વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો મુંબઈ ખાતેનો વૈભવિ ફ્લેટ કંઈક આવો લાગે છે…

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ તાજેતરમાં જ પોતાના ફેન્સને પોતાના મુંબઈ ખાતેના નવા ઘરની એક ઝલક દેખાડી હતી. કોહલીએ પોતાના મુંબઈ ખાતેના ઘરની બાલકનીમાંથી દેખાતા મુંબઈના મહાકાય બિલ્ડિંગોની એક તસવીર પોસ્ટ કરી હતી.

આ ઘરની લગભગ કિંમત 35 કરોડ રૂપિયા છે.આ તસવીર વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. “જ્યારે તમારા ઘરમાંથી જ આટલો અદ્ભુત નઝારો જોવા મળતો હોય તો તમે બીજે ક્યાંય જવાનો વિચાર જ કેવી રીતે કરી શકો.’ કોહલીએ પોતાની પોસ્ટ પર લખ્યું હતું.29 વર્ષિય ક્રિકેટરે આ ઘર 35 કરોડ રૂપિયામાં ઓમકાર રિયલટર્સ પાસેથી ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ 7,171- સ્ક્વેર ફૂટ નો છે અને તે C ટાવરમાં આવેલો છે – આ કોમ્પ્લેક્ષમાં આ ટાવર સૌથી વધારે લાગ્ઝુરિયાસ ફ્લેટ્સ ધરાવે છે.
વર્લિ હાઇરાઇઝ સ્ટેટ ઓફ ધી આર્ટ ટાઇપની સગવડો તમને પૂરી પાડે છે જેમ કે ઇનડોર ટેનિસ કોર્ટ અને પેટ ક્લિનિક. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટના એક અહેવાલ પ્રમાણે, આ કોમ્પ્લેક્ષ “પેટ એનિમલ્સ માટે સ્પા ધરાવે છે તે ઉપરાંત ફિટનેસ અને સ્પોર્ટ્સની સુવિધાઓ પણ તેમાં છે, તેમાં એક સ્કાઇ ટેરેસ પણ આવેલું છે જેમાં કોમ્પ્લેકક્ષના સભ્યો પાર્ટી પણ હોસ્ટ કરી શકે છે અને બાળકો માટેની પણ એક અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે, જેમાં પૂલ, પ્લે એરિયા અને ઘોડિયા ઘરનો પણ સમાવેશ થાય છે.”
વિરાટ અને અનુષ્કાના આ ફ્લેટની વાત કરીએ તો તેમના ચારે ચાર બેડરૂમમાં વિશાળ બાલ્કનિઓ આપવામાં આવી છે. થોડા જ દિવસોમાં અનુષ્કા પોતાના વરસોવા સ્થિત બદ્રીનાથ ટાવર્સના પોતાના માતાપિતાના ફ્લેટને છોડી અહીં શિફ્ટ થવા જઈ રહી છે.
ધી ઓમકાર 1973ના ત્રણ નળાકાર ટાવર 70 માળ ધરાવે છે. તેઓ ફોર-બેડરૂમવાળા એપાર્ટમેન્ટ ધરાવે છે જેને તમે તેની વેબસાઇટ પર પણ જોઈ શકો છો. તેમાં કેટલીક વિશિષ્ટતાઓ પણ છે જેમ કે – 13 ફૂટની સિલિંગ હાઇટ જે ફ્લેટને ઓર વિશાળ બનાવે છે ઉપરાંત દરેક બેડરૂમમાં વિશાળ બાલકની અથવા ડેક્સ ફાળવવામાં આવ્યા છે.
વિરાટ અને અનુષ્કાના પાડોશીઓ પણ તેમના જાણીતા જ છે. ક્રિકેટર યુવરાજ સિંઘે પણ તે જ ટાવરમાં 29માં માળ પર વર્ષ 2013માં પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અલગ અલગ રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી