જાણો બુધવારનો ઉપવાસ કેમ કરવામાં આવે છે..

બુધવારે મોટાભાગના લોકો દુંદાળા દેવ અને બુધદેવને પ્રસન્ન કરવા માટે વ્રત રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વ્રત શા માટે રાખવામાં આવે છે. તેની પાછળનું મહત્વ શું છે, તેની સાથે જોડાયેલી કથા શું છે, તો ચાલો આજે તમને જણાવી દઈએ.

એક સમયે કોઈ નગરમાં એક બહુ ધનવાન મોટો વેપારી (સાહુકાર) હતો. તે સાહુકારના લગ્ન નગરની સુંદર અને ગુણવાન છોકરી સાથે થાય છે. એકવાર તે પોતાની પત્નીને લેવા બુધવારે તેના સાસરિયે જાય છે અને પત્નીના માતા-પિતાને તેને વિદા કરવાનું કહે છે. પરંતુ માતા-પિતા કહે છે કે બુધવારે કોઈપણ શુભ કાર્ય માટે યાત્રા ન કરવી જોઈએ. પરંતુ તે સાહુકારે કંઈ માન્યુ નહીં અને આ બધું અંધશ્રદ્ધા છે તેમ કહી તેમને વિદા કરવાનું કહ્યું.

ત્યારબાદ બળદગાડામાં યાત્રા શરૂ થાય છે. બે ક્રોસની યાત્રા કર્યા બાદ તેમની ગાડીનું પયડું ટૂટી જાય છે. જેથી ત્યાંથી તે લોકો ચાલતાં યાત્રા શરૂ કરે છે. રસ્તામાં પત્નીને જબરદસ્ત તરસ લાગે છે તો સાહુકાર તેને વૃક્ષ નીચે બોસાડીને પાણી લેવા જાય છે. થોડીવાર બાદ જ્યારે તે પાણી લઈને પરત આવે છે તો તે ચોંકી ઉઠે છે કારણ કે તેની પત્ની પાસે તેની જ શક્લનો એક બીજો વ્યક્તિ બેઠો હોય છે. પત્ની પણ સાહુકારને જોઈને ચોંકી ઉઠે છે. પત્ની તે બન્ને વ્યક્તિમાં કોઈ અંતર કરી ન શકી. સાહુકારે તે વ્યક્તિને પૂછ્યું તમે કોણ છો અને મારી પત્ની સાથે કેમ બેઠા છો. ત્યારે તે વ્યક્તિએ કીધું અરે ભાઈ આ મારી પત્ની છે હું એને સાસરિયાંમાંથી વિદા કરીને લાવ્યો છું તમે મને કેમ આવું પૂછી રહ્યા છો?

સાહુકારે બૂમો પાડતા કહ્યું કે તુ ચોર છું આ મારી પત્ની છે હું તેને અહીં બેસાડી પાણી લેવા ગયો હતો. ત્યારે પેલો વ્યક્તિ બોલ્યો કે તમે ખોટું બોલી રહ્યા છો હું પાણી લેવા ગયો હતો અને પાણી લાવીને પત્નીને પીવડાવી પણ દીધું. હવે તમે અહીંથી જાઓ છો કે પોલીસને બોલાવું.

બન્ને ઝઘડવા લાગ્યા ત્યારે બધાં ત્યાં ભેગા થઈ ગયાં અને સિપાહી પણ આવી ગયા અને બન્નેને પકડીને રાજા પાસે લઈ ગયા ત્યારે રાજાએ સંપૂર્ણ વાત સાંભળી છતાં કોઈ નિર્ણય ન લઈ શક્યા. પત્ની પણ પોતાના પતિને ઓળખી શકી રહી નહોતી. રાજાએ બન્નેને કારાગારમાં નાખી દેવાનો આદેશ આપ્યો. રાજાનો આ નિર્ણય સાંભળી અસલી સાહુકાર ડરી ગયો ત્યારે આકાશમાંથી ભવિષ્યવાળી થઈ સાહુકાર તે માતા-પિતાની વાત ન માની અને બુધવારે યાત્રા કરી જેથી આ ભગવાન બુધદેવના પ્રકોપથી થઈ રહ્યું છે.

સાહુકારે ભગવાન બુદદેવને પ્રાર્થના કરી માફી માગી અને કહ્યું કે મારાથી ભુલ થઈ ગઈ હવે ભવિષ્યમાં ક્યારેય બુધવારે યાત્રા નહીં કરું અને દર બુધવારે તમારા માટે વ્રત કરીશ. જેથી બુધદેવે તેને માફ કરી દીધો. તે ક્ષણે બીજો વ્યક્તિ ત્યાથી ગાયબ થઈ ગયો. રાજા અને અન્ય વ્યક્તિ આ ચમત્કાર જોઈને ચોંકી ગયા. ભગવાન બુધની કૃપાથી રાજાએ સાહુકાર અને તેની પત્નીને સન્માન સાથે વિદા કર્યા.

થોડીક દૂર તેમને એક બળદગાડું મળ્યું. બળદગાડાનું પયડું પણ સાજું થઈ ગયેલું હતું. બન્ને તેમાં બેસીને નગર તરફ ચાલ્યા. સાહુકાર અને તેમની પત્ની બુધવારનો વ્રત કરી ખુશાલીમાં જીવન વિતાવવા લાગ્યા. ભગવાન બુધદેવની કૃપાથી તેમના ઘરમાં ધન-સંપત્તિની વર્ષા થવા લાગી અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. જેથી બુધવારનું વ્રત આજે પણ કરવામાં આવે છે. બુધવારે વ્રત કરવાથી સ્ત્રી-પુરૂષની દરેક મંગલકામનાઓ પુરી થાય છે.

સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટ સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી