*કીડી અને અમીર માણસ* – “ખરેખર ખુબ સરસ અને આંખ ખોલનારું” શેર કરો, લાઇક કરો…

*કીડી અને અમીર માણસ*

“ખરેખર ખુબ સરસ અને આંખ ખોલનારું”

રવિવારની એક સવારે, એક અમીર માણસ તેની બાલ્કનીમાં સૂર્યપ્રકાશ અને કોફી માણી રહ્યો હતો, ત્યાં તેની નજર એક કીડી પર પડી કે જે તેના શરીર કરતાં ઘણું મોટું પાન એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઇ જઈ રહી હતી. તે માણસે તેને ૧ કલાક કરતાં પણ વધુ સમય સુધી જોયા કર્યું. તેણે જોયું કે કીડીને ખુબ ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો, ઉભા રહેવું, બીજો રસ્તો લેવો અને પછી તેના મુકામ તરફ ફરીથી ચાલવા માંડવું.

એક સમયે તો તે નાનકડા પ્રાણીને ભોંય પર એક તિરાડનો સામનો કરવો પડ્યો. તે થોડો સમય થોભી, અવલોકન કર્યું અને મોટું પાન તેણે તે તિરાડ પર રાખ્યું, તે પાન પર ચાલી, પાન ઉપાડ્યું અને બીજી તરફની તેની સફર ફરી ચાલુ કરી.

તે માણસ કીડીની ચતુરાઈથી ખુબ પ્રભાવિત થયો હતો, ભગવાનએ બનાવેલું એક સૌથી નાનું પ્રાણી. આ બનાવએ માણસને ધાકમાં લાવી દીધો અને આ બનાવટના ચમત્કાર પર વિચાર કરવા તેમને ફરજ પાડી. આ પરથી ભગવાનની મહાનતાની ખબર પડતી હતી. તેની નજર સામે ભગવાને બનાવેલું આ નાનું પ્રાણી હતું, કદમાં નાનું પણ વિશ્લેષણ કરવું, ચિંતન કરવું, કારણની શોધખોળ કરવી, શોધવું અને તકલીફ દૂર કરવા માટે દિમાગથી ભરપૂર. બધી કાબેલિયતોની સાથે, તે માણસે તે પણ જોયું કે આ નાના પ્રાણીએ માનવોની ખામીઓને પણ શેર કરી છે.

તે માણસે એક કલાક પછી જોયું કે તે પ્રાણી તેના મુકામ પર પહોંચ્યું હતું – એક નાનું કાણું જે ભોંય પર હતું અને જે તેના જમીન નીચેના આવાસ પરનું પ્રવેશદ્વાર હતું. અને તે એ પોઇન્ટ હતો કે જે કિડ્ડી દ્વારા માણસની અપૂર્ણતા દર્શાવતું હતું. કીડી કઈ રીતે એટલું મોટું પાન આટલા નાના કાણાંમાંથી લઇ જશે તેના મુકામ તરફ? આ તો નહિ જ થઇ શકે!

તો આ નાનું પ્રાણી, આટલી બધી મહેનત અને અવરોધોને પાર કરીને અને તેની કુશળતાઓ દેખાડીને, તેની બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સુધી પહોંચ્યું. અને પાછળ શું છોડ્યું તો એક પાન અને ઘરે ખાલી હાથે જવું પડ્યું.

કીડીએ ન્હોતું વિચાર્યું અંત વિષે જયારે તેણે આ મુશ્કેલી ભરી સફરની શરૂઆત કરી અને અંતે એક મોટું પાન તેના માટે એક ભારથી વધુ કઈ જ ન્હોતું. પ્રાણી પાસે કોઈ રસ્તો ન્હોતો, તેના પોતાના મુકામ પર પહોંચવા માટે તેને તે પાન છોડવું પડે એમ હતું. તે માણસને તે દિવસે એક મોટો પાઠ શીખવા મડયો.

શું આ આપણા જીવન વિષે પણ સાચું નથી?

આપણે આપણા પરિવાર વિષે ચિંતા કરતાં હોઈએ છીએ, આપણે આપણી નોકરી માટે ચિંતા કરીએ છીએ અને આપણે ચિંતા કરીએ છીએ કે રૂપિયા કઈ રીતે કમાવા, આપણે ચિંતા કરીએ છીએ કે કઈ રીતે જીવવું – ૫ બેડરૂમ કે ૬ બેડરૂમનું ઘર, કયા પ્રકારનું વાહન ખરીદવું – મરસિડીઝ કે બીએમડબલ્યુ કે પોર્શ, કયા પ્રકારના કપડાં પહેરવાં, આ બધા જ પ્રકારની વસ્તુઓ, અને અંતે માત્ર આ બધી જ વસ્તુઓનો ત્યાગ કરવામાટે જયારે આપણે આપણી ચિત્તા તરફ પહોંચીએ.

આપણે નથી જાણી શકતાં કે આપણી જિંદગીની સફરમાં આ બધી વસ્તુઓ માત્ર એક ભાર છે જે આપણે ખુબ સંભાળથી અને તેને ગુમાવી દેવાના ડર સાથે ઉઠાવીએ છીએ, અને એ જાણવા મળે છે કે અંતે આ બધું નકામું છે અને છતાંય તે આપણે તેને આપણી સાથે નથી લઇ જઈ શકતાં…

સંકલન : ભૂમિ મેહતા

ખુબ સુંદર વાત જાણવા મળી… શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી