લગ્નજીવનમાં આવેલા અવરોધોને દૂર કરવા છે, તો કરો આટલું…….

તમે પ્રેમ સંબંધમાં હોવ કે લગ્ન સંબંધમાં હોવ તે સંબંધને ટકાવી રાખવાની જવાબદારી બન્ને પાત્રની સરખી હોય છે. એકબીજા પરનો વિશ્વાસ અને નિઃસ્વાર્થ પ્રેમ જ તમારા જીવનને સુખી બનાવી શકે છે. પણ બધી જગ્યાએ સ્થિતિ સમાન નથી હોતી કેટલાક લોકો કોઈ પણ કારણ વગર સુખી લગ્ન જીવન નથી પામી શકતા. તેમના લગ્નમાં સતત અવરોધ આવ્યા કરે છે. આવા નિષ્ફળ સંબંધો પાછળ ક્યારેક મોટા કારણો જવાબદાર હોય છે તો ક્યારેક નાના તો ક્યારેક કોઈ જ કારણ જ નથી હોતું. આપણે જીવનને લગતાં અન્ય પ્રશ્નો માટે પણ જ્યોતિષ શાસ્ત્રનો સહારો લઈએ છીએ અને આ સમસ્યાના ઉકેલ પણ જ્યોતિષ શાસ્ત્રમાં રહેલા છે. તો જાણીએ કેટલાક ટૂચકા જે તમારા લગ્નજીવનને સફળ બનાવી દેશે

લગ્નને નડતાં વિઘ્નો:

દર સોમવારે શિવાલય જઈ શિવલિંગ પર કાળાતલ ભેળવેલા દૂધનો અભિષેક કરવો.

રોજ સવારે સૂર્યને તાંબાના લોટામાંથી જળ ચડાવવું અને સુર્યમંત્રનો જાપ કરવો

ગુરુવારે ઉપવાસ કરવો તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું.

પ્રેમથી ભરપૂર લગ્નજીવન માટે:

લગ્નમાં પ્રેમ લાવવા માટે દર બુધવારે કેળના પાનમાં પોતાન પતિનું નામ લખી ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. આ ઉપરાંત બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ થાય છે.

લાલ કપડામાં ચંદનથી ત્રિકોણ દોરવો અને તેમાં પતિનું નામ લખવું. આ લાલ કપડાંને સાંચવીને વ્યવસ્થિત મુકી દેવું.

દર સોમવારે શિવલિંગ પર અભિષેક કરવો તેના માટે તાંબાના લોટામાં પાણી ઉપરાંત આખી હળદર અને ચોખા ઉમેરવા.

પંડિતની સલાહથી શુક્રના નંગવાળી વિંટી ધારણ કરવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો અને ઉપયોગી થાવ તમારા મિત્રોને, વધુ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી