“સોશ્યલ મીડિયા ડે” નિમિત્તે – Must Read for Parents – સોશ્યલ મીડિયાથી સંતાનોને થતા ફાયદા-ગેરફાયદા

? આજનો દિવસ :-

સોશ્યલ મીડિયા ડે
આજે સોશ્યલ મીડિયા દિવસ છે, આ દિવસની શરુઆત 2010 થી કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા એ ટાઇમપાસનુ સાધન ખરી પણ સાથે સાથે નૈતિક જવાબદારી પણ છે. આજકાલ તો જાણે ખોટી અફવા ફેલાવવાનુ માધ્યમ બની ગયુ છે. સામાન્ય મજાક પણ કયારેક ગંભીર રુપ ધારણ કરે છે. જે વાત કદાચ આજની યુવાપેઢી અનુભવ વગર નહી સમજી શકે.

? થોડુ વધારે પણ અગત્યનુ

આપણા બાળકો પર સોશ્યલ મીડિયા ની અસરો
જોઇને નહિ સમજીને અનુકરણ કરવાનું આપણા બાળકોને શીખવાડીએ
૨૧ મી સદી ની સૌથી વધારે વપરાતી અને ચર્ચાતી શોધ એટલે ટેલીવિઝન. ટેલીવિઝન , ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા એ માણસો ના જીવન માં અને અંગત જીવન માં દખલ દેવાનું શરુ કર્યું છે.

જે માતા-પિતા પોતાનાં બાળકોનાં ટીવી જોવા પર નિયંત્રણ રાખીને સ્ક્રીનટાઇમનું મોનિટરિંગ કરે છે તે બાળકો ઓછાં આક્રમક હોય છે, તેનું કારણ એ છે કે તેમનાં બાળકો ટીવી પરની હિંસા ઓછી જુએ છેજે બાળકો ટીવી ને કમ્પ્યૂટર સ્ક્રીન પર ઓછો સમય પસાર કરે છે તેઓ વધુ પાતળાં હોય છે. શાળામાં સારો દેખાવ કરે છે અને તેમનું વર્તન વધુ શિષ્ટ હોય છે એવું નવા અભ્યાસ દ્વારા જાહેર થયું છે. સંશોધકોને જણાયું છે કે જે માતા-પિતા પોતાનાં બાળકોનાં ટીવી જોવાના સમય, વીડિયોગેમ્સ રમવાનો સમય અને ઓનલાઇન સમયનું મોનિટરિંગ કરે છે તે બાળકોને વધુ સારી ઊંઘ આવે છે, શાળામાં તેમનું પરિણામ સારું હોય છે અને બાળકો સાથેનું તેમનું વર્તન સારું હોય છે

અમેરિકા માં થયેલા કેઈઝર ફેમીલી ફાઉનડેસન દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણ અનુસાર દર પાંચ બાળકો માંથી ચાર બાળકો (૮૦%) પાસે મોબાઈલ અથવા ઈન્ટરનેટ સાથે લેપટોપ ઉપલબ્ધ છે અહી આ બાળકો પ્રતિ દિન ૬ કલાક અને ૨૧ મિનીટ તેની પાછળ બગાડે છે ( ઊંઘવા પાછળ આપતા સમય પછી કોઈ પણ પ્રવૃત્તિ માં આપતા સમય કરતા આ સમય વધારે હોય છે ) ભારત માં પ્રતિ દિન આ રેશીઓ ૨ થી ૩ કલાક નો છે

જામા નેટવર્ક જર્નલ્સમાં પ્રસિદ્ધ થયેલા નવા અભ્યાસમાં આઇઓવા અને મિન્નેસટામાં બે સમુદાયનાં ૧,૩૦૦ કરતાં વધુ શાળાનાં બાળકોને આવરી લેવામાં આવ્યાં હતાં. આ બાળકોના ડેટા મેદસ્વિતાનિવારણ કાર્યક્રમ હેઠળ એકત્ર કરવામાં આવ્યાં હતાં. આઇઓવા સ્ટેટ યુનિર્વિસટીના ડો. ડગ્લાસ જેન્ટાઇલે જણાવ્યું હતું કે ઓછું ટીવી જોતાં બાળકોને ઊંઘ સારી આવે છે અને વધુ ઊંઘને ઓછા બોડીમાસ ઇન્ડેક્સ સાથે કનેક્શન છે. આ અભ્યાસના મુખ્ય લેખકે ઉમેર્યું હતું કે બાળકોના ડોક્ટરો, ફેમિલી પ્રેક્ટિશનર્સ, નર્સો, અન્ય સ્વાસ્થ્ય સેવાના વ્યવસાય સાથે સંકળાયેલાં લોકો માતા-પિતાને તેમનાં બાળકોની મીડિયા સાથેની સામેલગીરીનું મોનિટરિંગ કરવા પ્રોત્સાહિત કરે છે તેઓ અપેક્ષા કરતાં વધુ તંદુરસ્ત વર્તણૂક પ્રેરિત કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. ઓરેગોન સોશિયલ ર્લિંનગ સેન્ટર, યુજીનના સંશોધકો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે.

ટેલીવિઝન પર મર્ડર રહસ્ય કથા ના પિક્ચર, હિંસા થી ભરપુર સોપ ઓપેરા અને વાસ્તવિકતા ના નામે દેખાડતી હિંસા જોતા બાળકો માં ડર, તનાવ, ઊંઘ માં ખરાબ અને ભયાનક સપના આવે છે અને તેના કારણે તેમની માનસિક હાલત બગડે છે તેવું ભારત માં થયેલા એક સર્વેક્ષણ માં નોંધાયું છે વધારે ટેલીવિઝન જોતા બાળકો માં આપઘાત નું વધારે પ્રમાણ હોવાનું પણ નોંધાયું છે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ જેવાં શહેરોમાં ૧૦૦૦ વાલીઓ અને ૨૦૦૦ બાળકોનો કરવામાં આવેલ એક સર્વે અનુસાર બાળકો સપ્તાહમાં ૧૬ કલાક ટી.વી. પાછળ બગાડે છે.તેમનામાં આક્રમકતા વધતી જાય છે; પરિવારની નિકટતા ઘટતી જાય છે. અને તેમના સ્વભાવમાં વિકૃતિઓ આવે છે હોફ ના ૨૦૧૦ ના સંસોધન અનુસાર હોરર અને હિંસા થી ભરપુર પિક્ચર જોતા આપણા બાળકો ઇલેક્ટ્રોનિક ગેમ્સ ની પસંદગી વખતે હિંસક અને ખતરનાક ગેમ્સ ની પસંદગી કરે છે જે તેમની હિંસકતા માં વધારો કરે છે જે તેમને કારકિર્દી ની પસંદગી અને સામાજિક જીવન ના નિર્ણયો વખતે ખુબજ નુકસાન કરે છે

ફેસબુક, વીડિયોગેમ, મોબાઈલ અને ટીવીના વધતા ઉપયોગને કારણે વધી રહેલી સ્થૂળ જીવનશૈલી માત્ર યુવાનો નહીં પરંતુ બાળકોમાં પણ બીમારીઓ પેદા કરે છે. વૃદ્ધોમાં થતી ઘૂંટણની આર્થરાઈટિસ અને કમરદર્દ જેવી બીમારીઓ યુવાનોની સાથે સાથે બાળકોને પણ થઈ રહી છે. થોડા સમય પહેલાં આ બીમારીઓ ૬૦ વર્ષની ઉંમર બાદ થતી હતી. આપ આ પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી માહિતીસભર પોસ્ટ્સ નિયમિત વાંચવા હમણાં જ અમારું ફેસબુક પેજ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ઓર્થોપેડિક સર્જનોનું કહેવું છે કે આજે સ્થૂળ જીવનશૈલી અને મોડી રાત સુધી ખોટી રીતે બેસવાને લીધે તેમજ ફાસ્ટફૂડના વધતા ચલણના કારણે આર્થરાઇટિસ જેવી હાડકાંની બીમારીઓ વધી રહી છે. આ સમસ્યાઓ હવે બાળકોમાં પણ થવાં લાગી છે. યુવાનો પણ તેનો ભોગ બની રહ્યાં છે.
એમ્સના ટ્રોમા સેન્ટર તથા ઇમર્જન્સી સેવાના પ્રમુખ રહી ચૂકેલા પ્રોફેસર સૂર્યભાન કહે છે કે આજે બાળકો અને યુવાનો ખોટી રીતે બેસીને ટીવી જોયા કરે છે તેમજ મોબાઈલ અને લેપટોપ પર ચેટિંગ કરતાં હોય છે અથવા તો વીડિયોગેમ્સ રમતાં હોય છે. જેના કારણે ઘૂંટણ તેમજ અન્ય સાંધા પર દબાણ આવે છે અને તેના લીધે ઘૂંટણ, કમર અને અન્ય સાંધાના દુખાવા થાય છે. પહેલાં બાળકો આઉટડોર ગેમ્સમાં વ્યસ્ત રહેતા આજે તેનું સ્થાન ઇન્ડોરગેમ્સે લીધું છે. તેના કારણે આવી બીમારીઓ વધી ગઈ છે.

કિશોરાવસ્થા માં શરુ કરવા માં આવતા ધુમ્રપાન ને અને મીડિયા પર આવતી ધુમ્રપાન ની જાહેરાતો કે ટેસ થી સિગરેટ ના કસ લેતો અભિનેતા ની કુમળા મન પરની છાપ ને ગાઢ સંબંધ છે ભારત માં સિગારેટ પીનારા લોકો માં થી ૫૦ ટકા થી વધારે લોકો સિનેમા ( ફિલ્મો ના આવતા દ્રશ્યો ) થી પ્રભાવિત થઇ ને સિગરેટ પિવા નું શરુ કર્યા નું સંસોધન માં સાબિત થયું છે

ભારતીય પરંપરા અનુસાર હિંદુ ધર્મ શાસ્ત્ર અનુસાર પ્રથમ મહાગ્રંથ મહાભારત મહર્ષિ વેદવ્યાસે લખાવ્યો હતો અને ગણપતિજીએ લખ્યો હતો. જેમાં એવી શરત હતી કે વેદવ્યાસજી એ ગણપતિજી લખી સકે ત્યાં સુધી લખાવવું અને ગણપતિજીએ સમજાય ત્યાં સુધી લખવું .. સમજ્યા વિના જોઈ ને અનુકરણ કરતા આપણા બાળકો અને તેમને અનુકરણ કરતા જોઈ પોરસાતા વાલીઓ માટે આ ખતરા ની ઘંટી છે.

 

? સોશ્યલ મીડિયા

આ સોશ્યલ મીડિયા એ તો જબરું કર્યું,
એના બે દીકરા
વાટસ એપ અને ફેસબુક એ તો ખરું તોફાન મચાવ્યું .
જુના મિત્રો સર્ચ કર્યા
ને એમાં એક જૂનો યાદગાર ફોટો નજરે પડ્યો
ડરતા ડરતા કર્યો મેસેજ ને પાસવર્ડ મોબાઈલ માં રાખવો પડ્યો.
એક ટીક થઈને બીજી ટીક થતા તો રાત પડી ગઈ
હવે ક્યારે બ્લુ થાય એની રાહમાં
બે રાત ઉજાગરામાં પસાર થઇ ગઈ.
પહેલા તો એક આંટો મારતા ને ગામ આખું મળી જાતું
દિલની વાત મોઢે મોઢ કરતા
ને આજે દિલની વાત સેવ છે મોબાઈલમાં તો ક્યાંક પડી છે સર્વરમાં.
ન ઓળખાતાની પણ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી
પણ ખુદને ન સ્વીકારી શક્યો
લાઈક કર્યા બધાની વોલ પરના થોટ , ખુદ ના દીકરાને સમજી ના શક્યો.
એક દિન થયું કે લાવ જોવું બધા મિત્રોના પ્રોફાઈલમાં
આંચકો એવો આવ્યો કે મારે એકાઉન્ટ બંધ કરવું પડ્યું
ખુદ માની બેઠો હતો મિત્ર જેને , એ બધા એકાઉન્ટ “ફેક” નીકળ્યા.

? એક વાત ખાસ :-

સોશ્યલ મીડિયાથી જેટલી ઝડપી લોકપ્રિયતા મળે છે, એના કરતા કયારેક બમણા વેગથી ઘટે પણ ખરી જ !

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ
? લેખન, સંકલન અને પોસ્ટ
Vasim Landa
The-Dust Of-Heaven

ટીપ્પણી