ઇન્ફોસિસ જેવી માં કર્યું છે કામ, આજે ભૂખ્યાપેટે સુવાવાળાને ભરપેટ ભોજન આપવાનો પ્રયત્ન કરે છે આ મહિલા।..!

કોઈવાર ફૂટપાથ પર સુતેલા જીવોનેને જોઈને આપણામનમાં એવો વિચાર આવ્યો છે કે-આ લોકોને ભરપેટ ભોજન મળ્યું હશે કે કેમ?અને જોના મળ્યું હોયતો તેઓને ભૂખ્યા પેટે ઊંઘ કઈ રીતે આવતી હશે? આજે વિશ્વમાં સૌથી વધારે મોત ભૂખને કારણે થઇ રહ્યાછે.

આંકડાઓ જોઇએતોઆખી દુનિયામાં ૮૨૦ મિલિયનથી વધારે લોકો રાત્રે ભૂખ્યાપેટે સુવા મજબૂર છે.એટલે કે આવિશ્વમાં પ્રત્યેક ૮વ્યક્તિમાંથી ૧વ્યક્તિ ભૂખ્યા પેટેજ સુવે છે. આઆંક હિન્દુસ્તાનમાં ૨૦કરોડનો છે. આપણા વ્યસ્ત જીવનમાં કદાચ કોઈને કોઈ વાર આજરૂરતમંદ લોકોમાટે કંઈક કરવાનો વિચાર ચોક્કસ આવ્યોજ હશે,પરંતુ પરિસ્થિતિને મજબૂરઆપણે ચાર ડગલા પાછળજ હઠી ગયાજ હશું.

પરંતુ આપણા સમાજમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છેકે જે બીજાને મદદરૂપ થવા માટે પોતાનું જીવન સમર્પિત કરી બીજાઓ માટે ઉદાહરણરૂપ બને છે.એવુજ એક ઉજ્જવળ નામ છે-બેંગ્લોરની મહિતા ફર્નાન્ડીસ છે.

મહિતા પાસે એક સારી નોકરી,પરિવાર બધુંજ છે,કોઈ પણ પ્રકારનીકઈપણ ખોટ નથી,પરંતુ નાનકડી એક ઘટનાએ તેને ભૂખ્યારહેવાના દર્દનો અહેસાસ કરાવ્યો, અને આ અનુભવેજ તેને ભૂખ્યા લોકો માટે કંઈક મોટું કાર્ય કરી છુટવામાટે મજબુર કરી.

બન્યું એવું કે એક દિવસ તેને તીવ્ર ભૂખ લાગી હતી,પરંતુ કોઈ કારણોસર તેને ખાવાનું મળી શક્યું નહિ,બસ આજ અનુભવને કારણે તે વિચારતીથઇ ગઈ કે-મારી પાસેતો કોઈ પણ પ્રકારની ખોટ નથી,ત્યારે થોડીક માત્ર ભૂખે મને હેરાન-પરેશાન કરી મૂકી,તો જેની પાસે રહેવાને ઘર કે ખાવામાટે પૈસા નથી,તે લોકો પોતાનું જીવન કઈ રીતે ગુજારતા હશે?

બે ટંકની રોટી માટે કેવા ઝઝુમતા હશે?આ સવાલોએ મહિતાને અંદરથી હચમચાવી દીધી,અને પછી તેણીએ નક્કી કર્યુંકે-જ્યાંસુધી જેટલું શક્ય હશે ત્યાં સુધી પોતેલોકોને ભૂખ્યાપેટ સુવા નહિ દે. મહિતા છેલ્લા ૫વર્ષથી બેંગ્લોરમાં બાળકો માટે “ચિલ્ડ્રન એકટીવીટી એરિયા”ચલાવી રહી છે.આ પહેલા તે ઈન્ફોસીસ, કેવીનકેર, અને હેકલ ઇન્ડિયા જેવી મોટી કંપનીઓમાં કામ કરી ચુકીછે.

“માત્ર એક જ કલાક વિચાર કર્યાબાદ તેને ખ્યાલ આવી ગયો કે ગરીબોની મદદ કઈ રીતે કરવી છે.તેણીએ ફેઈસબુક દ્વારા કામ શરુ કર્યું અને “ફીડ યોર નેબર” નામનો કાર્યક્રમ શરુ કર્યો”.

આ કાર્યક્રમ વડે મહિતાએ જાણ્યુંકે સમાજમાં એવા ઘણાજ લોકો છે કે જે આદિશામાં કંઈક કરવા માંગે છે,અને ગરીબ લોકોને મદદ કરવા કંઈક કરી છૂટવા માંગે છે.લોકોને આકાર્યક્રમમાં જોડવા માટે તેણે સોસયલ મીડિયાનો સહારો લીધો અને સફળ પણ થઇ.આજે ઘણાજ લોકો “ફીડ યોર નેબર”સાથે જોડાઈને બેહદ ખુશ સંતુષ્ટ થતાં જોવામાં આવે છે.

મહિતાનું કહેવાનું એ છેકે આકાર્યક્રમમાં લોકોને જોડવા માટે તેને જરા પણ મુશ્કેલી પડી નહિ.લોકો પોતાની મેળેજ આકાર્યક્રમમાંજોડતા ગયા.આકાર્યક્રમમાં જોડાયેલ લોકોએ માત્ર પોતાના ઘરે થોડું વધારે ખાવાનું બનાવવાનું હોય છે કે જેથી તેવધારાનું ભોજન જરૂરિયાતમંદોને પહોચાડી શકાય.આ કામ કરતી વખતે લોકોને એક અનેરા પ્રકારનો આનંદ અને સંતોષનો અહેસાસ થઇ રહ્યો છેકે-પોતે કોઈ ભૂખી વ્યક્તિની ભૂખ સંતોષવ માટે માધ્યમ બની રહ્યા છે. આ કાર્યક્રમની સફળતાપૂર્વક શરૂઆત થઇ ચુકી છે.પહેલાજ દિવસે ૪૪૫૪ લોકોના જમવાની વ્યવસ્થા થઇ ચુકી હતી,પરંતુ આકામમાં થોડી મુશ્કેલીઓ પણ આવી, ખાવાનું ઘણુંજ હતું પરંતુ તેને જરૂરિયાતમંદ સુધી પહોચાડવાનો એક મોટો પડકાર હતો,પરંતુ આ મુશ્કેલીનો ઉકેલ પણ તુરતજ આવી ગયો.ઘણાજ બુઝર્ગ કાર્યકર્તાઓએ અતિ ઉત્સાહથી ભાગ લઇને ગરીબ વિસ્તારો શોધી,તે વિસ્તારોમાં ભોજન સામગ્રી પહોચાડવાનું કાર્ય કર્યુ.

ધીરે-ધીરે ખાવાવાળાઓની સંખ્યામાં વધારો થતો ગયો,૯ દિવસ પછી ૧૫૭૮૯ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.અગિયારમાં દિવસે લગભગ ૧,૨૨,૨૩૬ ફૂડ પેકેટ્સ જરૂરિયાતમંદ લોકોને પહોચાડવામાં આવ્યા.મહિતા કહે છેકે-આ કાર્યક્રમની સફળતાનું શ્રેય એલોકોને જાય છે કે જેમણે નિસ્વાર્થ ભાવથી આકામ કર્યું છે.

કેટલાક લોકોએ પોતે ઘરે ખાવાનું બનાવ્યું તોકેટલાક લોકોએ ઘરે-ઘરે ફરીને ખાવાનું એકઠું કર્યું.ઘણાજ લોકોએ આર્થિક સહયોગ પણ આપ્યો કારણકે-આ પ્રોગ્રામ ચલાવવામાટે પૈસાની સહાયની પણ ખુબજ આવશ્યકતા હતી.
“ફીડ યોર નેબર”ના બેનમૂન કામને જોઈને કેટલીય સંસ્થાઓ અને રેસ્ટોરન્ટ પણ મદદ માટે આગળ આવ્યા છે. “ફીડ યોર નેબર”નું ભોજન સર્વ પ્રથમ ઝુપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતા લોકો ને આપવા માં આવે છે.

મહિતા કહે છેકે-તેના પર અનાથઆશ્રમ કે વૃદ્ધાશ્રમથી પણ ફોન આવે છે,કે અમોને પણ ભોજનની જરૂર છે, અને અમે આપીએ પણ છીએ કારણ કે અમારું કાર્ય કોઈને પણ ના પાડવાની પરવાનગી આપતું નથી. કામ વધવાની સાથે ભોજન બનાવવા મોટી જગ્યાની પણ જરૂર ઉભી થઇ, જેના માટે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મોટા-મોટા રસોઈગૃહો બનાવવામાં આવ્યા.

“જીવનમાં પોતાની જાત ને શોધવી હોય તો અન્ય માનવ ને મદદ માં ખોવાઈ જાવ” ગાંધીજીના આકથનને મહિતા ફર્નાન્ડીસ સત્ય કરી બતાવ્યું છે. “ફીડ યોર નેબર” એ સાબિત કરી આપ્યું છે કે-જો તમ તમારા લક્ષ્ય માટે દ્દ્રઢનિશ્ચયી હોવ, તો ગમેતેવી વિકટ પરિસ્થિતિ તમને આગળ વધતા રોકી શકતી નથી. નાના-નાના ફેરફાર જ સમાજમાં એક મોટો સકારાત્મક અભિગમ પ્રદાન કરી શકે છે.

સંકલન અને અનુવાદ:નિરુપમ અવાશિઆ

મહિતાનાકાર્યની પ્રશંસા કરવા નીચેની કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ લખો અને આપોસ્ટ અવશ્ય શે’ર કરો..

ટીપ્પણી