કાઠિયાવાડી સ્પેશિયલ ઊંધીયુ, આજે જ ટ્રાય કરો ખુબ ટેસ્ટી છે

કાઠિયાવાડી સ્પેશિયલ ઊંધીયુ

કાઠિયાવાડ માં ઊંધીયાનો અનેરો જ મહત્વ છે. આમાં પણ શિયાળો હોય અને બધાં જ વેજીતબલ્સ એકદમ ફ્રેશ મળતા હોય તો મન થાઈ કે રોજ ઊંધીયુ બનાવીએ.

નાના મોટા સૌનુ માનપસંદીદુ ઊંધીયુ જે માં બધા વેજિટેબલ્સ નો ઉપયોગ થતો હોવાથી તેમાં થી બધા જ વેજીતબલ્સ ના વિટામીન મળી જાય છે એટલે સેહત માટે પણ ઊંધીયુ ખુબજ ઉપયોગી છે.

સામગ્રી:

શાકભાજી જેટલી વ્યક્તિઓ માટે ઊંધીયુ બનાવવું હોય એટલા લઇ શકીએ છે.

શાક બનાવવા માટે ની સામગ્રી:

બટેટા,
રીંગણાં,
કોબીજ,
વટાણા,
વાલ,
વલોર

મેથીની ગોટી બનાવવા માટેની સામગ્રી:

૧ વાડકો મેથી,
૨ ચમચી કોબી,
૧ વાડકો ચણાનો લોટ,
૨ ચમચી ઘઉં નો જાડો લોટ.

મસાલા: (સ્વાદ મુજબ)

ચપટી સાજી ના ફૂલ,
મરચું પાઉડર,
હળદલ,
ધાણાજીરું,
નમક,
ખાંડ,
ગરમ મસાલો,
લસણ ની પેસ્ટ.

ગાર્નિસીંગ માટે:

કોથમરી પાન.

રીત:

સૌપ્રથમ અપડે કાઠિયાવાડી ઊંધીયુ બનાવવા માટે ફ્રેશ શાકભાજી લાઈસુ એટલે જ તો ઊંધીયુ શિયાળા માં વધારે બને છે. શાકભાજી માં લાઈસુ બટેટા, રીંગણાં, વલોર, વાલ, વટાણા, અને કોબીજ.

મેથીની ગોટી બનાવવા માટે લાઈસુ મેથી, કોબીજ, ઘઉં નો લોટ અને ચણા નો લોટ.

હવે અકે મોટું બાઉલ લાઇ તેમાં મેથી, ચણા નો લોટ, ઘઉં નો લોટ અને કોબીજ લાઈસુ. હવે તેમાં મસાલા ઉમેરીસુ સ્વાદ મુજબ નમક, હળદલ, મરચું પાઉડર, ધાણાજીરું અને ખાંડ, અને જો લસણ જો લસણ ઉમેરતા હોય તો.
હવે બધું લાઇ પ્રોપર મિક્સ કરી લો જેથી લોટ અને મસાલા મિક્સ થઈ જાય

હવે બધા નો લોટ બાંધી લાઈસુ. લોટ કડક રાખવો જેથી તેની ગોટી વાળી શકીએ.

હવે જે લોટ બન્ધયો છે તેના નાના નાના ગોટા હાથ વડે વાડી લાઈસુ.

હવે એક પેન માં તેલ ગરમ કરી અને અપડે મેથી ની ગોટી તડી લાઈસુ. મેથી ની ગોટી બ્રાઉન થાય એટલી તાડી લેવી.

હવે કુકર માં તેલ ગરમ કરી તેમાં બધા શાકભાજી ધોઈ અને ઉમેરી દાઈસુ હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દાઈસુ અને ઉપર થી મસાલા ઉમેરીસુ નમક મરચું પાઉડર, હળદલ, ધાણાજીરું અને ગરમ મસાલો.

હવે તેમાં મેથી ની બનાવેલી ગોટી પણ ઉમેરીસુ. હવે કુકર બન્ડ કરી તેને ૧૦-૧૨ મિનીટ સુધી ચડવા દાઈસુ.

હવે અકે પેન માં કાઢી તેને એકદમ ઉકાળી લેવું. તો તૈયાર છે કાઢીયાવાડ ની સાન ઊંધીયુ

હવે ઊંધીયુ ને એક પ્લેટ માં કાઢી કોથમરી વડે ગાર્નીશ કરી સર્વ કરો.

નોંધ: ઊંધીયુ માં તમે તમારા ગમતા શાકભાજી ઉમેરી ને પણ બનાવી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી