“વાલના ટાકોઝ” આજે કઈક નવી વેરાયટી બનવાનું વિચારી રહ્યા છો તો આ ટ્રાય કરો..

“વાલના ટાકોઝ”

સામગ્રી:

+    બે કપ કે ૪૦૦ ગ્રામ વાલના દાણા બાફેલા કે પકવેલા,

+    ૧ કપ ટમેટાનો સૉસ અથવા ટમેટાની પ્યુરી અથવા ૨૫૦ ગ્રામ ઝીણાં સમારેલાં ટમેટાં,

+    બે મોટા ચમચા ટબેસ્કો કે હૉટ સૉસ,

+    અડધો કપ ફેટા અથવા કોઈ પણ પ્રકારનું ચીઝ,

+    ૮ નંગ સમારેલાં ચેરી ટમેટાં,

+    પા કપ – લગભગ ૩૫ ગ્રામ મકાઈના દાણા,

+    ૮ ટાકો શેલ્સ (તૈયાર ટાકો શેલ્સ મળે છે. એ ન વાપરવા હોય તો મકાઈનો લોટ અને ઘઉંનો લોટ ભેળવીને લોટ બાંધી ટાકોઝના શેલ્સ બેક કરી લો. એ ખૂબ સરળ છે.)

રીત:

એક પૅનમાં બાફેલાં વાલનાં બીજ, ટમૅટો સૉસ, ટબેસ્કો સૉસ ભેળવીને એને પાંચ મિનિટ પાકવા દો. આ ફિલિંગ તૈયાર થઈ જાય એટલે એને સેટ કરવા માટે ટાકો શેલ લો. એમાં નીચે વાલનું ફિલિંગ પાથરો. એના પર ચીઝ ભભરાવો. એના પર ચેરી ટમેટાં અને મકાઈનાં બીજથી સજાવો. તરત જ પીરસો.

સંકલન : જીગીષા જૈન

સૌજન્ય : મીડ-ડે

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી