૬૦૦૦ રૂપિયાની મામુલી સેલેરી થી શરુ કરનાર આ છોકરી, આજે કમાય છે મહીને ૨૫ લાખ…વાંચો…!!

મિત્રો નિષ્ફળતા જ સફળતાની ચાવી છે એ તો તમે જાણતાજ હશો પણ આ દીકરીએ પોતાના જીવનમાં એ કેહવત સાચી સાબિત કરી બતાવી છે.

આજે અમે વાત કરવાના છે એવી યુવતીની જેના સપના બહુ ઊંચા હતા અને તેને સાચા કરવા માટે તેણે ખુબ મેહનત કરી છે. અમે વાત કરી રહ્યા છે ગરિમા મિશ્રાની જે ઉતરપ્રદેશના લખનઉની રેહવાસી છે. તેનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. સામાન્ય માતા-પિતાની જેમ ગરિમાના માતા-પિતા પણ ઈચ્છતા હતા કે તેના લગ્ન થઇ જાય અને પોતાનું ઘર સાચવીને બેસે.

પણ ગરિમાના મનમાં કઈક બીજુજ હતું તેને તો એક પ્રચલિત ઇન્ટીરીયર ડીઝાઇનર બનવું હતું અને પોતાનું નામ બનાવું હતું. એ પોતાના માતા-પિતાને ખુબજ સુખ આપવા માંગતી હતી. એટલા માટે તેને પોતાના માતા-પિતાની લગ્ન કરી લેવાની વાત ના સ્વીકારી.

પણ મિત્રો સફળ થવા માટે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગરિમાની સામે મોટી મુશ્કેલી તો એ હતી કે તેની પાસે પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે પૂરતા સાધન નોહતા. માટે તે વર્ષ ૨૦૦૭માં સહારામાં ૬૦૦૦ની નોકરી કરવાનું ચાલુ કરે છે. આ નોકરી એ તેનું સપનું પૂરું કરવાની સીડીનું પેહલું પગથીયું હતું. તેને એક સફળ ઇન્ટીરીયર ડીઝાઇનર બનવું હતું. તેના માતા-પિતાએ તેના આ નિર્ણયનો ખુબજ વિરોધ કર્યો હતો તેઓ ઈચ્છતા હતા કે ગરિમા લગ્ન કરીલે. તો પણ ગરિમા માની નહિ અને આગળ વધતી રહી.

તેને જે પગાર મળતો હતો એમાંથી ગરિમાએ ઇન્ટીરીયર ડીઝાઇનરનો કોર્સ કરવાનું શરૂ કર્યું એની સાથે સાથે તે માર્કેટિંગ પણ શીખવા લાગી હતી. ૨૦૧૦માં તેને નોકરી છોડી દીધી અને પોતાની ઓફીસ શરૂ કરી. શરૂઆતના દિવસોમાં ગરિમા જાતે કામ માંગવા માટે અલગ અલગ સાઈટની મુલાકાત લેતી હતી. પણ તેમાં તેને બહુ સફળતા મળી નહિ. આખરે ૨૦૧૨માં તેને એક પ્રોજેક્ટ મળ્યો અને એમાં તેના કામની ખુબ પ્રસંશા કરવામાં આવી અને તેને પોતાની પેહલી કમાણી ૧૦,૦૦૦ રૂપિયા મળ્યા.

ગરિમા જણાવે છે કે ત્યાર પછી તેણે કોઈ દિવસ પોતાના કામમાં પાછુ વળીને જોયું નથી. તે સતત સફળતાના શિખરો પાર કરતી રહી. આજે તેના માતા-પિતા પણ ખુબ ગર્વ કરી રહ્યા છે.

પોતે સફળ થઇ પછી તેના ધ્યાનમાં આવ્યું કે લખનઉમાં એવી ઘણી સ્ત્રીઓ છે જે તેના જેવું કામ કરી રહી છે પણ તેઓને બરોબર કામ મળતું નથી. ગરિમા પણ એમના જેવીજ પરિસ્થિતિનો સામનો કરી ચુકી હોય છે એટલે તે સમજી શકતી હતી. ત્યારબાદ તેણે પોતાની એક ટીમ બનવાનું વિચાર્યું. અને ધીમે ધીમે એ ટીમમાં ઘણીબધી મહિલાઓ જોડાઈ ગઈ. તેમનું કામ સતત વધતું જ રહ્યું અને બધાને એમાં સફળતા મળતી રહી.

આજ સુધીમાં ગરિમાએ કેટલાય સરકારી અને બિનસરકારી પ્રોજેક્ટ પર સફળતાથી કામ કરેલ છે. આજે ગરિમા મહિનાના રૂપિયા ૨૫ લાખનું કામ કરે છે.

ગરિમા આજે જે સાઈટ જોવા જાય છે તેની પણ ૧૦૦૦ રૂપિયા ફી લે છે પેહલા જયારે તેની પાસે બહુ કામ નોહ્તું ત્યારે તે ફ્રીમાં સાઈટ જોવા જતી હતી. પેહલા જયારે ગરિમા સાઈટ જોવા જતી ત્યારે ભાડાની ગાડી એટલે કે ટેક્સી કરીને જતી હતી આજે ગરિમાની પાસે પોતાની હોન્ડાની ગાડી છે. મિત્રો અમે અમારી દરેક પ્રેરણાદાયી સ્ટોરીમાં એ વ્યક્તિનો મહિમા નથી ગાતા. અમે એમની સ્ટોરી દ્વારા તમને જાણવા માંગીએ છે કે તેઓ કેટલી મેહનત કરીને આગળ આવે છે.

જો આજે આ ગરિમાએ પોતાના માતા-પિતાની વાત માનીને લગ્ન કરી લીધા હોત તો આજે તેને કોઈ ઓળખતું ના હોત. અમે એવું નથી કેહતા કે તમે તમારા દીકરા અને દીકરીના લગ્ન ના કરાવશો પણ પેહલા તેમની ઈચ્છા શું છે એ જાણો.

તેઓ પોતે શું કરવા માંગે છે એ જાણો. તમે એમની ઈચ્છા જાણ્યા વગર તમે તમારા સપનાનો ભાર તમારા બાળકો પર લાદશો તો એમાં તમારું બાળક દબાઈ જશે માટે એમને ખીલવા દો. દરેકને પોતાની લાઇફમાં શું કરવું તે વિચારવાનો હક છે અને હા જો બાળકો ખોટા માર્ગે જતા હોય તો તમે એમણે સાચા રસ્તે વાળો એને જણાવો કે એને શું કરવાનું છે.

તમને આમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે. નિરંતર અમારી આવી પોસ્ટ વાચવા લાઇક કરો અમારું પેજ. આભાર….

લેખન-સંકલન : અશ્વિની ઠક્કર

ટીપ્પણી