જિલ્લાના મેજિસ્ટ્રેટે પત્નીને ગવર્નમેન્ટ સ્કૂલમાં કાર્યવાહી પોતાને હસ્તક લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું .

યુ.પી.એસ.સી.ની પરીક્ષાને ખૂબ સારા માર્ક્સ સાથે પસાર કરવી એ આપણામાંના ઘણા બધાંનું સપનું છે. ઘણા વર્ષોની કઠિન મહેનત તૈયારીરૂપે આપ્યા બાદ મળેલી સફળતાનો આનંદ કૈક અનોખો જ હોય છે.

પણ જો યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપનારા કોઈ સભ્યને તમે પૂછો કે તેઓ આ પરીક્ષા પસાર કરી કઈ રીતનું કામ કરવા માંગે છે, તો તેઓ કોઈ નિશ્ચિત જવાબ આપી નહીં શકે. વળી, સરકારી નોકરી મેળવી થતા ફાયદાઓ, આ પરીક્ષાનું આકર્ષણ જગાવે છે. એટલે દેખીતું છે તેઓ શા માટે પરીક્ષા આપે છે.

તો જોઈએ એક મહેનતુ અને કાર્યદક્ષ સરકારી નોકરની સફર જેણે ખરા અર્થમાં કશુંક કરી બતાવ્યું છે. મંગેશ ઘીલદયાલ અને તેમના પત્ની ઉષા ઘીલદયાલ બંને, સમાજ માટે કૈક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકોનું જીવતુંજાગતું ઉદાહરણ છે. પ્રવર્તમાન ભ્રષ્ટાચાર અને લાંચખોરીના સમયમાં, આ દંપતી એક આશાના કિરણ સમાન છે.

મંગેશ ઘીલદયાલ હાલ રુદ્રપ્રયાગ જિલ્લાના મેજિસ્ટ્રેટ છે. જયારે તેઓ બાગેશ્વર જિલ્લાના મેજિસ્ટ્રેટ હતા ત્યારે પણ આ પતિ-પત્નીએ ત્યાંના રહીશો માટે ઘણું કામ કર્યું હતું.

મંગેશે આઈ.એ.એસ પરીક્ષા સન ૨૦૧૧મા આપીને સમગ્ર દેશમાં ૪થો ક્રમાંક મેળવ્યો. આઈ.એફ.એસ.માં જોડાવવાની તક મળી હોવા છતાં તેમણે પોતાનું કાર્યક્ષેત્ર ઘરેલુ અથવા સીમિત જ રાખવું પસંદ કર્યું. ઘણા ટૂંકા ગાળામાં તેમણે પોતાનું મહત્વ સાબિત કર્યું.

લોકોમાં સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ મંગેશ પ્રસિદ્ધ છે.

તાત્કાલિક પગલાં લેવા તેમજ નિયમિત દેખરેખ રાખવી એ મંગેશની કાર્યપદ્ધતિની ઓળખ છે. આવી જ એક મુલાકાત દરમિયાન તેને માલુમ પડ્યું કે રાજકીય કન્યા ઇન્ટરકોલેજમાં, વિજ્ઞાનના વિષય માટે કોઈ શિક્ષક નથી. તેને ખ્યાલ હતો કે બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે એક દિવસનું નુકસાન પણ બહુ મોટું હતું.

ત્યારબાદ તેને એક રોમાંચકારી વિચાર સુજ્યો. તેણે પ્રસ્તાવ મુક્યો કે જ્યાં સુધી શાળાને નવા શિક્ષક ન મળે ત્યાં સુધી તેની પત્ની ઉષા આ પ્રશ્નના ટૂંકા ગાળાના ઉકેલ તરીકે વિદ્યાર્થીઓને ભાણવે તો કેવું. ઉષાએ ઉત્તરાખંડની પંતનગર યુનિવર્સીટીમાંથી વનસ્પતિશાસ્ત્રમાં ડોકટરેટની ડિગ્રી મેળવેલી હતી.

ઉષાએ સહર્ષ એ શાળામાં ભણાવવાનું શરુ કરી દીધું. થોડા જ સમયમાં તેણે વિદ્યાર્થીઓના મન જીતી લીધાં. નવયુવાનોનું દિલ જીતવું એ ઘણું મુશ્કેલ કામ હોય છે. પણ પોતાના શાંત સ્વભાવ અને ભણાવવાની ગહન રીતને લીધે ઉષા તે કરી શકી. થોડા જ વખતમાં તે બધાની એક મનપસંદ શિક્ષક બની ગઈ.

આ હૃદયસ્પર્શી બનાવે ત્યાંના રહીશોમાં આ દંપતીને મશહૂર બનાવી દીધું.

મંગેશનું આ અંગે કહેવું છે કે..” મને એ વાતનો બેહદ સંતોષ છે કે હું ને મારી પત્ની જે કઈ પણ કરી રહ્યા છીએ તેને લોકોએ બિરદાવ્યું છે. હું તો ફક્ત મારુ કામ જ કરતો હતો, પણ જયારે આવી રીતે ઉમળકાસભર પ્રત્યાઘાત મળે ત્યારે કામ કરવાનો ઉત્સાહ વધે છે અને વધુને વધુ કરી છૂટવાની લાગણી થાય છે.”

ઘીલદયાલ દંપતીને તો સલામ કરવી જ પડે. સરકારી અધિકારીઓની કાર્યપદ્ધતિ, સામાન્ય રીતે લોકોના બહિષ્કારનો શિકાર બનતી હોય છે. મંગેશ અને ઉષા જેવા માણસોને લીધે આપણામાં આશાનો સંચાર થાય છે- પોતાની પદવીઓને બાજુ પર મૂકીને તેઓએ સામાન્ય લોકો માટે કામ કરવું પસંદ કર્યું છે.

સંકલન-અનુવાદ : રૂપલ વસાવડા (બેંગ્લોર)

ટીપ્પણી