મિત્રો ! આપણા સૌ માટે એક ખુશીના સમાચાર છે!

- Advertisement -

946300_10201719384569113_1100432252_n

 

આનંદો, આનંદો, આનંદો!

મિત્રો ! આપણા સૌ માટે એક ખુશીના સમાચાર છે!

અમદાવાદના એક ખૂબ જ પ્રખ્યાત અને નામચીન લેખિકા સ્નેહા પટેલ ઊર્ફ ‘અક્ષિતારક’ હવે “જલ્સા કરોને જેંતીલાલ” પેઇજના માધ્યમથી આપણને સૌને તેમની અદભૂત લેખન શૈલીનો લાભ આપશે. તો ચાલો, આજે તેમના વિષે થોડું જાણીએ અને તેમનું સ્વાગત કરીએ…

 

જો તમને ખબર ના હોય તો જણાવી દઊં કે અક્ષિતારક નીચે આપેલી કોલમોમાં પણ લખે છે!

1. ફૂલછાબ દૈનિક પેપર, રાજકોટમાં ‘નવરાશની પળ’

2. ખેતીની વાત, માસિક મેગેઝિન, રાજકોટમાં ‘મારી હયાતી તારી આસ – પાસ’

3. શ્રી ખોડલધામ સ્મૃતિ મેગેઝિન, રાજકોટમાં ‘આચમન’

4. પટેલ સુવાસ, અમદાવાદ

5. ગુજરાત ગાર્ડીયન દૈનિક પેપર, સુરતમાં “સ્માઈલ પ્લીઝ”

 

આ સિવાય એમના કેટકેટલા છૂટાછવાયા લેખ દિવ્ય ભાસ્કર પેપરમાં ‘મધુરિમા’પૂર્તિમાં, ફીલિંગ્સ મેગેઝિન – બરોડા, ઘરશાળા મેગેઝિન- અમદાવાદ, ગંધીનગર સમાચાર , મોઢવણિક મંડળ મેગેઝિન, પાંચમી દિશા મેગેઝિન – બરોડા, કપ્તાન મેગેઝિન, અરસ-પરસ મેગેઝિન, લોકપડકાર સાપ્તાહિકી પેપર-વલસાડ વગેરેમાં નિયમિત છપાતા રહે છે.

વિચારવું, અનુભવવું અને લખવું આ જ એમની જિંદગી છે..શબ્દો એમને અનહદ આકર્ષે છે. ઉપરવાળાએ સંવેદનશીલ હ્રદયની સાથે સાથે એ તીવ્ર અનુભૂતિને સરળતાની ભાષામાં સાહજીક રીતે કાગળ પર ઉતારવાનું અલભ્ય વરદાન આપ્યું છે!

સ્નેહાબેન,

અમારા સૌ સાથે જોડાવા બદલ અમે, જેંતીલાલ પરિવાર, ખરા દિલ થી આભારી છીએ! તમારા લેખ અમારા પેજ ઉપર છપાવાને લીધે અમે ગર્વની અનુભૂતિ કરીએ છીએ! થેન્ક યુ!

ટીપ્પણી