“સ્પીનેચ ટોમેટો કેરટ સૂપ” આજે જ બનાવો અને ગરમા ગરમ પીવો શિયાળામાં સારો લાગશે…

સ્પીનેચ ટોમેટો કેરટ સૂપ

સામગ્રી:

1 મોટો બાઉલ સમારેલી પાલક,
7-8 મિડીયમ લાલ ટમેટા,
2 ગાજર,
2 મિડીયમ ડુંગળી,
1 ચમચી બટર,
1 ચમચી તેલ,
1 તમાલપત્ર,
5-6 કલી લસણ,
5-6 મરી,
પાણી,
મીઠુ,
મરી પાઉડર,

રીત:

– સૌ પ્રથમ કુકરમાં તેલ અને બટર લઈ , તેમા તમાલપત્ર, લસણની કટકી, મરી ઉમેરી ડુંગળી, પાલક, ગાજર, ટમેટા અને મીઠુ અને 1/2 કપ પાણી ઉમેરી 1 સિટી કરી લેવી.(પેનમાં પણ બનાવવુ હોય તો, ઢાંકીને ચડવા દેવું)
– પછી કુકરમા જ બ્લેન્ડર ફેરવી ગાળી લેવું,જરૂર મુજબ પાણી ઉમેરવું.
– પછી પ્યૂરિને પેનમાં લઈ તેમા મરી પાઉડર, મીઠું અને ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાંસુધી ચડવા દેવું.
– સૂપ સર્વિંગ બાઉલમાં લઈ ક્રીમ વડે ગાર્નિશ કરવુ.
– તો તૈયાર છે હેલ્થી એવો સ્પીનેચ ટોમેટો કેરટ સૂપ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી