શીખો ટીફીન બોક્ષ માટે ના બેસ્ટ ૫ પરોઠા !!!! Lunch Box Special !!

લીલવાના પરાઠા (Lilva Paratha)

સામગ્રી:-

* પરાઠાનો લોટ ( ધંઉનો )
* ૧ કપ લીલવા (તુવેરના દાણા) ક્રશ કરેલા
* ૧ ટી.સ્પૂન તલ
* ૨ ટે.સ્પૂન આદુ – મરચાની પેસ્ટ
* ૧/૪ ટી.સ્પૂન હળદર
* ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
* ૧ ટી.સ્પૂન લાલ મરચું
* ૧ ટી.સ્પૂન ખાંડ
* મીઠું સ્વાદ મુજબ
* ૧ ટે.સ્પૂન ચોપ કોથમીર
* ૧ બાફેલુ બટાકુ
* પરાઠા શેકવા ધી અથવા તેલ

રીત :-

– એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરવુ . તેલ ગરમ થાય એટલે ક્રશ કરેલા લીલવા નાખી સાતળવા જ્યાં સુધી લીલવા ચઢીજાય ત્યાં સુધી .
– લીલવા ચઢી જાય પછી તેમાં બધા મસાલા અને બટાકુ, કોથમીર નાખી મિકસ કરી ૧ મિનિટ સાતળો.
– પૂરણ થોડુ ઠંડુ થાય એટલે લોટ માથી લુઓ લઈ પૂરી વણી તેમા પૂરણ ની ૨ ચમચી ભરી પરાઠા વણી ધી થી શેકી લેવા.
– આ પરાઠાને ટામેટા સૂપ સાથે સરસ લાગે છે.

* નોધં
– જે લોકોને કોલેસ્ટોલ નો પ્રોબલેમ છે અને લીલવાની કચોરી ન ખાઈશકે તેઓ માટે આ ઉતમ ઓપશન છે .
– આજ પૂરણ માથી કચોરી પણ થાય.
– ધંઉ ના લોટ માં થોડો મેદો પણ મિકસ કરી પરાઠાનો લોટ તૈયાર કરી શકાય છે.

રસોઈની રાણી: કાજલ શેઠ ( મોડાસા )

ગોબીના પરાઠા (Gobi Paratha)
સામગ્રી:-

* એક કપ ઞીણેલ ગોબી
* એક નાનુ બાફેલુ બટાકુ
* એક બારીક સમારેલુ લીલુ મરચુ
* બે નાની બારીક સમારેલી ડુગળી
* 2 ચમચી લાલ મરચું
* 1 ચમચી ધાણાજીરુ
* 1/4 ચમચી હળદર
* 1/2 ચમચી આમચુર પાવડર
* કોથમીર
* પરાઠા નો લોટ
* મીઠુ સ્વાદ મુજબ
* તેલ પૂરણ અને પરાઠા માટે.
* સવૅ કરવા મસાલા દહી , તીખી ચટણી , સોસ .

રીત :-

– એક પાન મા તેલ મુકી પહેલા ડુગળી સાતળવી પછી તેમા લીલુ મરચુ અને ગોબી નાખી બરાબર ચઢવા દેવુ.
– પૂરણ ચઢી જાય પછી બધા મસાલા કરી બરાહર મિકસ કરવુ અને છેલ્લે ટ
કોથમીર નાખી પૂરણ એક બાઉલ મા કાઢી ઠંડુ કરવુ.
– લોટ માથી એક લુવો લઈ પૂરી જેવુ વણી તેમા બે ચમચા જેટલુ પૂરણ ભરી તેને બરાબર બંધ કરી પરાઠો વણી લેવો.
– એ પરાઠા ને તવી ઉપર બને બાજુ તેલ અથવા ધી થી ક્રિસ્પિ શેકી લેવુ.
– પરાઠા ને દહી , ચટણી , સોસ સાથે સવૅ કરવુ.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

આલુ પરાઠા ( Aloo Paratha)

સામગ્રી –

250 ગ્રામ બટાકા,
લીલા મરચાં 2-3,
લસણ આદુ ની પેસ્ટ હાલ્ફ સ્પૂન
સમારેલી કોથમીર 1 સ્પૂન
ધાણાજીરું પાવડર હાલ્ફ સ્પૂન
લાલ મરચું એક ટી સ્પૂન
ગરમ મસાલો હાલ્ફ ટી સ્પૂન
જીરું અડધી ચમચી
એક લીંબુનો રસ
હાલ્ફ ટી સ્પૂન હળદર
સ્વાદમુજબ મીઠુ હિંગ ચપટી
તેલ જરૂર મુજબ તળવા માટે
મીઠુ સ્વાદમુજબ
લોટ બાંધવા માટે –

2 કપ ઘઉંનો લોટ
મીઠુ સ્વાદમુજબ તેલ 2 સ્પૂન

બનાવવાની રીત –

બટાકાને બાફીને છોલી લો. તેને મેસ કરી લો. એક પેન માં એક સ્પૂન તેલ લઇ હિંગ જીરું નાખી ,આદુ મરચાં લસણ પેસ્ટ નાખી સાંતળી લો .ત્યારબાદ મસાલા નાંખી .ગેસ ઓફ કરો.
-બટાકા નું મિશ્રણ વઘાર માં નાખી મિક્ષ કરો તેમા લીંબુ નો રસ અને સમારેલ કોથમીર નાખી લીંબુ જેવl ગોળ વlળી લો.
– હવે ઘઉના લોટમાં મીઠુ નાખીને મધ્યમ લોટ બાંધી લો. લોટ માથી એક લુવો લઈ પૂરી જેવુ વણી તેમા બે ચમચા જેટલુ પૂરણ ભરી તેને બરાબર બંધ કરી પરાઠો વણી લેવો.
– એ પરાઠા ને તવી ઉપર બને બાજુ તેલ અથવા ધી થી ક્રિસ્પિ શેકી લેવુ.
– આલુ પરાઠા ને દહી , ચટણી , સોસ સાથે સવૅ કરવુ.

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

કોરમા લચ્છા પરાઠા

કોરમા લચ્છા પરાઠા બનાવવા માટે જોઇશે.

પાઉડર બનાવવા માટે જોઇશે.

વરીયાળી 1/2 કપ
કોપરાનું છીણ 1 કપ
દાળીયાની દાળ 1 કપ
ખસખસ 1 ટી.સ્પૂન
તજ 1 નંગ
લવીંગ 3 નંગ

કોરમા બનાવવા માટે જોઈશે.

તેલ 1/2 ટી.સ્પૂન
રાઈ 1/2 ટી.સ્પૂન
હીંગ 1/2 ટી.સ્પૂન
લીમડાના પાન 3 થી 4
સમારેલી ડુંગળી 1/2 કપ
લાલ મરચું 1/2 ટી.સ્પૂન
ધાણાજીરું 1/2 ટી.સ્પૂન
ગરમ મસાલો 1/4 ટી.સ્પૂન
સમારેલા ટામેટા 1/2 કપ
બાફેલા મિકસ વેજીટેબલ 1/2 કપ
મીઠું સ્વાદ અનુસાર
મેંદાની કણક 1 બાઉલ

કોરમા લચ્છા પરાઠા બનાવવાની રીત.

સૌ પ્રથમ મિકસ્ચરમાં વરીયાળી, કોપરાનું છીણ, દાળીયાની દાળ,
ખસખસ, તજ, લવીંગ, ઉમેરી ક્રશ કરી લો. અને બાઉલ માં લઇ લો.

હવે, એક પેન માં તેલ, રાઇ, હીંગ, લીમડાના પાન,સમારેલી ડુંગળી, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, અને સમારેલા ટામેટા ઉમેરી સાંતળી લો.
પછી બોઇલ્ડ મિકસ વેજીટેબલ અને પાણી ઉમેરી થોડીવાર ચઢવા દો.

ત્યારબાદ બનાવેલો પાઉડર ઉમેરી થોડીવાર ચઢવા દો. હવે જરૂર મૂજબ પાણી
અને મીઠું ઉમેરી મિકસ કરી લો. હવે મેદાના લોટમાંથી પારાઠા વણી લો. પછી સ્ટ્રીપ કરી રોલ વાળી ફરીથી વણી લો. ત્યારબાદ પરાઠા ને પેનમાં શેકી પ્લેટમાં લઇ લો.

હવે સર્વીગ પ્લેટમાં પરાઠા મૂકી કોરમાં ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે. કોરમા લચ્છા પરાઠા

બાળકો ને ટીફીન બોક્ષ માં આપો આ સ્ટાર મૂન પરાઠા :

ટીપ્પણી