“સીતાફળ બાસુંદી” – મોઢા માં મુકતા જ દૂધ અને કેસર ની મીઠાશ અને સીતાફળ નો મસ્ત મજાનો સ્વાદ અને સાથે બહુ બધું ડ્રાય ફ્રુટ્સ ..

શિયાળા ની ઋતુ માં મસ્ત મજાના સીતાફળ બજાર માં દેખાય છે. ચાલો બનાવીએ આ સીતાફળ ની બાસુંદી. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ છે. મોઢા માં મુકતા જ દૂધ અને કેસર ની મીઠાશ અને સીતાફળ નો મસ્ત મજાનો સ્વાદ અને સાથે બહુ બધું ડ્રાય ફ્રુટ્સ .. બોલો બીજું શું જોઈએ એક ઉત્તમ મીઠાઈ માટે .. ચાલો બનાવીએ સીતાફળ બાસુંદી

સામગ્રી :

4 મોટા સીતાફળ ,
પોનો વાડકો ખાંડ ,
2 લિટર દૂધ ,
થોડા કેસર તાંતણા,
ઈલાયચી ભૂકો 1.5 ચમચી,
જાયફળ ભૂકો 1/2 ચમચી ,
ડ્રાય ફ્રુટ્સ બાદામ, પિસ્તા , કાજુ – બારીક સમારેલા,

રીત :

સૌ પ્રથમ આપણે સીતાફળ નો પલ્પ કાઢીશું . પલ્પ કાઢવાની ઘણી રીત છે. એકદમ પાકા સીતાફળ જ બાસુંદી માટે વાપરવા.. જો તમને બાસુંદી ખાતી વખતે સીતાફળ ના કટકા મોઢા માં આવે એના થી વાંધો ના હોય તો હાથ થી જ બિયા કાઢી લો. પ્રોસેસ લાંબી છે પણ ફાઇનલ result બહુ જ સ્વાદિષ્ટ છે. મને બાસુંદી માં સીતાફળ ના કટકા બહુ જ ભાવે . નહીં તો આપ મોટી ચાયણી માં સીતાફળ મૂકી મોટી ચમચી થી હલાવો . બીજ અને પલ્પ છુટા પડી જાશે . અને પલ્પ થોડું છૂંદાય પણ જશે ..
એક મોટા જાડા તપેલા માં દૂધ ઉકાળવા મુકો. કેસર ના તાંતણા ને 2 ચમચી ગરમ દૂધ માં પલાળી લો . મધ્યમ આંચ પર ઉકાળવા દો જ્યાં સુધી દૂધ અડધું થઈ જાય. આપ ચાહો તો મિલ્ક પાવડર કે કન્ડેન્સ્ડ મિલ્ક પણ ઉમેરી શકો . દૂધ ને વચ્ચે વચ્ચે હલાવતા જાઓ …
હવે એમા ખાંડ , પલાળેલું કેસર , જાયફળ ઈલાયચી નો ભૂકો ઉમેરી મિક્સ કરો… ખાંડ ઓગળી ને મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો .. બાસુંદી ને ઠરવા દો.. ઠરે એટલે એમા સીતાફળ નો પલ્પ અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરો .. ડ્રાય ફ્રૂટ્સ કડક ના હોય તો જાડા લોયા માં થોડા શેકી લેવા પેહલા.


ફ્રીઝ માં ઠંડુ કરી પીરસો …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી