૩૦ લાખ નું પેકેજ મેળવનારી આ છોકરી એ કોલેજ માં જ ખોલી રાખી હતી પોતાની કંપની…વાંચો…!!

આજે વાત કરીએ રાજસ્થાનની આ દીકરીની, જેણે દિલ્હીમાં ભણતાં ભણતાં સફળતાનો ધ્વજ લહેરાવ્યો છે. આ છે આશિમા જૈન, જે દિલ્હીની સ્ટીફન કોલેજમાં બી.એ.ઓનર્સ.અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની છે.

જયપુરના એક જાણીતા કુટુંબની સભ્ય એવી આશિમાએ ધોરણ ૧૨માં ૯૬.૪૦% મેળવેલા અને દિલ્હીની પ્રસિધ્ધ સ્ટીફન કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આશિમાને પહેલેથી જ સામાજિક સંકુલોમાં કામ કરવામાં રસ હતો. અને એ શોખને અનુસરીને તેણે પોતાના પાંચ મિત્રો સાથે મળીને એક NGOની શરૂઆત કરી. આ એકમ દ્વારા તેણે દિલ્હીમાં ચાલી રહેલા નાના NGOSના પ્રચાર અને માર્કેટિંગનું કામ શરુ કર્યું.

આટલું જ નહીં પરંતુ આ એકમ અંતર્ગત આશિમાએ સુરક્ષિત શહેર માટેનું અભિયાન ચલાવ્યું, જેમાં શહેર વિવિધ ભાગોનું સર્વેક્ષણ કરી જે પણ ખામીઓ હતી, જેવી કે અંધારા વિસ્તારો, સડકો પર પૂરતી લાઇટોની ઉણપ, કેમેરા અને મહિલા પોલીસની કમી, વગેરેની ફાઈલ બનાવી દિલ્હી પોલીસને આપી. ‘લક્ષ્યમ’ સાથે મળીને નાનાં બાળકો અને સ્ત્રીઓની મદદ માટે પણ અભિયાન ચલાવ્યું. કેન્સર અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધર્યા. આવા જ એક દક્ષણા અભિયાન અંતર્ગત કાગળો ભેગા કરી રીસાઇકલ કર્યાં.

આ સર્વે ઉપરાંત તે બીજી ઘણી બધી સેવાઓ સાથે જોડાયેલી રહી. કોલેજમાં તે ‘સોશ્યલ આન્ટ્રેપ્રેન્યોરશિપ ઓર્ગેનાઇઝેશન ઈંફેકટ્સ’ ની પણ પ્રમુખ છે. તાજેતરમાં જ તેમને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં એક મલ્ટીનેશનલ કંપની પાર્થનન તરફથી, રૂપિયા ત્રીસ લાખના પગાર સાથે નોકરી મળી છે.

સંકલન – અનુવાદ : રૂપલ વસાવડા

જો આપ આ સ્ટોરી પ્રથમ વખત વાંચી રહ્યા હો તો શેર કરવાનું ચુકતા નહિ !!!

ટીપ્પણી