“વેજ પોટલી” – સ્ટેપ બાય સ્ટેપ રેસિપીમાં આજે બનાવતા શીખો આ ટેસ્ટી પોટલી..

“વેજ પોટલી”

શિયાળા માં દરેક શાકભાજી તાજા અને વિટામિન્સ થી ભરપૂર મળે છે તો તેનો ઉપયોગ કરી એક ડીસ બનાવીએ… કે જે દરેક ઉમર ના લોકો ખાઈ શકે

સામગ્રી:

બારીક સમારેલું

૧/૨ વાડકો ડુંગળી,
૧/૨ વાડકો ગાજર,
૧/૨ વાડકો કેપ્સિકમ,
૧/૨ વાડકો બીટ,
૧/૨ વાડકો લીલા વટાણા,
૧/૨ વાડકો કોબીજ,
૧/૨ ચમચી લસણ,
૧/૨ ચમચી આદુ,
૧/૨ મારી નો ભૂકો,
૧/૨ ટામેટા કેચપ
તેલ ,
નામક સ્વાદ પ્રમાણે,
મરચું પાઉડર,
ચીઝ,
2 વાડકા મેનદા નો લોટ,
પાણી જરૂર મુજબ.

ગાર્નિસિંગ:

લિલી ડુંગળી ના પાન,
ટોમેટો સોસ,

રીત:

સૌપ્રથમ એક બોલ માં મેંદા નો લોટ , નામક, મારી નો ભૂકો , તેલ અને પાણી મિક્સ કરી લોટ બાંધી લો..

આ લોટ ને ઢાકી ને ૨૦-૨૫ min સુધી રાખી દો….

ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં સમારેલા બધા વેજિટેબલ્સ સાંતળી લો, તેમાં સ્વાદ પ્રમાણે નામક અને મરચું પાઉડર ઉમેરો, ત્યાર બાદ તેને એક બાઉલ માં લઇ તેમાં ખમળેલું ચીઝ ઉમેરો…

હવે લોટ ના નાના નાના લુવા બનાવી તેમાં થી પુરી જેવડી ગોળ
વણી લાઇ એ…


હવે તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી અને પોટલી નો શેપ આવે એવી રીતે પેક કરી લાઇ એ…


આવી જ રીતે બાકી બધા વણી અને તેની પોટલી વળી લેવી

ત્યાર બાદ તેને તેલ ગરમ થઇ જાય એટલે ટળી લાઇ એ..
પોટલી લાઈટ બ્રાઉન થાઈ ત્યાં સુધી ત્યાં સુધી ટાડી લેવી

ત્યાર બાદ ગાર્નિસીંગ માટે
એક પ્લેટ માં પોટલી ગોઠવી તેના પર લિલી ડુંગળી ના પાન ને તેલ માં બોડી ને પોટલી ઉપર રાખી દો
અને ટોમેટો સોસ વડે પ્લેટ પર ગાર્નિશ કરો
તો તૈયાર છે “વેજ પોટલી”

નોંધ :
પોટલી નું પડ જાડું ના હોવું જોઈએ.. જેથી પોટલી કાચી ના રહી જાય
અને પોટલી ઉપર થી સરખી પેક કરવી જેથી તેમાં તેલ ના રહી જાય…

રસોઈની રાણી : મેઘના સચદેવ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી