આજે નવી રીતનો સોયા પુલાવ ટ્રાય કરીએ, જે સ્વાદમાં તો અફલાતુન છે ને સ્વાસ્થ્યવર્ધક પણ

સોયા પુલાવ

સાદો પુલાવ અને બિરયાની ખાઈ ને કંટાળી ગયા છો ?? ચાલો તો આજે નવી રીત નો સોયા પુલાવ ટ્રાય કરીએ, જે સ્વાદ માં તો અફલાતુન છે જ સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે.

સામગ્રી :

તેલ : ૨ ચમચી,
બટર : ૩ ચમચી,
તમાલપત્ર : ૨ નંગ,
લવીંગ : ૪-૫ નંગ,
મરી : ૪-૫ નંગ,
ઈલાયચી ના દાણા : ૬-૭ નંગ,
મીઠી લીમડી : ૪-૫ પત્તા,
લીલા મરચા : ૨ નંગ,
કાજુ : ૬-૭,
બાદમ : ૪-૫,
કીસમીસ : ૭-૮,
હિંગ : ૧/૨ ચમચી,
ડુંગળી : ૧ નંગ,
મશરૂમ : ૫૦ ગ્રામ,
મિક્ષ વેજીટેબલ : ૧૫૦ ગ્રામ (ફણસી. વટાણા, મકાઈ, ગાજર, પાપડી ના દાણા),
સોયાબીન ની વડી : ૫૦ ગ્રામ,
બાસમતી ચોખા : ૨ વાટકી,
પાણી : ૩ ૧/૨ વાટકી,
મીઠું : સ્વાદ અનુસાર,
હળદર : ૧/૨ ચમચી,
ધણાજીરું : ૧ ચમચી,
લાલ મરચું : ૧ ચમચી ,
બિરયાની મસાલો : ૧ ચમચી,
લીલા ધાણા : ૨૫ ગ્રામ,

રીત :

સૌ પ્રથમ કુકર માં ૨ ચમચી તેલ અને ૨ ચમચી બટર લો. તેલ અને બટર ગરમ થઇ જાય એટલે તેમાં લવીંગ, તમાલપત્ર, મરી, ઈલાયચી, કાજુ, બદામ, મીઠી લીમડી, લીલા મરચા, કીસમીસ નાખી ને બરાબર સેકો. ત્યાર બાદ તેમાં હીંગ નાખો.

મસાલો બરાબર ચઢી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી તથા મશરૂમ નાખી ૨-૩ મિનીટ ચડવા દો.

ડુંગળી સતડાઈ જાય પછી તેમાં મિક્ષ વેજીટેબલ નાખી ફરી થી ૨-૩ મિનીટ ચડવા દો. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી ફરી થી ૧-૨ મિનીટ ચડવા દો.

 

એક વાટકી માં સોયાબીન ની વડીઓ લો તેમાં પાણી નાખી ૧૦-૧૨ મિનીટ પલળવા દો. ૧૦-૧૨ મિનીટ બાદ વળીઓ માંથી પાણી નીતારી લો. હવે આ પલાળેલી વળીઓ ને કુકર માં નાખો અને એકાદ મિનીટ ચડવા દો.

હવે આ મિશ્રણ માં ધોયેલા ચોખા નાખો અને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તેમાં હળદર, મરચું, ધાણાજીરું, બિરયાની નો મસાલો નાખી બરાબર મિક્ષ કરો. મસાલો બરાબર ચડે એટલે તેમાં પાણી નાખો. હવે કુકર નું ધાકણું બંધ કરી ને ૩ સીટી થવા દો.

ત્રણ સીટી બાદ ગેસ ને બંધ કરી પુલાવ ને ૫-૧૦ મિનીટ સીજવા દો. ત્યારબાદ પુલાવ ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થી લીલા ધાણા અને બટર નાખી સર્વ કરો.

સ્વાદ થી ભરપુર અને હેલ્ધી એવો સોયા પુલાવ ને ઠંડા એવા દહીં ના રાઈતા સાથે ખાવા ની મઝા જ કઈ અલગ છે.

ફાયદા :

સદા પુલાવ અને બિરયાની કરતા કઈ અલગ નવીનતા લગતા ઘર ના સૌ કોઈ આ વાનગી હોસે હોસે ખાશે. પુલાવ ના બહાને નાના બાળકો મિક્ષ વેજીટેબલ ખાશે. ભૂલકાઓ ધણી વખત શાકભાજી ખાવા માં ઘણી આનાકાની કરતા હોઈ છે તો આ સમસ્યા નો ઉકેલ આ વાનગી દ્વારા આવી જશે.
સોયાબીન પ્રોટીન થી ભરપુર હોઈ છે એટલે જે કોઈ ખાસે તેને ભરપુર માત્રા માં પ્રોટીન નો સ્ત્રોત મળશે.
સોયા પુલાવ ના બહાને સુકામેવા પણ ખાવા મળશે જે શરીર માટે ખુબ જ ગુણકારી છે.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી