બાળકોને ખુબ ભાવશે અને તમે આ વાનગીની મદદથી બાળકોને પાલક પણ ખવડાવી શકશો… શેર કરો…

સ્પીનેચ તંદૂરી રોલ (Spinach tandoori roll)

સામગ્રી :

2 કપ ઘઉંનો લોટ,
1 કપ મેંદો,
1 કપ પાલક પ્યૂરિ,
2 કપ પનીર,
1 કાંદો,
1ટામેટું,
2 ટે સ્પૂન દહીં,
2 ટે સ્પૂન તંદૂરી પેસ્ટ (અથવા પંજાબી મસાલો),
1 ટી સ્પૂન કસૂરી મેથી,
1 ટી સ્પૂન ચાટ મસાલો,
1 ટી સ્પૂન જીરા પાવડર,
2-3 ટે સ્પૂન મેયોનેઝ,
તેલ,
મીઠું,

રીત :

-સૌ પ્રથમ બંને લોટ ભેગા કરીને તેમાં મીઠું અને તેલનુ મોયણ નાખીને મિક્ષ કરો.
-પાલક પ્યૂરિ તથા જરૂર મુજબ પાણી લઇને રોટલી જેવો લોટ બાંધીને તેને 10 મિનીટ રેસ્ટ આપો.
-ત્યાસુધી સ્ટફ રેડી કરશું.તેની માટે એક બાઉલમાં દહીં,તંદૂરી પેસ્ટ,જીરા પાવડર,ચાટ મસાલો,મીઠુ (જરૂર મુજબ)અને કસૂરી મેથી મિક્ષ કરીલો.
-દહીંના આ મિક્ષમાં પનીરના નાના પીસ મેરિનેટ કરવા 10-15 મિનીટ મુકીદો.
-ત્યાંસુધી તેયાર લોટ માંથી કાચી પાકી રોટલી વણીલો અને અધ કચરી શેકીને રાખો
-હવે એક કડાઇમાં તેલ મૂકીને તેમાં જીણા કાંદા અને ટમેટાને સાતળો.તેમાં મેરીનેટેડ પનીર એડ કરીલો.
-હવે તેયાર રોટલી પર મેયોનેઝ સ્પ્રેડ કરો અને વચ્ચે તંદૂરી પનીરનુ સ્ટફ મુકીને રોલ વાળીલો.
-સેન્ડવીચ ટોસ્ટર અથવા નોન સ્ટીક તવા પર ગોલ્ડન શેકીલો.
-આ રોલને તંદૂરી મેયો અને સલાડ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

શેર કરો આ નવીન વાનગી તમારા ફેસબુક પેજ ઉપર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી