“જનસેવા એ જ સાચી પ્રભુસેવા” ઉક્તિને સાર્થક કરતું “અવ્વલ ફાઉન્ડેશન”

આજ ની દોડધામભરી અને બદલાતી લાગણીઓ વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિને બીજી વ્યક્તિ માટે સમય અને માનસિકતા બદલાતી જાય છે ત્યારે સિમેન્ટના જંગલોમાં જેમ છોડ પોતાની જગ્યા કરી જ લે છે તેવી રીતે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક સંસ્થા આવેલી છે જે કવિ સુન્દરમ્ ની ઉક્તિ “હું માનવી માનવ થાઉં તો ઘણું” યોગ્ય પુરવાર કરે છે.

અમને જ્યારે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી બીનલબહેન પટેલે સંપર્ક કર્યો એમની સંસ્થાની માહિતી ની આપ લે કરવા માટે ત્યારે અમને મનમાં પહેલા મધર ટેરેસા જ યાદ આવ્યા અને આંખમાં હરખના આંસુ હતા કે આજની આ લાગણીહીન અને જડ માનસિકતા ધરાવતા પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં એવા લોકો પણ છે જે મુઠી ઊંચેરા માનવી હોવા છતાં ધરતી સાથે જોડાયેલા છે.

મે ૨૦૧૩ માં રજીસ્ટર થયેલી “અવ્વલ ફાઉન્ડેશન” નામની સંસ્થાએ સમાજસેવા ક્ષેત્રમાં એક નવતર કેડી કંડારી. સમાજસેવાનાં વિવિધ પાસાં સાથે સમયાન્તરે તેઓ વિસ્તારતા ગયા.

આ સંસ્થામાં “સેકન્ડ ઈનીંગ હોમ”, “અવ્વલ ઈ- સ્ટડી હબ”, “સ્ત્રી શશક્તિકરણ – વિધવા સહાય”, “અવ્વલ વોટર એટીએમ” સાથે સાથે “ સર્વધર્મ સમૂહ લગ્ન” અને ગરીબ વૃદ્ધો માટે “યાત્રા” જેવી પણ પ્રવૃતિઓ પણ ચાલે છે.

ફેબ્રુઆરી ૨૦૧૪થી અત્યાર સુધી માં લગભગ 3૫ જેટલા વૃદ્ધો આ સંસ્થામાં છત અને બીજુ ઘર મેળવી ચુક્યા છે. સંસ્થા દ્વારા તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે. સવાર ના નાસ્તા થી લઇ ને રાત ના જમણ સુધી વૃદ્ધોની દરેકેદરેક સગવડતા સચવાય છે.

સાથે સાથે જરૂરિયાતમંદ વિધવાને દર ૩ મહિને ૧૫૦૦ રૂપિયાની સહાય પણ સંસ્થા તરફથી કરવામાં આવે છે.વિદ્યાદાન એ જ મહાદાન ના સુત્રને અનુસરી મ્યુનિસિપલ શાળાના ૨૫૦થી પણ વધારે વિધાથીઓને ઓડિઓ-વિઝ્યુઅલ શિક્ષણ આપવા માં આવે છે.

આપણે સહુ જાણીએ છીએ તેમ કોઈપણ સેવાકાર્ય આર્થિક સહાય વગર શક્ય નથી. આપણામાંથી એવા ઘણા લોકો છે કે જેઓ સેવાકાર્ય માટે હંમેશા તત્પર હોય છે જ. તો આવો આપણે સાથે મળીને એક નાનું પગલું ઉપાડીએ કોઈક નાં આંખના આંસુ લુછવા માટે આપણો હાથ આગળ કરીએ અને વડીલોના ડગમગતા પગ અને હાથનો સહારો બનવા આપણો ખભો આગળ કરીએ. આપણી એક નાની સહાય કોઈ માટે એક મોટું સ્મિતસમું કારણ બની શકે એ જ સૌથી પ્રભુભક્તિ.

સંસ્થામાં આર્થિક સહાય કરવા માટે આપ નીચે આપેલ વિગતો વાંચી શકો છો.

વેબસાઈટ :
http://www.avvalfoundation.in/

ઓનલાઇન દાન આપવા માટે આપ નીચેની લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://www.payumoney.com/paybypayumoney/#/242641


અથવા નીચે આપેલ બેંક ખાતામાં જમા કરાવી શકો છો.

એકાઉન્ટ નું નામ : અવ્વલ ફાઉન્ડેશન
બેંકનું નામ : કોટક બેંક
બ્રાન્ચ નું નામ : નવરંગપુરા
એકાઉન્ટ નંબર : 1011579859

સરનામું :

2nd ઈનીંગ હોમ (વૃધ્રાશ્રમ),

શક્તિ સોસાયટી, ચાણક્યપૂરી રેલ્વે ક્રોસિંગ પાસે,
શિવનગર સોસાયટી સામે, ઘાટલોડિયા,
અમદાવાદ – ૩૮૦૦૬૧.
ફોન નંબર : ૦૭૯- ૨૭૬૦૩૩૬૬

મિત્રો, જેંતીલાલ વાત કરું છું, આપણા સૌ માં કઈ ક સારું કરવાની છુપી વૃતિ સમાયેલી જ હોય છે..પરંતુ આજકાલ ની બીઝી અને ફાસ્ટ લાઈફ માં બહુ ઓછા લોકો આવા સામાજિક અને નિસ્વાર્થ કાર્ય માં જોડાઈ ને પોતાનો સમય અને શક્તિ આપી શકતા હોય છે..ખરું ને ? પરંતુ આજે એટલું કામ કરો કે આં પોસ્ટ ને તમે માત્ર એક વાર શેર કરી ને અથવા કોમેન્ટ માં એક વ્યક્તિ ને ટેગ કરી ને અવ્વલ ફાઉન્ડેશન ના મિત્રોને તમારી મદદ પહોચાડો…!!! 

ટીપ્પણી