Wow…હવે ટ્રાય કરજો આ નવા પ્રકાર નો હાંડવો “સુજી નો હાંડવો”

સામગ્રી :

1 કપ સૂજી (રવો )
1 કપ દૂધી (છીણેલી )
1/4 કપ બેસન
1/2 કપ દહી
1 સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
1/4 સ્પૂન હલદર
1 સ્પૂન ધાણાજીરું પાવડર
1/2 સ્પૂન મરચું
1 સ્પૂન ખાંડ
2 સ્પૂન તેલ
મીઠુ જરૂર મુજબ
પાણી જરૂર મુજબ
ઈનો અથવા સોડા

વઘાર માટે સામગ્રી :

3 સ્પૂન તેલ
1/2 સ્પૂન રાઇ
1 સ્પૂન તલ
1/4 સ્પૂન હીંગ
લીમડી
લાલ સૂકા મરચા

રીત :

એક બાઉલ મા સૂજી લઈ તેમા દૂધી ,બેસન ,દહી ,આદુ મરચા ની પેસ્ટ ,તેલ ,મીઠુ ,હલદર ,ધાણાજીરું ,મરચું ,ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી થિક ખીરું બનાવવુ.

30 મિનિટ સુધી ખીરા ને રેસ્ટ આપવો.

નોનસ્ટિક પેન મા તેલ ગરમ કરી રાઇ ,હીંગ ,લીમડી ,સૂકા મરચા અને તલ ઉમેરવા.અને ખીરા મા ઈનો કે સોડા ઉમેરી મિક્ષ કરી પેન મા રેડવું.

ઉપરથી તલ સ્પ્રિંક્લ કરવા.અને ઢાંકીને 15 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દેવુ.અને પછી બીજી સાઇડ પલટી ફરીથી 10મિનિટ કૂક કરવુ.ગૅસ બંધ કર્યા પછી 10મિનિટ ઢાંકી ને રાખવો.

નોંધ : લો ફ્લેમ પર જ કૂક કરવું.અને ચપ્પુ નાખી ચેક કરવું.હાંડવો કુકર મા પણ બનાવી શકાય.દૂધી ના બદલે ભાજી કે ગાજર ,વટાણા કોઈ પણ વેજિટેબલ્સ લઈ શકાય.

રસોઈની રાણી : નિધિ શુકલ (વલસાડ )

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block