સોનાક્ષીએ રેડ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર થઈ

સોનાક્ષીએ રેડ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

બોલવૂડમાં અન્ય અભિનેત્રી કરતા સોનાક્ષી સિન્હાની ઈમેજ ઘણી અલગ છે. સોનાક્ષી સિંહા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટાઓ, વિડિયોઝ શેર કરતી હોય છે. સોનાક્ષીનું ફિલ્મ સિલેક્શન, ક્લોથ, ગોસિપ્સ વગેરે બાકી એક્ટ્રેસ જેવું બોલ્ડ નથી હોતું. તેની ભાષા પણ ઘણી લગામવાળી જોવા મળે છે. પરંતુ ઘણી વખત સ્ટાર્સ લોકો અજાણતા એવી ભૂલ કરી બેસતા હોય છે જેા કારણે તેઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવું જ કંઈ આ વખત સોનાક્ષી સિન્હા સાથે થયું છે. બોલિવૂડમાં ચાલવા માટે બોલ્ડનેસ જરુરી છે તેમાં કોઈ બેમત નથી, કોઈ પણ એક્ટ્રેસ હોય તેમના સિલેક્શનમાં અમુક બાબતો એવી હોય છે જે તેમના ફેન્સ અને ઈન્ડસ્ટ્રી સાથે પોતાનું જોડાણ અકબંધ રાખે છે.

જોકે, સોનાક્ષી એવી એક્ટ્રેસ છે કે તેણે આ દિશામાં ક્યારેય પહલું ભરવું નથી પડ્યું. તેની સિમ્પલ ઈમેજથી જ તેના ફેન્સ ઘણાં ખુશ છે. તેના ફેન્સ તેને વેસ્ટર ક્લોથ કરતા સાડીમાં જોવી વધારે પસંદ કરે છે. સોનાક્ષી આ તસવીરમાં એકદમ બ્યુટિફિલ લાગી રહી છે પણ કેટલાક ફેન્સને તે પસંદ ન પડ્યું, ગમે તેટલું સારું કામ કરતો કેટલાકને તે પસંદ નથી જ પડતું સોનાક્ષી સાથે પણ આવું બન્યું, સેલિબ્રિટિઝ પોતાના ફેન્સ માટે અલગ-અલગ મૂડ અને ફેશન સાથેના ફોટોગ્રાફ્સ શેર કરે છે આવું જ સાહસ સોનાક્ષીએ કર્યું પણ તેને તે ભારે પડ્યું. હાલમાં જ તેણે એક તસવીર મુકી જેના કારણે તે ટ્રોલ થઇ છે.સોનાક્ષીએ રેડ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં એક સાઈડ પ્રોફાઈલ ફોટોગ્રાફ શેર કર્યો. આ ફોટોગ્રાફમાં સોનાક્ષી હોટ અને બોલ્ડ લાગી રહી છે પણ ફેન્સને તે પસંદ ન પડ્યું. સોનાક્ષીએ બોલ્ડ તસવીર શેર કરી અને તેના ફેન્સેને આટલો બધો ગુસ્સો આવી ગયો.વાસ્તવમાં સોનાક્ષીએ મંગળવારે જે ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો,તેમાં તેેણે રેડ કલરનો ચુસ્ત પોશાક પહેર્યો છે. આ તસવીર જુલાઇની હોવાનું તેણે પોસ્ટ કર્યું હતું. આ ફોટામાં સોનાક્ષી સુંદર તો દીસી રહી છે પરંતુ તેનો પોશાક વધુ પડતો ચુસ્ત હોવાથી ઘણા યુઝર્સને પસંદ પડયો નથી. કોઇએ તો તારા સંસ્કાર ક્યાં ગયા તેવા સવાલો પુંછ્યા હતાં. તો વળી એક યુઝરે તો સોનાક્ષી તું આ પોશાકમાં બહુ ગંદી દેખાય છે તેમ સુદ્ધાં પોસ્ટ કર્યું છે. એક યુઝરે સોનાક્ષીને ટાર્ગેટ કરતા લખ્યું કે, મેમ તમારા સંસ્કાર ક્યાં ગયા ” તો બીજાએ લખ્યું, ‘નકલી સોના છે. અન્ય યુઝર્સે લખ્યું ‘સો ચીપ’ લખીને સોનાક્ષીની ટીકા કરી છે તો નકલી સોના પણ ગણાવી કહ્યું, પરંતુ સોનાક્ષીના કેટલાક ફેન્સને આ બોલ્ડ તસવીર ખૂબજ પસંદ આવી રહી છે. કેટલાક યુઝર્સે તો એવું પણ લખ્યું કે સોનાક્ષી તારે આમ કરાવાની કોઈ જરુર નહોતી તું જેવી છે તેવી જ સારી લાગે છે.

સોનાક્ષીની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા તેની ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુનોર્ક’ રીલીઝ થઇ હતી જે સુપરફ્લોપ સાબિત થઇ. તમને જણાવી દઈએ કે આગામી સમયમાં સોનાક્ષીની ફિલ્મ‘રેસ 3’આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ સોનાક્ષી આ ફિલ્મમાં સાકિબની પ્રેમિકા તરીકે દેખાવાની છે. કહેવાય છે કે સોનાક્ષી રેસ-3ના સિક્વન્સનું શૂટિંગ એપ્રિલમાં કરવાની છે.‘રેસ 3’ આ વર્ષે ઈદના તહેવાર પર રિલીઝ થવાની છે. સોનાક્ષી અને સલમાન સિવાય આ ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિસ, બોબી દેઓલ, અનિલ કપૂર, ડેઝી શાહ જેવા સટાર્સ જોવા મળશે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી