જાણો કઈ રીતે નાદાર થયો ફોટોગ્રાફી ની દુનિયા નો બેતાજ બાદશાહ…તમારી આજ ની તાકત પણ ક્યારેક આવતીકાલ ની મજબૂરી બની શકે છે

ટાઈટલ વાંચી ને તો તમે ચોંકી તો જરૂર ગયા હશો. મિત્રો આપણે સકસેસ સ્ટોરી માંથી ઘણું શીખ્યા ચાલો આજે ઉંધી દિશા પકડીએ…આજે આપણે એક ફેઈલીયોર સ્ટોરી માંથી કઈક શીખીએ…આપણા માંથી ઘણાખરા વ્યક્તિઓ ને તો ખબર પણ નહિ હોય કે કોડક કંપની કે જે કેમેરા ની દુનિયા માં સૌથી ટોપ ઉપર હતી તે કંપની નાદાર જાહેર થયેલી છે. ચાલો જાણીએ એવું તો શું થયું હતું કોડક કંપની સાથે કે તેમને દેવાળું ફૂકવાનો આરો આવ્યો.

કોડક કંપની ની સ્થાપના જ્યોર્જ ઈસ્ટમેન એ ૧૮૮૮ માં કરી હતી. ૧૮૮૮ થી લઇ ને ૧૯૬૮ સુધી માં તો આ કપનીએ પૂરું માર્કેટ પોતાના કબ્જા માં લઇ લીધેલું. તમને જાણીને આશ્ચર્ય પણ ના થવું જોઈએ કે અમેરિકા નું ૮૦% માર્કેટ કોડક ના હાથ માં હતું અને એમનું ગ્રોસ માર્જીન પણ ૮૦% કરતા વધારે હતું.

કોડક એ જ કંપની છે જેણે કેમેરા ને ઘર ઘર સુધી પહોચાડ્યો અને લોકો ની અંદર ફોટા માટે ની લાગણી ને જાગૃત કરી. પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે ઉપયોગ માં લેવાતા કેમેરા દરેક લોકો સુધી પહોચ્યા. આટલી સધ્ધર કંપની નાદાર કઈ રીતે થઇ એ જ તમારા દિમાગ માં સવાલ ફરતો હશે તો ચાલો જાણીએ શું હતું એ કારણ…

કોડક કંપની ૩ વસ્તુ બનાવતી, ૧. કેમેરા ૨. ફિલ્મ અને ૩. ફોટો પેપર
કેમેરા પર તેમનું પ્રોફિટ માર્જીન એકદમ લો હતું અને તેઓ અસલી કમાઈ બાકી ની બે વસ્તુ માં કરતા. એક તો ફિલ્મ માં તેઓ ખાસ્સા એવા પૈસા કમાતા અને બીજું તમને યાદ હોય તો જયારે પણ પહેલા ફોટો લેવા જતા કે લગ્ન નો આલ્બમ બનાવતા તો પાછળ ના ભાગ માં લખેલું આવતું કોડક ફિલ્મ પેપર. જેમાં કપની નું માર્જીન સૌથી વધુ હતું.

આ ધંધા માં રેઝર અને બ્લેડ ની રીત અપનાવવા માં આવેલી. જેમ કે રેઝર સસ્તા વેચ્યું તો બ્લેડ માં વધુ નફો રાખ્યો. જે લોકો રેઝર ખરીદશે એમણે બ્લેડ લેવા તો આવવું જ પડશે? કોડક કંપની પણ એ જ કરતી કેમેરા માં માર્જીન ઓછુ રાખી ફિલ્મ રોલ અને ફોટો પેપર માં માર્જીન વધુ રાખતી. પરંતુ જમાનો બહુ જ જલ્દી બદલાયો. બ્લેડ રેઝર ની અંદર જ ચાલી ગઈ જે રીતે અત્યારે જીલેટ રેઝર માં આવે છે એ રીતે જ. બ્લેડ બનાવતી દરેક કંપની ને નુકશાન થયું. એ જ તકલીફ કોડક ને આવી.

લોકો ડીજીટલ કેમેરા તરફ વળ્યા. ડીજીટલ કેમેરા નો સૌથી મોટો ફાયદો એ હતો કે તેમાં કોસ્ટ સૌથી ઓછી થઇ ગઈ અને ફોટો ક્વોલીટી ખુબ વધારે થઇ ગઈ જેથી લોકો બહુ જલ્દી તેના તરફ વળ્યા. હવે તમને લાગશે કે કોડક આટલી મોટી કંપની હતી તો તેમને આ બદલાવ ની જાણ કેમ ના થઇ?

કોડક ને પણ આ બદલાવ ની જાણ હતી જ. તમે જાણી ને હેરાન થઇ જશો કે સૌથી પહેલો ડીજીટલ કેમેરો સ્ટીવ નામના કોડક એન્જીનીયર એ ૧૯૭૫ માં બનાવેલો. પરંતુ કોડક ને આદત પડી ગયેલી હાઈ માર્જીન માં નફો કરવાની. યાદ રાખજો મિત્રો ઘણી વખત એવું પણ બને છે કે તમારી હાલ ની તાકત તમારા આવનાર ભવિષ્ય માટે ખતરો ઉભો કરી શકે છે.

બીજી બાજુ ફૂજીફીલ્મ એ ૧૯૮૦ પછી જાપાનીઝ ટેકનોલોજી પ્રોડક્શન ખુબ વધારી દીધું અને નીચી પડતર સાથે કોડક કરતા ઓછી કિંમત પર ફિલ્મ વેચવાનું ચાલુ કર્યું. ડીજીટલ કેમેરા નું મોટું માર્કેટ મૂકી કોડક ફૂજીફીલ્મ સાથે જ લડતું રહ્યું. કોડક ની રીસર્ચ ટીમ એ પણ જાહેર કર્યું કે માર્કેટ ધીમે ધીમે બદલાવ લેશે અને ડીજીટલ તરફ લોકો ખેચાશે.

પરંતુ જયારે કોડક ના એન્જીનીયર સ્ટીવ એ જયારે ડીજીટલ કેમેરા પર ફોકસ કર્યું ત્યારે ડીજીટલ કેમરા એક રીતે સમજ માં ના આવે એવી પરીસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા હતા. એક તરફ એ બહુ મોંઘુ લાગી રહ્યું હતું. અને આમ પણ કોડક ને લાગતું હતું કે હાથ માં પકડી ને જે પેપર પકડી શકાય એ ફોટો ની ફીલિંગ ડીજીટલ માં નહિ આવે. આવું વિચારવાનું બીજું એક કારણ માની શકાય કે એમનું ધ્યાન હાઈ માર્જીન વાળી પ્રોડક્ટ ફિલ્મ અને રોલ પર હતું જે લાલચ તેઓ રોકી ના શક્યા.

એક બહુ મજેદાર વાત કહું ૧૯૭૭ ના સમય માં ગંથર નામના સાઈનટીસ્ત ને ઈન્ટરવ્યું માટે બોલાવ્યા કે જેમનો ઝેરોક્ષ કંપની ને ઉપર લઇ જવામાં ખુબ મોટો હાથ હતો. તેમણે ગંથર ને પૂછ્યું કે તમને આગળ માર્કેટ કેવું લાગે છે તો ગંથર એ કહ્યું કે “મને માર્કેટ ડીજીટલ લાગે છે” કંપની ને ગંથર ની આ વાત ગમી નહિ જોકે તેમણે તો પણ એમણે કામ પર રાખ્યા. તમને લાગશે કે આટલું આટલું થવા છતાં કંપની કેમ માનતી નહોતી આ વાત ને. તો આ માટે પેલી હાઈ માર્જીન વાળી પ્રોડક્ટ જવાબદાર હતી. કોડક ને લાગતું કે અમારા આટલા પ્રોફિટેબલ બીઝનેસ પર કોઈ સવાલ કઈ રીતે કરી શકે.

૧૯૯૦ થી ૨૦૦૦ સુધી માં રોજ કોડક નીચે જતી ગઈ. ૧૯૯૦ માં કોડક ના ૧૦૦૦૦ કર્મચારીઓ ને નોકરી માંથી કાઢવા પડેલા. ૨૦૦૧ માં કોડક ડીજીટલ કેમેરા ને માર્કેટ સુધી લઇ તો આવ્યું પણ સેલ્સ ને બચાવી ના શક્યું. પ્રોફિટ માર્જીન ચાલ્યું ગયું, કંપની ની ક્રેડીટ પણ માર્કેટ માં ઓછી થઇ ગઈ, કોઈ કોડક માં પૈસા લગાવવા પણ રાજી નહોતું. ૨૦૧૧ સુધી માં તો ફિલ્મ કેમેરા પૂરી રીતે ખતમ થઇ ગયા. જોતજોતા માં ૨૦૧૨ માં કોડક એ નાદારી નોંધાવી દીધી!!!

ડીજીટલ કેમેરા બનાવેલા કોડક કંપની એ જ પરંતુ બીજી કંપનીઓ આવી માર્કેટ આંચકી ગઈ. ગંથર જેવા સાયન્ટીસ્ટ અને પોતાની ટીમ ના ફીડબેક પર ધ્યાન ના આપ્યું એ જ કોડક ની હાર હતી.

યાદ રાખજો મિત્રો ઘણીવાર તમારી તાકત જ તમારી સામે અવરોધો ઉભા કરી શકે છે તમારી તાકત જ તમારી મજબુરી બની શકે છે. તો સમય સાથે બદલાવ ને એક્સેપ્ટ કરી લો. તમારી આજ ની તાકત આજે તમને લાભ આપશે પણ જરૂરી નથી કાયમ આપતી જ રહે. માર્કેટ ની જરૂરિયાત શું છે હમેશા જોતા રહેવું.

ફરી મળીશું કોઈ નવી સ્ટોરી સાથે….ત્યાં સુધી લાઈક કરો…..શેર કરો અને જલ્સા કરતા રહો જેન્તીલાલ સાથે

લેખક : વિશાલ લાઠીયા (સુરત)

ટીપ્પણી