“વિકાસ ગાંડો થયો છે?” શું તમે હજુ પણ હસો છો આ જોક પર?? તો આ તમારા માટે જ છે….

“કડવો કટાક્ષ”

વિકાસ થયો છે? વિકાસ ગાંડો થયો છે ?વિકાસ નથી થયો? આવી જુદી જુદી અટકળો હાલ સોશીયલ મીડીયામા અને જાહેર જનતાની વાતોમા ચાલી રહી છે.ત્યારે મનમા એક પ્રશ્ન થાય કે આ વિકાસ છે શુ ?અને આ વિકાસ નામના પ્રશ્નનો જવાબ શોધવો હોય,આ વિકાસને સમજવો હોય,આ વિકાસને અનુભવવો હોય તો આપણે થોડી મહેનત કરવી પડે.વ્હોટસપમા આવેલા વિડીયો ને જોયને ,ફેશબુક પર વિકાસના નામે લખાયેલા જોકસને વાંચીને,શેર કરીને,લાઇક કરીને આનંદીત થઇ શકાય પણ આ વિકાસની સત્ય હકીકત ના જાણી શકાય.

વિન્ડો સીટ પર બેસીને,કાનમા ઇયર ફોન લગાવીને,વિન્ડોની બહારથી આવતી ઠંડી હવા સાથે,વેફસઁ ખાતા ખાતા શાંતિથી મુસાફરીની મહેફીલ માણવી હોય, તો આપણે પબ્લીક ટ્રાન્સપોર્ટ ની મોબાઈલ એપ્લિકેશન્સ કે તેની સાઇટ પર જઇને ઓનલાઇન પેમેન્ટ કરીને ટિકીટ બુક કરાવી પડે.પછી વગર ટિકીટે બસમા અને ટ્રેનમા મુસાફરી કરવી હોય તો પછી વિકાસ ના થાય અને વિકાસ કરવો હોય તો પ્રેમથી પુરતા પૈસા આપવા પડે અને ઇજજતથી ટિકીટ લઇને મુસાફરી કરવી પડે.

સરકાર બરાબર રોડ બનાવતી નથી.હજુ હમણા થોડા સમય પહેલાજ આ રોડ બનાવ્યો હતો. પણ ખખડધજ બની ગયો. કેમ આવુ થયુ હશે હે ? સાલુ સમજાતુ નથી? ઓવરલોડેડ ભારે ભરખમ, કેપેસીટી કરતા વધુ માલસામાન ભરીને વાહનો પુરપાટ ઝડપમા દોડાવો તો પછી રોડ પતીજ જાયને મારા વ્હાલા. કોન્ટ્રાક્ટરે બરાબર રોડનુ કામ ના કરુ,રોડ બનાવામા મટેરીયલ બરાબર નથી વાપર્યું,મટેરીયલની ગુણવત્તા સારી નથી.તો પેલા સરકારી અધિકારીઓ એ આ બધી બાબતો નુ નિરીક્ષણ કેમ ના કયુઁ. તે લોકો નિરીક્ષણ કરવા,કામનુ મુલ્યાંકન કરવા ગયા ત્યારે તેને થોડા ધણા પૈસા આપી દીધા અને નબળા થયેલા કામના પૈસા પાસ કરાવી દીધા. એ પૈસા ખવરાવા વાળો માણસ અને પૈસા ખાવાવાળો માણસ પણ રાષ્ટ્રની દ્રષ્ટીએ જોયે તો તે આપણા રાષ્ટ્રનો સામાન્ય માણસજ છે. તે લોકોને રાષ્ટ્રહીત કરતા તેના પોતાનુ હિત મોટુ,મહાન અને સારુ લાગે છે .એટલેજ એ લોકો આવી ખોટી ગદ્દારી રાષ્ટ્ર સાથે કરે છે.તેને મારુ રાષ્ટ્ર, મનમોહક રાષ્ટ્ર, મજબુત રાષ્ટ્ર આવી ભાવનાથી કામ કરુ હોત તો આજે આપણા રાષ્ટ્રની અલગજ ઓળખ હોત.હવે આ વિકાસ થઇ રહ્યો હતો,તો તેને ભટકાવનાર,અટકાવનાર કોણ આપણેજને.

આ રસ્તાઓ પર કચરો બોવ જામી ગયો છે.આ બજારમા કાદવ વધી ગયો છે.બોવજ ખરાબ સ્મેલ આવે છે તે કચરાના ઢગલાં માથી.આ મ્યુનિસીપલ કોર્પોરેશન પણ સાફ સફાઇમા ધ્યાન નથી આપતુ અને હર એક વખતે કરવેરો વધારતુ જાય છે.આ કચરો આવ્યો કયાંથી?આ કાદવ જમા કેમ થયો?આવી ગંદી દુગઁધ આવી કયાથી?આ બધુ કંઇ થી આવ્યુ નથી આપણે લાવ્યા છીએ આપણી લાપરવાહીથી.

કચરા પેટીમા કચરો ન નાખ્યો એને રોડ પર નાખ્યો એટલે રોડ ગંદો થઇ ગયો,કચરાથી ભરાઇ ગયો.બજારમા કાદવ જામી ગયો,કેમ કે આપણે પાણીનો નિકાલ ખોટી રીતે કરો.જરૂર કરતા વધારે પાણી વાપરુ એટલે આ કાદવની ગંદકી થઇ.આ કચરાના ઢગલાં માંથી બોવજ ખરાબ દુગઁધ આવે છે કેમ કે એ કચરાનો ઢગલો પણ આપણેજ કરો,સફાઇ કામદારો એ તેને સમયસર હટાવ્યો નહી એટલે તેની દુગઁધ વધી ગઇ.આ કામદારોને આપણે તેને હટાવા માટે જાણ પણ ના કરી,કેમ ના કરી,તો કે એતો આપડુ કામ થોડી છે એતો મ્યુનીસીપલ કોર્પોરેશન નુ કામ છે.આવા ખોટા અભિગમને લીધેજ આપણે,આપણને પોતાને હેરાન કરીયે છીએ. આ ગંદકીને લીધેજ મચ્છરો આપણુ લોહી પીવે છે અને મલેરિયા જેવી ખતરનાક બીમારી આપણને આપે છે.આપણે પોતે તકેદારી નથી રાખતા એટલેજ આ બધી પરેશાની થી પરેશાન થવુ પડે છે.જો આપણેજ આપણી જાતે સમજીને સ્વચ્છતા રાખી હોત તો આજે આપણે પણ સ્વસ્થ હોત .

આ GSTથી આપણને કોઇ ફાયદો નથી થવાનો,આપણો ધંધો ભાંગી પડવાનો.આપણો રુપિયો રોજ તુટે છે અને ડોલર રોજ મજબુત થતો જાય છે.શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામા મજા નથી હવે.આવા ખોટા વિચારો અને વાતો કરીયે છીએ. Tax તો આપણે પહેલા પણ ભરતા હતા.પણ ભરવા ખાતર ભરતા હતા.પુરે પુરો નહોતા ભરતા.થોડી ધણી Tax ચોરી કરતા હતા એટલે રુપિયા મળતા હતા.પણ આ GSTમા આ ચોરી કરવી મુશ્કેલ છે એટલે આપણે તેનો વિરોધ કરો હતો.ધર ચલાવા માટે રુપિયા જોઇએ એ રીતે દેશ ચલાવા માટે પણ રુપિયા જોઇએ.તો પછી આ સમયસર પુરેપુરો ટેક્સ ભરવો એ આપણી ફરજ છે આપણા દેશના વિકાસ માટે.

આ શુધ્ધ હવા વાતાવરણમા નથી રહી,દિવસે ને દિવસે ઝેરી વાયુનુ પ્રમાણ વાતાવરણમાં વધતુ જાય છે.એતો વધવાનુ છે,કેમ કે આપણે આપણા વ્હીકલની સર્વિસ સમયસર નથી કરાવતા, એટલે સાઇલેનશર આ ઝેરી વાયુ વધુને વધુ રોજ છોડે છે.આ ઈન્ડસ્ટ્રીમાં પેદા થતો ઝેરી વાયુ ને નિષ્ક્રિયકરણ કર્યા વગરજ વાતાવરણમાં છોડી દેવામા આવે છે.જેનો ભોગ આપણે બધા બનીયે છીએ.આ ઝેરી ગેસ નિષ્ક્રિયકરણ કર્યા વગર છોડવાનો નિર્ણય કરવા વાળા અને આ ખોટા નિર્ણયને સ્વીકારવા વાળા આપણેજ છીએ.આમા સરકાર શુ કરે આપણા માટે.

આપણા સપનાઓ,આપણુ કામ,આપણી જવાબદારીઓ આપણે સ્વનિર્ભર બનીનેજ પુરી કરવી પડે.સરકાર કોઇ પણ ની અંગત માંગણી પુરી ના કરી શકે.આપણો દેશ વિકાસ કરશે એ એક દમ સાચી વાત છે,પરંતુ તે કરવા માટે આપણે સૌથી પહેલા જાગૃત અને વિકસીત થવુ પડશે. ત્યારે પછી જ આપણો દેશ આગળ વધશે.વિકાસ કરશે.

લેખક :-ખોડીફાડ મેહુલ (ગુરુ)

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને દરરોજ આવી પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી