પતિનાં અવસાન સમયે હતી પ્રૅગ્નન્ટ અને હવે બની ઑફિસર….પ્રાઉડ ફીલ કરાવે એવી રીયલ સ્ટોરી

ફ્રેન્ડસ આમ તો આપણા સમાજમાં લોકો વુમન એમ્પાવરમેન્ટની વાતો કરતા જોવા મળે  છે. પરંતુ હજી પણ જુનવાણી સોચ રાખતા લોકો આપણી જ વચ્ચે રહે છે. અવાર્-નવાર વહુને સળગાવી દિધી, કોઈ કારણસર ઘર માંથી કાઢી મૂકવામાં આવી કે પછી પતિનાં મૃત્યુ બાદ વહુને તરછોડી દેવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ભણેલા હોવા છત્તા પણ અમુક લોકો આવી હરકતો કરતા હોય છે. આજે જે તમને રીયલ સ્ટોરી જણાવવા જઈ રહી છું તે એક આર્મી ઑફિસરના ઘરની છે. આર્મી ઑફિસરનાં ઘરમાં જે ઘટના બની છે તે એકદમ શરમ અપાવી દે તેવી છે. સાસરિયાંઓ એ વહુને પતિના અવસાન બાદ ઘર માંથી કાઢી મૂકી પણ પતિથી પ્રેરાઈને પુત્ર માટે આર્મી ઓફિસર બની મધ્ય પ્રદેશની નિધિની વાત તમને જણાવી રહ્યાં છીએ. આખી સ્ટોરી જાણીને તમને પણ નિધિ પ્રત્યે માન થશે. વાંચતા રહો આગળ…..

મધ્ય પ્રદેશનાં સાગરની નિધિ દુબે પણ  આર્મી ઑફિસર બની ગઈ છે. નિધિનાં પતિ મુકેશ સેનામાં નાયક હતાં. વર્ષ ૨૦૦૯માં જ્યારે મુકેશ દુબેનું નિધન થયુંં હતું ત્યારે તે ફક્ત ૨૧ વર્ષની હતી અને ૪ મહિનાથી ગર્ભવતી પણ હતી. પતિનાં અવસાન બાદ નિધિ સાથે તેનાં સગા સંબંધીઓ પણ મોઢું ચઢાવવા લાગ્યા હતાં.

નિધિ ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ અકેડમી (ઓટીએ)ની પાસિંગ આઉટ પરેડમાં સામેલ થઈ હતી. નિધિ અને મુકેશ દુબેનાં લગ્નનાં એક વર્ષ પછી ૨૦૦૯માં કાર્ડિયેક એટેકથી મુકેશની મૃત્યુ થઈ હતી. તેઓ મહાર રેજિમેન્ટમાં નાયક હતા. મુકેશનાં અવસાન પછી સાસરિયાંઓએ તેને ઘર માંથી કાઢી નાખી હતી. ત્યાર બાદ તે પોતાનાં પિયરે જતી રહી હતી.

નિધિ સાથે જે પણ થયું તે કારણથી તે ધીરે-ધીરે ડિપ્રેશનમાં જતી રહી હતી, પરંતુ ૨૦૦૯માં દિકરાનાં જન્મ પછી તેણે હિમ્મત ભેગી કરીને પોતાની જાતને ઉભી કરી . ત્યાર બાદ તેણે પાંચમા ટ્રાયલમાં એસએસબી ક્લિયર કરી લીધુ. તેની બધી જ સમસ્યાઓ નિરર્થક બની ગઈ જ્યારે તેનાં દિકરા સુયશએ મા ને યૂનિફૉર્મમાં જોઈને સલ્યૂટ કર્યું હતું. સુયશએ યૂનિફૉર્મમાં મા ને જોતા જ કહ્યું કે મમ્મી તમે બહુ જ સુંદર લાગી રહ્યાં છો. હું પણ તમારી જેમ આર્મી ઓફિસર બનીશ. નિધિ પોતાની સ્ટ્રગલ વિશે જણાવતા ખે છે કે.

જ્યારે મેં ઓક્ટોબર ૨૦૧૬માં ઓટીએ જોઈન કર્યુ ત્યારે મને ત્યાંના વેધરમાં અડજેસ્ટ કરવામાં મુશ્કેલી પડી. ચેન્નઈમાં બહુ જ ભેજ હોય છે, તેથી શરુઆતનાં દિવસોમાં મને ઉલ્ટિયો થતી હતી. ધીરે ધીરે મેં પોતાની જાતને વેધરમાં ઢાળી અને મન મક્કમ બનાવીને વિચારી લીધું હતું કે હું એક પણ દિવસ ટ્રેનિંગ મિસ નહીં કરું.

સવારે ૪ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ટ્રેનિંગ

ટ્રેનિંગમાં સૌથી પહેલાં વર્કઆઉટ, ૫૦ મીટર સ્વીમિંગ, ૫ કિલોમીટર રનિંગ કરાવતા હતાં. આ સાથે ૩૦ કિલોમીટર પેડલ ટ્રેનિંગ, ૨૪ કિલો હેવી પિટ્ઠુ વેટ અને સાઈકલની સાથે વૉલ્ક પણ કરાવતા હતા. સવારે ૪ વાગે ટ્રેનિંગ શરુ થતી અને રાત્રે ૧૦ વાગે પૂરી થતી હતી.

ટ્રેનિંગમાં નાની ઉંમરની છોકરીઓ સાથે હતી

રાત્રે રુમમાં જાવ ત્યારે અને રાત્રે સૂતા સમયે પણ મગજમાં ટ્રેનિંગ જ ચાલતી હતી. મારી સાથે જે અન્ય છોકરીઓ હતી તેઓ ૨૦-૨૨ વર્ષની હતી અને હું ૩૦ વર્ષની હતી. શરુમાં મને ઘણી તકલીફ પડતી હતી, મા હોવાની સાથે ઉંમર વધારે હોવાથી મને શારીરિક સમસ્યાઓ પણ નડતી હતી.

કમજોરીને તાકાત બનાવી

હું ઘોડેસવારી કરતા સમયે પડી ગઈ હતી અને ઘણી ચોટ પણ આવી હતી. શરીર ઉપર જખમ હતા એટલે સ્વીમીંગ કરતા પણ ડરતી હતી. પણ મેં જરાય હાર ન માની અને પોતાની કમજોરીને મેં તાકાત બનાવી લીધી. ત્યાર બાદ ટ્રેનિંગમાં પાછળ નહોતી પડતી.

પતિનો ચહેરો આંખો સામે ફરતો હતો

મારી આંખો સામે હંમેશા બે જ ચહેરા ફરતા હતા, એક તો પતિનો અને બીજો દિકરા સુયશ નો, કારણ કે મારે સુયશને કરેલ વાયદાને પૂરા કરવાનું હતું. હું તેમને બતાવવા ઈચછતી હતી કે તારી મા કમજોર નથી. ટ્રેનિંગ દરમિયાન શરીર અમુક વખતે સાથ છોડી દેતું, એવું લાગતું હતું કે હું ઉઠી જ નહીં શકુ. પણ પછી આ બંનેનાં ચહેરા સામે આવી જતા અને પછી જાતે જ શરીરમાં તાકાત આવી જતી હતી.

નિધિએ કરી બતાવ્યું કે વુમન્સ માટે કોઈ પણ કામ અશક્ય નથી. ટ્રેનિંગ દરમિયાન તે ફક્ત બે જ વાર પોતાનાં પુત્રને મળી શકી હતી. ગર્વ થાય છે જયારે આવી સ્ત્રીઓ વિશે જાણીને. એટલું જ નહીં આટલા સંગર્ષ બાદ પણ તેનાં ચહેરા ઉપર સ્મીત જ જોવા મળી રહ્યું છે.

તમને નિધિની આ ઇનસ્પિરેશનલ સ્ટોરી ગમી હોય તો બીજુ કોઈ આનાથી ઇન્સ્પાયર્ થાય તો જરૂરથી  લાઈક, શેર અને કોમેન્ટ કરજો.

લેખન – સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી