ખુબ જ પૈસા કમાવા માંગો છો? વાંચો સ્ટીવજોબ્સ શું કહે છે તેમના સંઘર્ષ વિષે…

સ્ટીવજોબ્સ આ વ્યક્તિ ને આજે કોણ નથી ઓળખતું?? અમુક જ હશે જે આ વ્યક્તિને નહિ જાણતું હોય. આજે અમે તમને સ્ટીવજોબ્સની એવી વાત કરવાના છે જેના કારણે જે લોકો તેમને જાણે છે એમને સ્ટીવજોબ્સ પ્રત્યે ખુબજ સન્માન થશે અને જે નથી જાણતા તે જાણી જશે.
સ્ટીવજોબ્સ એ એપલ કંપનીના સંસ્થાપક હતા. વ્યાપાર જગતના ટોચ ના વ્યક્તિઓમાં તેમનું નામ લેવામાં આવે છે. જે વ્યક્તિ પોતાનો બિઝનેસ કરવા માંગતો હોય એ પણ સ્ટીવજોબ્સના બતાવેલા માર્ગ પર ચાલે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. એપલ કંપનીની સફળતા પાછળ તેમનું બહુ મોટું યોગદાન રહેલું છે. તેમણે પોતાની કંપનીનો પાયો પેહલાથી જ મજબુત કર્યો હતો. આ વ્યક્તિ ૦૫ ઓક્ટોબર ૨૦૧૧માં મૃત્યુ પામ્યા હતા. આજે અમે તમને જણાવીશું કે સ્ટીવજોબ્સ પોતાની અંતિમ ક્ષણોમાં કેવું અનુભવતા હતા અને તેમણે લોકોને શું સલાહ આપી.

તમને એમ થતું હશે કે આટલી સફળતા પામ્યા પછી વ્યક્તિને પોતાના મૃત્યુ સમયે કેવો ગર્વ થતો હશે.. પણ ના મિત્રો એવું નથી સ્ટીવજોબ્સે પોતાના અંતિમ સમયમાં પોતાના પત્રમાં જે જણાવ્યું તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. અને તમારો જીવન પ્રત્યેનો મત બદલાઈ જશે. તે પત્રને કારણે તમારી આંખો પણ ભીની થઇ શકે છે.

તેઓ પોતાના પત્રમાં લખે છે કે..…..“એક સમય હતો જ્યારે હું વ્યાપાર જગતની ઊંચાઈઓને સાધી ચુક્યો હતો. લોકોની નજરમાં મારી જિંદગી સફળતાનો એક મોટો નમુનો બની ચુક્યો હતો. પરંતુ આજે હું પોતાને ખુબજ બીમાર અને આ પથારી પર પડેલો જોઇને હું કઈક અજીબ અનુભવું છુ. આખી જીંદગી મેં કડી મહેનત કરી, પરંતુ ક્યારેય મેં મને ખુશ કરવા કે મારા માટે સમય કાઢવાનું જરૂરી સમજ્યો નહિ.

જયારે મને સફળતા મળી ત્યારે મને ખુબ ગર્વનો અનુભવ થયો, પરંતુ આજે મોતની આટલી નજીક પહોચીને તે બધી ઉપલબ્ધિયો ફીકી લાગે છે. આજે આ અંધારામાં, હું મશીનોની વચ્ચે ઘેરાયેલો છુ. હું મૃત્યુના દેવતાને ખુબ નજીક અનુભવી શકું છુ.

આજે મનમાં એક જ વાત આવે છે કે માણસને જયારે એવું લાગે કે તેણે ભવિષ્ય માટે પર્યાપ્ત કમાણી કરી લીધી છે, તો તેણે પોતાના માટે સમય કાઢવો જોઈએ. અને પૈસા કમાવવાની ઈચ્છા ન રાખતા, પોતાની ખુશી માટે જીવવાનું શરુ કરી દેવું જોઈએ.

પોતાની કોઈ જૂની ઈચ્છા પૂરી કરવી જોઈએ. બાળપણનો કોઈ અધુરો શૌખ, જવાનીની કોઈ ઈચ્છા અથવા કઈપણ એવું જે દિલને શાંતિ આપી શકે. કોઈ એવા જોડે સમય વિતાવો જેને તમે ખુશી દઈ શકો અને બદલામાં તેનાથી પણ તેજ પ્રાપ્ત કરી શકો. કારણ કે જે પૈસા મેં આખી જીંદગી કમાયા તે સાથે લઈને હું જઈ નથી શકવાનો.

જો હું કઈ લઈને જઈ શકું તો એ છે યાદો. આ યાદોજ તો આપણી “અમીરી” હોય છે, જેની મદદથી આપણને શુકુનની મોત મળી શકે છે. કારણકે આ યાદો અને તેની સાથે જોડાયેલ પ્રેમજ એવી વસ્તુ છે જે મિલોની મુસાફરી કરીને પણ તમારી સાથે આવી શકે છે. તેને તમે જ્યાં ઈચ્છો ત્યાં લઇ જઈ શકો છો. જેટલી ઊંચાઇ પર ઈચ્છો ત્યાં તમારો સાથ આપશે. કારણકે આના પર માત્ર તમારો હક છે.

જીવનના આ વણાંક પર આવીને હું ઘણું બધું અનુભવી શકતો હતો. જીવનમાં જો કોઈ સૌથી મોંઘી વસ્તુ છે તો તે કદાચ “ડેથબેડ” જ છે. કારણ કે તમે પૈસા ફેંકીને કોઈને પોતાનો ડ્રાઈવર બનાવી શકો છો. જેટલા મરજી નોકર–ચાકર પોતાની સેવા માટે રાખી શકો છો. પરંતુ આ ડેથબેડ પર આવ્યા બાદ કોઈ તમને પ્રેમ કરે, તમારી સેવા કરે, આ વસ્તુ તમે પૈસાથી ખરીદી શકતા નથી.

આજે હું આ કહી શકું છુ કે આપણે જીવનના ગમે તે વણાંક પર કેમ ન હોઈએ, તેણે અંત સુધી સુંદર બનાવી રાખવા માટે લોકોની જરૂર પડે છે. પૈસા આપણ ને બધું નથી આપી શકતા.

મારી વિનંતી છે તમને બધાને કે પરિવારને પ્રેમ કરો, તેમની જોડે સમય વિતાવો, આ અમૂલ્ય ખજાના નો બગાડ ન કરો. પોતાને પણ પ્રેમ કરો.”
તો મિત્રો હમેશા પૈસાને મહત્વ આપવા કરતા તમારા મિત્રો, પરિવારજનો ને સમય આપો. પૈસા તો તમે ધારો ત્યારે કમાઈ શકો છો પણ એક વાર તમારા બાળકનું બાળપણ, તમારી જવાની, તમારી પરિવારની ખુશી અને તમારા સબંધો જો નહિ હોય તો તમે કશું કરી શકશો નહિ માટે હમેશા તમારા પોતાના માટે પણ સમય ફાળવો અને જલસાથી જીવો…

અમારી બધીજ પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ જલ્સા કરોને જેન્તીલાલ…..

ટીપ્પણી