ગમે એટલા મોંઘા કપડા પહેરશો પણ જો મેકઅપ પરફેકટ નહિ હોય તો બધું બેકાર…

સ્કિનટોન પ્રમાણે આ રીતે કરો મેકઅપ, નહિં તો થશે અનેક સાઇડ ઇફેક્ટ

મેકઅપ એક એવી વસ્તુ છે જો તમે તેને પ્રોપર રીતે નથી કરતા તો તે તમારા ફેસને બગાડીને મુકી દે છે. માટે મેકઅપ હંમેશા દરેક વ્યક્તિએ પોતાની સ્કિનને અનુરૂપ જ કરવો જોઇએ. જો કે મેકઅપ કરવાની રીત પણ અલગ-અલગ પ્રકારની હોય છે. આમ, જોતમે તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો તમને એની સાઇડ-ઇફેક્ટ પણ થઈ શકે છે. મેકઅપ સ્કિન-ટાઇપ પ્રમાણે જ કરવો જોઈએ. સ્કિનટાઇપમાં ઓઇલી, ડ્રાય, સેન્સિટિવ અને કોમ્બિનેશન સ્કિન હોય છે. તો જાણી લો તમે પણ તમારી સ્કિન પર તમને કયા પ્રકારનો મેકઅપ વધારે સારો લાગશે અને સાથે-સાથે તેની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નહિં થાય.

ડ્રાયસ્કિન

ડ્રાયસ્કિન પર જો પ્રાઇમર અને ફાઉન્ડેશન વગર મેકઅપ લગાવવામાં આવે તો બે-ત્રણકલાક પછી સ્કિન પર મેકઅપ દેખાતો નથી. જેની સ્કિનડ્રાય હોય તેને ડ્રાય સ્કિનનું પ્રાઇમર લગાવવું જોઇએ. ડ્રાયસ્કિન પર પ્રાઇમર વાપરવાથી સ્કિન સ્મૂધ થાય છે. આથી સ્કિન પર મેકઅપ લાંબા સમય સુધી ટકે છે.

ડ્રાયસ્કિનવાળાએ પેન્સિલ અથવા કાજલઆઇલાઇનરની જગ્યાએ લિક્વિડઆઇલાઇનર લગાવવું જોઇએ. તેમણે જેલ અને ક્રીમ-બેઝ્ડબ્લશરલગાવવું જોઈએ. લિપસ્ટિક ગ્લોસીવાપરવાથી હોઠ સોફ્ટ લાગશે. ડ્રાયસ્કિનવાળાએપાઉડરનો વપરાશ ન કરવો. એ તેમની સ્કિનને વધુ ડ્રાય કરી દેશે.

ઓઇલીસ્કિન

ઓઇલીસ્કિનવાળાએ પ્રાઇમર લગાવતાં પહેલાં વેટવાઇપથી પોતાનો ચહેરો સાફ કરવો જેથીસ્કિન પરનું ઓઇલ નીકળી જાય. એ પછી એના પર ઓઇલ-ફ્રી પ્રાઇમર આવે છે એલગાડવું. એ પછી જ મેકઅપ કરવો. ફાઉન્ડેશનમાં પણ ઓઇલી સ્કિનવાળાએ મેટ ફિનિશ ફાઉન્ડેશન વાપરવું. આ શિવાય ઓઇલ-ફ્રી ફાઉન્ડેશન પણ વાપરી શકાય. આ ફાઉન્ડેશન તમારા ચહેરા પરથી ઓઇલની ઇફેક્ટ ઓછી કરે છે અને તમને સોફ્ટલુક આપે છે. લિક્વિડ અનેક્રીમ આઇશેડો અને લિક્વિડઆઇલાઇનરના બદલે પાઉડર-બેઝ્ડ આઇશેડો અને કાજલ પેન્સિલ વાપરો. ઓઇલી સ્કિનવાળા માટે મેટ લિપસ્ટિક બેસ્ટ છે. બની શકે તોગ્લોસી લિપસ્ટિક ન વાપરો.

સેન્સિટિવ સ્કિન

સેન્સિટિવ સ્કિનવાળાએ જે ફાઉન્ડેશનમાં મોઇસ્ચરાઇઝર વધારે હોયએ ફાઉન્ડેશન વાપરવું. તેઓ જેટલો ઓછો મેકઅપ કરે એટલું વધારે સારું.સેન્સિટિવ સ્કિનવાળાએ જો મેકઅપ કરવો હોય તો મિનરલ મેકઅપ કરવો. તેમણે બ્રેન્ડેડ પ્રોડક્ટ્સ જ વાપરવી જોઈએ.

કોમ્બિનેશન સ્કિન

જેની કોમ્બિનેશન સ્કિન હોય છે તેમને કપાળ અને નાક પર ઓઇલી સ્કિન હોય છે અને બાકીના ભાગમાં ડ્રાયસ્કિન હોય છે. આવી સ્કિન ધરાવતી વ્યક્તિએ ઓઇલી અને ડ્રાય બન્ને સ્કિનની પ્રોડક્ટ વાપરવી પડે છે. જે જગ્યા ઓઇલી હોય ત્યાં ઓઇલી સ્કિનનું ફાઉન્ડેશન અને જે જગ્યા ડ્રાય હોય ત્યાં ડ્રાય સ્કિનનું ફાઉન્ડેશન વાપરવું. આ સ્કિનવાળાને મેકઅપમાં એટલો ફરક પડતો નથી. તેઓ કોઈ પણ પ્રકારની આઇલાઇનર, લિપસ્ટિક વાપરી શકે છે.

મેકઅપ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

ડ્રાય સ્કિનવાળા જો સ્કિન-ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ ન વાપરે તો તેમની સ્કિન વધારે ડ્રાય થાય છે. આ સિવાય સ્કિન પર બળતરા પણ થવા લાગે છે. સેન્સિટિવ સ્કિન હોય કે કોઈ પણ સ્કિન, પ્રોડક્ટ હંમેશાં બ્રેન્ડેડ જ વાપરો. વારંવાર એને બદલો નહીં, કેમ કે જો તમને અમુક કંપનીની પ્રોડક્ટની એલર્જી હશે તો તમારી સ્કિન લાલ થઈ જશે.

લેખન સંકલન : નિયતી મોદી

આપ પણ આવી કોઈ માહિતી જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

ટીપ્પણી