દિવાળી પહેલા આ એક વસ્તુથી સ્કિનમાં લાવી દો ગ્લો !! Health and Beauty Tips !!!

- Advertisement -

નવરાત્રીનો થાક દૂર કરીને હવે દરેક લોકો દિવાળીની તૈયારીમાં લાગી જશે. ઘરની સફાઈથી લઈને શૉપિંગ પણ કરી લેવામાં આવશે. પણ દિવાળીમાં બે કે ત્રણ જ દિવસ બાકી હશે ત્યારે સ્ત્રીઓને સ્કિન ટ્રીટમેન્ટ કરવાનો વિચાર આવશે. એક વાત જાણી લો કે છેલ્લી ઘડીએ કરાવેલી ટ્રીટમેન્ટ એટલો ગ્લો નહીં આપે જેટલો બે અઠવાડિયામાં ઘરેલું ઉપાય આપશે. નાની અને દાદીનાં નુસ્ખા હંમેશા કામ કરે છે. તેમની આગળ તો આ પાર્લરની કેમિકલ્સ વાળી મોંઘી ક્રિમો પણ ફીક્કી પડી જાય છે. તો આજે તમારા માટે ખાસ ચહેરામાં નિખાર લાવવા માટે ઘરેલું ઉપચા લાવ્યાં છીએ, જે એકદમ સરળ અને અસરદાર છે. જાણી લો તમે અને ફટાફટા કરી દો અત્યારથી તૈયારી.

ઘરેલું ઉપચારમાં એક એવી વસ્તુ જેને આપણી નક્કામી ગણીને ફેંકી દેતા હોઈએ છીએ, તેનાં ફાયદા કેવી રીતે આપણી સ્કિન ઉપર થાય છે તે જાણીયે. પેલી નક્કમી વસ્તુ બીજી કઈ જ નહીં પણ કેળાની છાલ છે. કેળુ ખાધા પછી આપણે છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ હવે આવી ભૂલ ન કરતા તમે, કારણ કે કેળાની છાલ સ્કિન માટે એક આશીર્વાદ સમાન છે. જેનાં વિશે અમે તમને અહીંયા જણાવવા જઈ રહ્યાં છીએ.

કેળાની છાલમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વો અને કાર્બોહાઇડ્રેટ હોય છે. આમાં વિટામિન બી-૬, બી-૧૨, મેગ્નેશિયમ, એન્ટીઑકિસડન્ટ, પોટેશિયમ અને મેન્ગનીજ જેવાં તત્ત્વો રહેલા હોય છે, જે સ્કિનની સાથે સાથે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે.

જો તમને ચામડી સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, તો તેના માટે તમે કેળાનાં છાલથી નિરાંતે પ્રયોગ કરી શકો છો. તે ત્વચાની રંગત નિખારે છે,રિંકલને દૂર કરી શકે છે અને ગ્લો પણ લાવે છે.

રિંકલ અને એજીંગ પ્રોબ્લેમને દૂર કરવા માટે

તમારી ત્વચામાં સમય પહેલાં જ એજીંગ સ્પોટ કે રિંકલ દેખાય છે, તો તેનાં માટે કેળાની છાલથી ઉપચાર કરો. સૌથી પહેલા બે કેળાની છાલ લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. પછી તેમાં એક ઇંડુ અથવા દૂધ ઉમેરો અને તેને ચમચી સાથે મિક્સ કરી દો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને ૨૦ મિનિટ રાહ જુઓ. ત્યાર બાદ ઠંડા પાણી સાથે ચહેરો ધોઈ લો.

પિંપલસ અને તેનાં ડાઘ દૂર કરવા માટે

પિંપલ અને તેનાં ડાઘનાં ઉપચાર માટે કેળાની છાલનાં અંદરના ભાગને ચહેરા પર ઘસો. તેમાં પણ ખાસ ત્યાં જ્યાં ખીલ હોય, તેનાથી રાહત મળે છે અને ખીલનાં ડાઘ નથી રહેતા. આ સિવાય તમે છાલનાં અંદરનાં ભાગમાં મઘ ચોપડીને પણ ગાલ ઉપર ઘસી શકો છો. તેનાથી આ સમસ્યા તો દૂર થશે જ પણ સાથે સાથે સ્કિન ગ્લો કરશે.

સ્કિન બ્રાઈટનિંગ અને ગ્લો માટે

કેળાની છાલને તમે સ્ક્રબની જેમ પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે ૧ કેળાની છાલ, ૨ ટીસ્પૂન ઓટમીલ પાવડર, ૨ ટીસ્પૂન પાવડર સુગર અને ૧ ટીસ્પૂન કાચુ દૂધ લો. આ બધી સામગ્રીને ભેળવીને થોડુ ઘાટુ મિશ્રણ તૈયાર થશે, જેને ચહેરા અને બૉડી ઉપર સ્ક્રબ કરો અને ૩૦ મિનિટ બાદ તેને ધોઈ લો. પહેલી જ વારમાં તમને ફરક દેખાશે.

ડ્રાય સ્કિન માટે

જેમની પણ ત્વચા  ડ્રાય હોય  તેમનાં માટે આ ઉપાય એકદમ બેસ્ટ છે. તેના માટે તમારે ફક્ત બે જ વસ્તુની જરુર પડશે. એક કેળાની છાલ અને બીજુ નીંબુ, પહેલા છાલને મિક્સરમાં પીસી લો અને તેમાં નીંબુનો રસ ભેળવો. જે પેસ્ટ તૈયાર થાય તેને મોઢા પર ૩૦ મિનિટ સુધી લગાવીને રાખો. ત્યાર બાદ તેને પાણીથી સાફ કરી દો.

ઓઈલી સ્કિન માટે

જો તમારી સ્કિન ઓઈલી છે તો તેના માટે કેળાની છાલ, બેકિંગ પાવડર અને પાણીથી પેસ્ટ બનાવાની રહેશે. સર્વ પ્રથમ છાલને મિક્સરમાં પીસી લો અને ત્યાર બાદ તેમાં બેકિંગ પાવડર તથા પાણી મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સૂકાયા બાદ તેન ઠંડા પાણીથી સાફ કરી લો.

નક્કામી ગણતા કેળાની છાલથી આટલા બધા ફાયદા મળે છે, તો હવેથી ઘ્યાન રાખજો અને કેળુ ખાઇને છાલ ફેંકી ન દેતા. ચાલો તો પછી જરૂરત પ્રમાણે આ ઉપચાર કરો અને દિવાળી પહેલા ફેસ ઉપર ગ્લો લાવી દો. જો આ ઉપચાર ગમ્યા હોય ફ્રેન્ડસ તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.

સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી