સીતાફળથી થતા ફાયદા અને નુકસાન! જાણી લો અહીં…..

દરેક ઋતુ પ્રમાણે અલગ-અલગ શાકભાજી કે ફળો માર્કેટમાં જોવા મળતા હોય છે. પણ હવે તો એવો સમય છે કે દરેક શાકભાજી કે ફળો સીઝન હોય કે ન હોય તે તમને બજારમાં મળી જ રહેતા હોય છે, બરાબર ને? પણ શું તમને ખબર છે કે જે-તે ફળ કે શાકભાજી જે ઋતુમાં ખાસ મળે છે અને તેને તે જ સમય દરમિયાન ખાવાથી આપણાં શરીરને કેટલા લાભ મળે છે. જ્યારે પણ જે પણ સીઝનમાં ફળ કે શાકભાજી વધારે મળતા હોય તેને તમારા ડાયટમાં તમારી પસંદગી પ્રમાણે જરુરથી સામેલ કરો.

હાલમાં શિયાળાની શરુઆત થઈ છે, વળી જ્યાં ત્યાં સીતાફળ કે કસ્ટર્ડ એપલની લારીઓ પણ જોવા મળતી હશે. સીતાફળ ખાસ શિયાળામાં જ મળે છે જેથી તમને ગમે તે રીતે સીતાફળ ખાવાનું રાખો. આ સાથે અમે તમને સીતાફળ ખાવાનાં ફાયદા તો જણાવી  જ રહ્યાં છીએ અને સાથે સાથે નુકસાન પણ જણાવી રહ્યા છીએ. એટલે જો તમને કોઈ બીમારી કે કોઈ એલર્જી હોય તો જે તે સીઝનલ ફ્રૂટ કે વેજીટેબલ્સ ડૉક્ટરની સલાહ મૂજબ જ ખાજો.

સીતાફ્ળનો ઇતિહાસ

સીતાફળના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ વેસ્ટ ઈન્ડીઝનું હોવાનું મનાય છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ વગેરે દેશોમાં વિશાળ પાયે સીતાફળની ખેતી થાય છે. સીતાફળ એ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી ફળ છે. વિટામીનના ભંડાર એવા સીતાફળમાંથી આપણા શરીરને લોહ તત્વ પણ મળી રહે છે. શિયાળા માટે એક ઉત્તમ અને પૌષ્ટિક ફળ એવા સીતાફળનું સેવન આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ-ઠંડું, કફવર્ધક, પિત્તશામક, પૌષ્ટિક, ઊલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે.

સીતાફળના સેવનથી થતા ફાયદા :

ગર્ભવતી મહિલા માટે સીતાફળ ખાવું લાભદાયક હોય છે તેનાથી નબળાઈ દુર થાય છે, ઉલટી કે જીવ ગભરાવવાનું ઠીક થાય છે. સવારના થાકમાં રાહત મળે છે, શિશુના જન્મ પછી સીતાફળ ખાવાથી બ્રેસ્ટ દૂધમાં વધારો થાય છે.

જો તમે નબળા હોય કે તમારે વજન વધારવું હોય તો સીતાફળનો ખુબ ઉપયોગ કરવો જોઈએ. તેમાં કુદરતી સાકર સારા પ્રમાણમાં હોય છે. જે કોઈપણ જાતના નુકશાન વગર વજન વધારીને આકર્ષિત વ્યક્તિત્વ આપી શકે છે.

સીતાફળમાં મળી આવતા વિટામીન ‘એ’ વિઅમીન ‘સી’ તથા રાઈબોફ્લેવીન ના લીધે આંખો માટે ફાયદાકારક હોય છે. તે આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે. જે લોકોનું કામ વધુ લેપટોપ ઉપર કરવાનું હોય તેમના માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખુબ જ સારું લાભદાયક રહે છે.

સીતાફળ એ એક ઉત્તમ પિત્તશામક ફળ છે.

શરીરની માંસપેશીઓ નબળી થઈ ગઈ હોય અને શરીર પાતળું થઈ ગયું હોય, ટાઇફોઇડ-મલેરિયા જેવા તાવ પછી વજન ઘટી ગયું હોય તો સીતાફળનું સેવન કરવાથી વજન વધે છે.

જેમનું હૃદય નબળું હોય, ધબકારા વધી જતાં હોય, ગભરામણ થતી હોય, માંસપેશીઓ શિથિલ થઈ હોય તેમના માટે પણ સીતાફળ ફાયદાકારક છે.

સીતાફળ આંખોની રોશની વધારે છે.

આ ફળમાં રહેલ આયરન અને કૉપર શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે.

સીતાફળ એ વાળની સુંદરતા માટે ખૂબ જ ઉપયોગી છે.

શરીરમાં અશક્તિ લાગતી હોય, રોગ પછી શરીર કમજોર થઈ ગયું હોય, કામ કરતાં થાક લાગતો હોય તો સીતાફળનું સેવન કરવાથી અશક્તિ દૂર થાય છે.

સીતાફળના ઝાડના પાંદડા કેન્સર જેવા રોગોના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી છે.

સીતાફળને તડકામાં સુકાવીને ચૂર્ણ બનાવી સામાન્ય પાણી સાથે સેવન કરવાથી જાડામાં આરામ થાય છે.

સીતાફળના કાચા ફળનો ગર્ભના સેવનથી ઝાડા અને મરડા જેવી બિમારીઓ મટાડે છે.

મસૂડા અને દાંતના દુખાવામાં પણ સીતાફળ ખૂબ જ લાભદાયી છે.

આ ફળમાં કૅલ્શિયમનું પ્રમાણ સારી માત્રામાં હોવાથી હાડકાંની તકલીફ ધરાવતા લોકો માટે એ ગુણકારી મનાય છે.

સીતાફળના પાનનો રસ કે ઉકાડો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે.

જો તમને કબજીયાતની તકલીફ છે તો સીતાફળથી દુર થઇ શકે છે. સીતાફળમાં જરૂરી પ્રમાણમાં કોપર તથા ફાઈબર હોવાથી જે મળને નરમ કરીને કબજિયાતની તકલીફને મટાડી શકે છે. તેના ઉપયોગથી પાચનતંત્ર પણ મજબુત થાય છે.

સીતાફળ માનસિક શાંતિ આપે છે તથા તનાવ વગેરે ને દૂર કરે છે. કાચા સીતાફળની ક્રીમ ખાવાથી દસ્તમાં આરામ મળે છે.

સીતાફળ ખાવાથી થતા નુકસાન –

સીતાફળમાં કેલરી અને સુગરનું પ્રમાણ વધારે હોય છે.

જો વધારે સીતાફળ કે સીતાફળની વાનગીઓ ખાશો તો વજન પણ વધી શકે છે.

તેમાં ફાઈબર્સ વધારે માત્રામાં હોય છે, જેનાથી ગેસ્ટિક પ્રૉબ્લેમ અનેે એસીડિટીની સમસ્યા થઈ શકે છે.

આનાં વધારે સેવનથી બ્લડ પ્રેશર લેવલ વધે છે. એટલે ડાયાબિટીસનાં દર્દીઓએ સીતાફલ ન ખાવું.

સીતાફળમાં આયરન ભરપૂર હોય છે, જેના વધારે સેવનથી કબજિયાત અને પેટની તકલીફો વધી શકે છે.

લેખન સંકલન – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી