“માયાજાળ” પૈસા પડાવવા માટે ઘડાયું લગ્નનું કાવતરું રચ્યાની વાત વાંચો અને શેર કરો

“માયાજાળ”

અલયઆ બરાબર નથી હો!”
શું બરાબર નથીહું સમજ્યો નહી!”
આ તું જે રીતે વર્તે છે તે!”
પણ તું સમજાવ ત્યારે સમજુ ને!”
તારી સાથે ભલે મારા લગ્ન થયા છે પણ તારે આ રીતે મને અડવું નહીં.”
કેમ ઈશાએ રીતે અડકવું બરાબર નથી લાગતું તને?”
નથી લાગતું મનેતું સમજહું તને એ દ્રષ્ટિએ જોઈ કે કલ્પી જ નથી શકતી.”
અરે પણ શા માટેઆખા સમાજની સામે પૂરી રીત રસમથી આપણા લગ્ન થયા છે તો કેમ અળગો રહું કહે તો?”
એ બરાબર છે અલયપણ….”
હવે પણ ને બણ…. તું મારી પત્ની છે ને હું તારો પતિપછી તું આમ કરે એ ન ચાલે!”
સમજું છું અલયબરાબર સમજું છુંપણ સ્વીકારી નથી શકતીએનું શું કરૂં?”

અલય ખીજવાઈને ઓશીકું રજાઈ લઈ બાલ્કનીમાં સુવા જતો રહ્યો.
ઈશા વિચારમગ્ન દશામાં અધખુલ્લી આંખે પડી રહી.

નિલય સાથે લગ્ન થયાં ત્યારે એ સાતમા આસમાનમાં વિહરતી હતીબે ભાઈ અને સાસુમા શોભાબેનબસ નાનકડો સમૃદ્ધ પરિવારખૂબ ખુશ હતી એલગ્નના ચાર વરસ પછી એ એક દીકરી નિનીની મા બની ને જાણે કે સુખ બેવડાઈ ગયુંનિની ત્રણ વરસની થઈ હતીહસી ખુશીથી દિવસો વિતી રહ્યા હતા, ત્યાં જ એક ઘટનાએ અણધાર્યો વળાંક આપ્યો એની જિંદગીને!

કાર રેસનો ગાંડો શોખ નિલયનો કાળ બનીને આવ્યો અને ઈશાની જિંદગી વેરાન થઈ ગઈદિવસો જતાં આ કારી ઘા સહ્ય બનવા લાગ્યો હતોએ ઓફિસના કામમાં રસ લઈ રહી હતી ત્યાં જ વળી કાળનો એક ગૂગલી દડો એની તરફ વિંઝાયો ને એ ક્ષતવિક્ષત થઈ ગઈ.
નિની ચારે બાજુ પિતાને શોધ્યાં કરતી ને ક્યારેક અલયને પાપા કહી બોલાવતીઅલય પણ મારી દીકરી’ કહી નિનીને ગળે લગાડી લેતોઈશાની આંખમાં આંસુ અને શોભાબેનની આંખમાં ઉમ્મીદ ઝળકી ઉઠતી અને નિની અઢળક વ્હાલમાં ભીંજાતી રહેતી.

તે દિવસે તો નિનીએ તોફાન મચાવી દીધેલું. “મને પાપા પાસે જવું છેપાપા..પાપા કરી એણે ઘર માથે લીધુંકોઈ રીતે શાંત ના થતી નિનીને મનાવવા અલયને ઓફિસેથી આવવું પડેલુંઅલયને જોતાં જ નિની દોડીને એને વળગી પડી,‘પાપા પાપા’ કહી હિબકા ભરવા લાગેલીત્રણેય અવાક બની એકમેક સામે જોઈ રહેલાઅલય ઘરમાં હોય ત્યાં સુધી નિની એની આસપાસ જ ફરતી રહેતી.

વારંવાર બનતી આ ઘટનાએ ઈશાને વિચારવા મજબૂર કરેલી.

ત્યાં જ ઘરમાં અલયના લગ્નની ચર્ચા થવા માંડીઅલયનું ધ્યાન નિની તરફથી હટીને પોતાના ભવિષ્ય તરફ એકાગ્ર થવા લાગ્યુંહવે નિની રડતી હોય તો અલય એટલો વ્યગ્ર ન થતોઆ અનુભવી ઈશા ઉદાસ  રહેવા લાગી હતી ત્યાં જ શોભાબેન એક અનોખી વાત લઈ આવ્યાં. “ઈશાએક વાત કહુંઅલયના લગ્ન થશે ને ઘરમાં કોઈ અજાણી છોકરી એની પત્ની બનીને આવશેએ કદાચ નિની પ્રત્યેનું અલયનું વ્હાલ સહી નહીં શકે તોવળી એના પોતાના સંતાન થશે તો એ નિનીને ક્યાં યાદ રાખશે!”

ઈશા ભયભીત વદને શોભાબેન સામું જોઈ રહી. “તો તમે જ કહો મમ્મીશું કરવું મારે?”
એક પ્રસ્તાવ છેકહે તો કહું તનેકદાચ તને ના રૂચે એવું પણ બનેછતાંય ઠંડા કલેજે વિચાર કરજે એના પર.”
હા કહો તો ખરા!” કહી ઈશા આતુરતાથી જોઈ રહીતું અલય સાથે લગ્ન કરી લે તો બધું ઘરમાં જ રહે ને નિનીનેય પાપા મળી જાય.”

એક ઘડી તો ઈશાની આંખ સામે અંધારૂ છવાઈ ગયું. “ના…” કહી એ આંખ મીંચી ગઈ.
કંઈ વાંધો નહીં ઈશુનિનીના ભવિષ્ય વિશેય વિચારજે ને નિરાંતે જવાબ આપજે.” કહી શોભાબેન ચાલ્યાં ગયાં.

ઈશાના મનમાં વિચારોનું તુમૂલ યુદ્ધ ચાલ્યું. “શું અલય પણ આવું જ વિચારતો હશેએ શા માટે મારી સાથે લગ્ન કરવા રાજી થાયએને તો જોઈએ એવી સુંદર ને કાબેલ છોકરી મળી રહે.” વિચાર દ્વંદથી એ થાકીને બેસી પડીએનું માથું ફાટ ફાટ થવા લાગ્યુંક્યારે એ સોફા પર ઢળી પડી એનુંય એને ભાન ન રહ્યું.

એની આંખ ખુલી ત્યારે શોભાબેન એના માથા પર હાથ ફેરવી રહ્યાં હતાં ને અલય ચિંતાતૂર ચહેરે બાજુમાં ઊભો હતો. “શું થયું ઈશુબેભાન થઈ ગઈ હતી તુંશું થાય છે તને?” જવાબ દીધાં વગર એ શોભાબેનને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

અરે અરે બેટા આ શું!” એને બાથમાં લઈ શોભાબેન મમતાથી એને પસવારી રહ્યાં.
તમે કહો એમ કરીશ મમ્મીમને કાંઈ સમજ નથી પડતીઅલય શું કહે છે?”
એ બધું હું જોઈ લઈશતું ચિંતા ન કરબધા સારાવાના થશેમ્હોં ધોઈ તું બહાર આવચા નાસ્તો કરી લઈએ.” નીચું જોઈ બેઠેલી ઈશાના માથે હાથ ફેરવી એમણે અલય સામું આંખ મિચકારીને બંને બહાર નીકળી ગયા.

થોડા જ દિવસમાં અલય સાથે એના લગ્ન થઈ ગયાપણ હજુ એ એને પતિના રૂપમાં સ્વીકારી શકી ન હતીહજુ એ એનાથી દુરદુર જ રહેતી.

એક મહીનો થવા આવ્યો હતો લગ્નનેએક રાતે એ અચાનક જાગી ગઈસોફા પર જ સુઈ રહેતો અલય ત્યાં ન હતોએણે બાથરૂમ તરફ નજર કરી પણ ત્યાં તો અંધારું હતુંઆળસ મરડી એ ઊઠીદરવાજો ખોલી એ બહાર નીકળીસૂમસામ રાતમાં ડ્રોઈંગરૂમમાંથી અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હતોએણે એ તરફ પગલાં માંડ્યાંઅલય અને શોભાબેનનો ગુસપૂસ અવાજ એણે ઓળખ્યોએ વધુ પાસે સરીહવે વાતચીત સ્પષ્ટ સાંભળી શકાતી હતીએણે દરવાજો ખોલવા હાથ લંબાવ્યો ને પોતાના નામનો ઉલ્લેખ થતો સાંભળી એ થંભી ગઈ.

બેટાઈશા તારા વશમાં આવી કે નહીં?” શોભાબેનનો અવાજ સાંભળી એ થીજી ગઈ.
ના મમ્મીહજુ એ નિલયને ભુલી નથીનિલયનો તો કાંટો કાઢી નાખ્યો આપણેપણ આ ઈશુડી એને ભુલતી નથી ને મને પાસે આવવા દેતી નથીબેય મા દીકરીને એ જ રસ્તે મોકલી દઉં જ્યાં નિલયને મોકલ્યોપણ મિલકત બધી એના નામે છેબધું હાથમાં આવી જાયને પછી તો એક ઘડી એને જીવવા નહીં દઉંઆ મારા બાપાનેય તારી પર ભરોસો નહીં હોય તે બધું નિલયના નામે કરી મેલ્યુંતુ!”

હાસેવા કરવાનો દેખાડો તો ઘણો કર્યોતોપણ એ રીઝ્યો નહીને ઉપર જતાં જતાંય આ સાવકા છોરાને નામે બધું કરી આપ્યુંતું ને હું ઠનઠન ગોપાલ જ રહ્યાંકેટલી મહેનત કરી આ ઈશાને તારી સાથે લગન કરવા માટે મનાવવામાંનિનીને દીકરી માનવાના ને ભુલી જવાના નાટકો કર્યાં ત્યારે એના મનમાં રામ વસ્યાંપણ આ તું તો સાવ નકામો નીકળ્યોઆ મહીનો થવા આવ્યો પણ તું એને મનાવી નથી શક્યો હજુગમે તેમ કરી મિલકતના કાગળિયા ઉપર એની સહી લઈ લે એટલે પાર આવે.”

ઈશાની તો કાપો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈચૂપચાપ રૂમમાં પાછી ફરી એ પલંગમાં પછડાઈ પડીઆંસુથી ઓશિકું ભીંજાઈ રહ્યુંથોડીવારની હતાશ મનોદશા પછી મનોમન આ બંને મા દીકરાને પાઠ ભણાવવાનો મક્કમ નિર્ણય કરી એ નિનીને બાથમાં લઈ નિરાંત જીવે સુઈ ગઈ.

સૌજન્ય : સ્ટોરી મિરર 

રસપ્રદ નવલિકાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી