન્ટ પહોચાડવા માટે પોતે જ બિઝનેસ શરૂ કરવા કર્યો વિચાર, ૫૦૦૦ રૂપિયા વ્યાજે લઇ ૧૯૮૫માં મારુતિ કુરિયર સર્વિસના નામે કરી શરૂઆત, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, જેતપુર અને રાજકોટ એમ પાંચ જગ્યાએ શરૂ કરી બ્રાન્ચ, શરૂઆતના છ મહિના રામભાઈએ પોતે જ સાંભળી તમામ પ્રકારની જવાબદારી, સાઇકલ પર કુરીઅર પીકઅપથી માંડીને ડીલીવરી સુધીના તમામ કામ કરતા રામભાઈ..!!
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ન્યુઝ
 

ટીપ્પણી