માર્બલ સાફ કરવા માટે.. કેટલીક તકલીફ પડતી હોય છે ત્યારે અજમાવી જુઓ..

આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ બદલાઇ ગઇ છે. દરેક લોકો ઇચ્છે છે કે તેમનુ ઘર સુંદર હોવું જોઇએ. ઘણાં લોકોએ તેમના ઘરમાં સુંદર માર્બલ પણ લગાવી રાખ્યા છે. માર્બલ લગાવેવુ ઘર સારુ તો લાગે છે. પરંતુ તેની યોગ્ય રીતે સફાઇ ન કરવાના કારણે તે ગંદુ લાગે છે. તમારા ઘરમાં માર્બલ છે અને તમે યોગ્ય રીતે સફાઇ નથી કરી રહ્યા છો તો થોડાક ઉપાય છે જેનાથી તમે સહેલાઇથી સફાઇ કરી શકશો. તમારુ ઘર કાચની જેમ ચમકવા લાગશે.

1 માર્બલની સફાઇ કરવા માટે પીએચ નેચરલ કે પછી જેંટલ ક્લીનરથી સફાઇ કરી શકો છો. ત્યારે ખરાબ ક્વોલિટીના ક્લીનરથી સફાઇ કરવાથી માર્બલ પર નિશાન પડવાનું શરૂ થઇ જાય છે.

2 માર્બલ પર કઇ વસ્તુ પડવાથી તેની પર ડાઘ પડી જાય છે. જેનાથી માર્બલની રંગત ખરાબ થઇ જાય છે. તેને સાફ કરવા માટે એમોનિયા યુક્ત હાઇડ્રોજન પેરોક્સાઇડથી તેની સફાઇ કરો.

3 માર્બલ પર તેલ, ફર્નિચર ખસેડવાથી પણ ડાઘ પડી જાય છે. આવા કોઇપણ ડાઘ જોવા મળે તો તેણે તરત જ સાફ કરો. નહીંતર ફ્લોર પરની ચમક ખરાબ થઇ જાય છે.

4 માર્બલના ફ્લોરને સાફ કરવા માટે ટેરી ક્લોથનો ઉપયોગ કરવો જોઇએ. વધારે ગરમ પાણીની જગ્યાએ નવશેકા પાણીનો ઉપયોગ કરો. કોઇ કારણ વગર ફ્લોર પર કઇ વસ્તુ ઘસેડવી જોઇએ નહી. તેના પર ફક્ત ક્લીનરનો જ ઉપયોગ કરો. ટાઇલ્સ ક્લીનરથી ફ્લોર રફ થઇ જાય છે.

સૌજન્ય : સંદેશ

શેર કરો આ ઉપયોગી ટીપ્સ તમારી દરેક મિત્રો સાથે..

ટીપ્પણી