સ્મોકિંગ કરવાથી એક, બે નહિં પણ થાય છે અનેક ગંભીર બીમારીઓ, જાણો તમે પણ

સ્મોકિંગ કરવાથી એક, બે નહિં પણ થાય છે ‘આ’ અનેક ગંભીર બીમારીઓ, જાણો તમે પણ

સ્મોકિંગની આદત લાગવી જેટલી સહેલી છેએટલી જ છોડવી ખૂબ જ અઘરી છે. વળી, દરેક સ્મોકર એ જાણતા હોય છે કે સ્મોકિંગ કરવાથી તેના શરીરને કેટલું નુકસાન થઈરહ્યું છે. સ્મોકિંગ વહેલાસર છોડવાથી ફાયદો થાય એ વાત તો સાચી, પરંતુ સ્મોકિંગ છોડવા માટે ક્યારેય મોડુંથઈ ગયું હોય તેવું હોતું નથી. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યુ છે કે,50 વર્ષ પછી પણ જો વ્યક્તિ સ્મોકિંગ છોડી દે તો તેને હાર્ટ-એટેકનું રિસ્ક 50 ટકા જેટલું ઘટી શકે છે. સ્મોકિંગ છોડ્યાનાં પાંચ વર્ષની અંદર સ્મોકર અને નોન-સ્મોકર બન્ને પર હાર્ટ-એટેકનું રિસ્ક સરખું જ હોય છે તેવું આ રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે. આ રિસર્ચમાં 50થી 74 વર્ષના 9000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સ્મોકિંગની હાર્ટ પર અસર સ્મોકિંગની સીધી અસર ફેફસાં પર થાય છે. ફેફસાંનું કામ છે બ્લડને ઓક્સિજન પૂરું પાડવાનું છે. સ્મોકિંગને કારણે જ્યારે ફેફસાં પર અસર થાય છે ત્યારે એ જરૂરી ઓક્સિજન બ્લડને પૂરું પાડી શકતું નથી, આથી હાર્ટને વધારે પમ્પિંગ કરવું પડે છે અને હાર્ટને અસર પહોંચે છે. સ્મોકિંગને કારણે શરીરમાં ઇન્ફ્લેમેટરી સ્ટેટ ઉત્પન્ન થાય છે જેથી નસોમાં સોજો આવી જાય છે.

ગર્ભપાત થવાના ચાન્સિસ વધી જાય જે મહિલાઓને સ્મોકિંગ કરવાની આદત હોય છે તેમને ગર્ભપાત થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. તેમનું ગર્ભાશય નબળુ પડી જાય છે. આ સાથે જ બાળકના પ્રજનન પર પણ ખરાબ અસર પડે છે માટે તેનું ભ્રુણ પૂર્ણ રીતે વિક્સિત થઇ શકતું નથી. તમને જાણીને નવાઇ લાગશે કે, સિગારેટ પીવાથી મહિલાઓના સ્તનમાં દૂધનું પ્રમાણ ઓછું થઇ જાય છે જેની ખરાબ અસર બાળક પર પડે છે.

અસ્થમા જેવી બીમારીનો બનવુ પડે ભોગ ધુમ્રપાન કરવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ઓછુ થઇ જાય છે જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે. જે કારણોસર અસ્થમા જેવી ગંભીર બીમારીનો ભોગ બનવુ પડે છે.

સ્મોકિંગ છોડવાથી હેલ્થ ડેમેજ થતા અટકેસ્મોકિંગ એક પ્રકારનું પોઇઝન છે. એ બંધ કરતાંની સાથે જ તેની સાઇડ-ઇફેક્ટ બંધ થાય છે. શરીરમાં જે મોટા પ્રમાણમાં ડેમેજ થઈ રહ્યું હતું એ અચાનક બંધ થવાથી તાત્કાલિકરૂપે વ્યક્તિને ઘણું સારું ફીલ થાય છે. 15-20 દિવસની અંદર હેલ્ધી ફીલ થવાનું શરૂ થાય છે. થોડા સમયની અંદર શરીર પોતે જ જે ડેમેજ થયું છે એને રિપેર કરવાના કામ પર લાગી જાય છે. આમ રિવર્સલ ઇફેક્ટ પણ શરૂ થઈ જાય છે. જોકે એ વ્યક્તિગત છે કે કોઈ વ્યક્તિનું ડેમેજ જલદી રિપેર થાય છે તો કોઈને થોડી વાર લાગે છે, પરંતુ સ્મોકિંગને કારણે શરીરને જે નુકસાન થયું છે એ સ્મોકિંગ બંધ કરતાંની સાથે જ એ રિપેર થવાની શરૂઆત પણ થઈ જાય છે.

નાની ઉંમરમાં ચહેરા પર પડવા લાગે કરચલીઓસ્મોકિંગ કરવાથી ઝડપથી ઉંમર વધવા લાગે છે. ત્વચામાં લોહીનું ભ્રમણ ઓછું થઇ જાય છે અને ત્વચાને ઓક્સિજન તેમજ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકતા નથીજેના કારણે ચહેરા પરકરચલીઓ પડવા લાગે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ તમને મદદરૂપ થાય એવી પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ…

ટીપ્પણી