એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ, અલીબાબા ના ફાઉન્ડર “જેકમા” એ આપેલા સફળ થવાના ૧૦ સોનેરી સુત્રો…!

દરેક બીઝનેસમેન અને સામાન્ય માણસને પ્રેરણા આપે એવી પોસ્ટ :

> જયારે તેણે કંપની ચાલુ કરી ત્યારે તેની પાસે ફક્ત ૨૦૦૦૦ ડોલર અને તેનો સાથ આપનાર તેની પત્ની અને એક મિત્ર હતા જેમણે આ મૂડી ભેગી કરવા એની મદદ કરેલી.
> તે ચાઈના નો પેહલો એવો બીઝનેસમેન છે જે ફોર્બ્સના કવર પેઈજ પર ચમક્યો !
> તે ચાઈનાનો સૌથી પૈસાદાર અને દુનિયાનો ૧૮ માં નંબરે આવનાર ધનાઢ્ય વ્યક્તિ છે. જેની અંદાજીત સંપતિ ૨૯.૭ બિલીયન ડોલર્સ છે !
> તે બીજો કોઈ નહિ પણ અલીબાબા ડોટ કોમનો ફાઉન્ડર “જેક માં” છે !!

વાંચો “જેક મા”ની લાઈફના સફળતા મેળવવાના સોનેરી ૧૦ અનુભવ સુત્રો !

૧. Get Used To Rejection : (નિષ્ફળતા તો આવશે જ)
=====================
> યુનીવર્સીટીમાં જોબ માટે મેં ૩૦ વખત એપ્લાય કરેલું હું દર વખતે રીજેક્ટ થયેલો.
> જયારે KFC ચાઈનામાં આવેલુ મેં ત્યાં પણ જોબ માટે ટ્રાય કરેલી, અમે ૨૪ જણા હતા એમાંથી ૨૩ સિલેક્ટ થયા અને હું જ રહી ગયેલો.
> મેં પોલીસમાં ભરતી થવા પણ ટ્રાય કરેલી એમાં ૫ માંથી હું એક જ ના સિલેક્ટ થયો, બાકી બધા થઇ ગયા.
> મેં હાવર્ડ માં પણ એપ્લાય કરેલું અને મને ૧૦ વખત રીજેકટ કરવામાં આવ્યો. મેં ત્યારે મનોમન નક્કી કરેલું, એક દિવસ હું આ જગ્યા એ જઈને ત્યાના વિદ્યાર્થીઓ ને ભણાવીશ…!

૨. Keep Your Dream Alive : (સપનાઓ ને મરવા ન દેતા)
======================
> અમારે અહી અલીબાબાનો એક સિક્રેટ કોડ છે, ” તમારા સપનાઓને જીવંત રાખો”…જો તે જીવતા હશે તો જ ભવિષ્યમાં ક્યારેક તે પુરા થશે !!

૩. Focus On Culture : (તમારી કંપની માં એક જીવંત વાતાવરણ ઉભું કરો)
==================
> મને લાગે છે કે અમારી કંપનીની સફળતામાં લોહી સમાન કોઈ વાત હોય તો તે છે “કલ્ચર”..ટેકનોલોજી નો મહતમ ઉપયોગ ત્યારે જ થાય જયારે તમે કંપનીમાં “કલ્ચર” ઉભું કરેલું હોય..અમે શરૂઆતમાં ૧૮ એમ્પ્લોયી હતા, આજે ૨૦,૦૦૦૦ છીએ. અમે કંપનીના વેલ્યુસ, મિસન, વિઝન પર વારે વારે ચિંતન કરીએ અને અમારી સાથે જોડાયેલ દરેક વ્યક્તિને આની સભાનતા લાવવાના દરરોજ પ્રયત્ન કરીએ. હું હમેશા મારા એમ્પ્લોયીને કહું કે તમે અલીબાબામાં ફક્ત પૈસા કમાવવા માટે નથી તમે બીજાને મદદરૂપ થાઓ છો એ તેનાથી મોટી અને વિશેષ વાત છે. રાત્રે સુતા પહેલા તમને આનું ગૌરવ થવું જોઈએ…નહીતર બધું વ્યર્થ છે !!

૪. Ignore, The LittleMan : (ટીકા કારો નું ફક્ત સાંભળો, અને જવાદો)
====================
> મને ઘણા લોકો કહેતા કે અલીબાબા કોઈ યુઝ નહિ કરે, મારા ટીકા કરો હમેશા મને કહેવા માટે તૈયાર જ હોય…આજે અમારા ૮૦ કરોડ થી વધારે યુઝર્સ અને કસ્ટમર છે ! આજે એ ટીકા કારો મિસ્ટર ઇન્ડિયા થઇ ગયા છે !

૫. Get Inspired :
=============
હું એકટર નથી, હું બોલવામાં બહુ જ કાચો હતો. હું મારી સ્પીચ માટે નું કન્ટેન્ટ ફિલ્મોમાંથી તૈયાર કરતો…મને ફિલ્મો જોઇને ખુબ જ પ્રેરણા મળતી..અમે ફિલ્મને ડિસ્કસ કરતા અને તેમાંથી પ્રેરણા મેળવતા !

૬. Stay Focused :
===============
મને દરરોજ હજોર ઈ મેઈલ્સ આવે નવા બીઝનેસ અને આઈડિયા પર વર્ક કરવા માટે પણ હું મારી જાતે સભાન છું કે મારે શું કરવાનું છે અને અલીબાબા નો જન્મ શા માટે થયો છે…તમારે લોકોને કેવી રીતે “ના” પાડવી એ શીખવું જ પડે !

૭. have a Good Name :
===================
જયારે અમે શરૂઆત કરી ત્યારે ઈન્ટરનેટ ગ્લોબલી થઇ ગયું હતું. મેં વિચાર્યું કે આપણું નામ પણ ગ્લોબલ લેવલનું હોવું જોઈએ. એ વખતે બેસ્ટ નામ “યાહૂ” હતું..મેં ઘણા દિવસો વિચાર્યું અને એકદિવસ “અલીબાબા” આ નામ માઈન્ડ માં આવ્યું, મને ગમ્યું !

૮. Customer are # 1
=================
મારા માટે સૌથી પહેલા કસ્ટમર, બીજા એમ્પ્લોયી અને ત્રીજા શેર હોલ્ડર્સ આવે. આ મારો ધર્મ છે, હું કસ્ટમરના ભોગે ક્યારેય બીજાને અગ્રીમતા નાં જ આપું..મને પણ નહિ !

૯. Don’t Complaint, Look for the opportunities :
=====================================
લોકો હમેશા કમ્પ્લેઇન્સ જ કરતા હોય છે. એ લોકો ને એ ધ્યાન માં જ નહિ આવતું કે જ્યાં પ્રોબ્લેમ, સમસ્યા, ઉણપ હોય છે ત્યાં જ તક સમાયેલી હોય છે…મેં હમેશા મારા સાથીદારો ને આ વાત શીખવી છે !!

૧૦. Have passions :
=============
કઈ ક કરી છૂટવાની ભાવના રાખો. હું મારા એમ્પ્લોયી ને હમેશા કહેતો અલીબાબા કોઈ ડોમેસ્ટિક કંપની નથી આપણી સ્પર્ધા સીલીકોન વોલી વાળા સાથે છે નહિ કે ચાઈનાની કંપનીઓ સાથે…હું મારા સાથીદારોને સપનાઓ દેખાડતો અને તે પુરા કરવા માર્ગ બતાવતો રહેતો…મેં ૧૯૯૯ માં મારા સાથીઓ ને કહેલું કે આપણે ૨૦૦૨ માં IPO કરીશું…જો તમારે 8 થી 5 જ કામ કરવું હોય એવી કંપની માં કામ કરવું છે તો અલીબાબા તમારા માટે નથી…તમારે અલીબાબા માટે જીવવું પડશે કારણ આપણે હજુ શરૂઆત કરીએ છીએ હજુ તે ખુબ જ નાનું બેબી છે ! આપણે સૌ સાથે છીએ..સફળતા જશે ક્યાં ?

લેખક : જેંતીલાલ

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી