કેમ આપણે કાચી બદામનાં જગ્યાએ પલાળેલી બદામ ખાવાનો આગ્રહ રાખીએ છે?

યાદ છે એ શિયાળાના દિવસો અને વર્ગખંડ/ સ્કુલોના ક્લાસરૂમ!! છુપાઈને કોટનાં ખિસ્સા માંથી મમ્મી એ આપેલી બદા કાઢીને ખાવી..એ સારા દિવસો તો પાછા નહી આવે પણ અમે તમને પ્રેરણા અપીએ કે કેમ પલાળેલી બદામ ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ..

– બદામ ઘણા બધા લાભ અને પોષક તત્વો થી ભરપુર છે.
– બદામમાં ખનીજ તત્વો વિટામીન અને ઓમેગા-૩ ફેટ એસિડ છે જે આપણા શરીર નો બચાવ અને સૈનિકની જેમ કાર્ય કરે છે.
પણ તમને એ ખબર છે કે કેમ મમ્મીઓ અને દાદીમા ઓ પલાળેલી બદામ ખાવાનો જ કેમ આગ્રહ રાખાવે છે??

* પલાળેલી બદામ ખાવાના કારણો/ફાયદા:

– આપણા શરીરનાં એન્ઝાઈમ એમએઓ નાં સંયોજનને તોડી શકતા નથી. સંયોજનનું નિર્મણ માત્ર મુશકેલ છે પણ પોષક તત્વો મર્યાદીત છે.
જ્યારે પલાળેલી બદામ ની બ્રાઉન સ્કીન સરળતાથી નીકળી જાય છે અને પોષકતત્વો સરળતા થી શોષાય જાય છે.
– પલાળેલી બદામ કાચી બદામ કરતા સોફ્ટ હોય છે જેથી સહેલાઈથી ચાવી શકાય છે અને સરળતા થી પચી પણ જાય છે જે બળકો અને ઉંમર લાયક માટે ખુબ સારી છે.
– બદમને ખાવાના ૭-૮ કલાક પહેલાની પલાળી રાખવી જોઇએ.
– દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી આપણા શરીર અને આરોગ્ય માટે ખુબજ સારી છે.
-પલાળેલી બદામ મગજનાં વિકાસ માટે, પાચનમાં સહાયક, વજન નિયંત્રણ કરવા, કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ માં રાખવા તેમજ કબજિયાત માટે નો ઉત્તમ ઉપાય છે.

ટીપ્પણી