સિંગલ હોવા ના કેટલાક સારા અને સાચા કારણો – પેટ પકડી ને ના હસતા…!!

સિંગલ – આ એક શબ્દ નથી, આ પોતાનામાં જ એક આખુ વાક્ય છે. સિંગલ એ એક પરિસ્થિતિ છે, સિંગલ એ એક સ્ટેટસ છે જેનાથી માણસ નુ કેરેક્ટર નક્કી થાય છે. સિંગલ એટલે મારા અને તમારા જેવા લોકો. યેસ તમે સિંગલ છો એટલે જ આ લેખ વાંચી રહ્યા છો જો સિંગલ ના હોત તો પોતાના બાબુ જોડે ગપ્પા ના લડાવતા હોત.! સિંગલ લોકો એ દુખી થવાની જરૂર નથી, કારણકે સિંગલ હોવુ એટલે પોતાના જ પ્રેમ માં પડવુ( બીજો કોઈ ઓપ્શન ના હોય ને યાર) .. સિંગલ હોવા ના કેટલાક સારા એવા કારણો નીચે ટપકાવુ છુ.

પહેલુ અને સૌથી મોટુ કારણ છે,ઈચ્છા ન હોવી…ના ના સિંગલ લોકો ની નહી, સામે વાળી પાર્ટીની !

બીજુ કારણ કે એક વખત પાર્ટી બકરો/બકરી બની ગઈ હોય તો બીજી વખત એને બકરો/બકરી બનવામાં રસ ન હોય.

ત્રીજુ એક કારણ મુખારવિંદ, ગાંધીજી અને મંડેલા ના આટલા બધા સથાક પ્રયત્નો પછી પણ લોકો રંગભેદ કરે છે જે નિંદનીય છે.

ચોથુ એક કારણ છે “સેલ્ફ રીજેક્શન” સામે વાળી પાર્ટી પાછળ પડેલા લોકો ની લાંબી લાઈન જોઈને જ ઘણા લોકો માનસિક રીતે હાર માની જાય છે એટલે એમનો મેળ નથી પડતો.. .

અન્ય ઘણા કારણો માં આત્મવિશ્વાસ નો અભાવ, લાફો પડવાનો ડર, દિલ ના કટકા થઈ જવાની બીક જેવા અન્ય ઘણા કારણો છે….

નાનપણ માં નિબંધ આવતો એક “લાભાલાભ” નો.. એમ જ આ સિંગલ રહેવાના/હોવાના પણ લાભાલાભ છે. લાભો નુ લિસ્ટ સારુ એવુ છે.

પહેલુ સિંગલ માણસો ને સૌથી વધારે આર્થિક લાભ થાય છે ( ફક્ત છોકરાઓ ને) બધા કિસ્સા ની જેમ આમાં પણ ન્યુટન નો ત્રીજો નિયમ લાગુ પડે છે, બકરો બનાવ્યા પછી છોકરી ને જેટલો ખર્ચો ઓછો થાય છે, છોકરાને એટલા જ પ્રમાણમાં ખર્ચો વધી જાય છે…! એટલે મહિના નુ નેટ-પેક, રીચાર્જ, શોપિંગ, મેક-અપ એ બધાનો ખર્ચો બચી જાય છે….

બીજુ કે સિંગલ લોકોની જીભ ચોખ્ખી રહે છે, જીભમાં તોતડાપણુ નથી આવતુ.

ત્રીજુ કે માણસની ઊંઘ પૂરી થાય છે, રાત્રે ત્રણ વાગે બાબુ-ફાબુ ના લમણા નથી લેવા પડતા ! એક ફાયદો એ કે રોજ-રોજ રોમેન્ટિક શાયરીઓ સહન નથી કરવી પડતી…..,

પોતાની સાથે ચીટીંગ એટલે કે છેતરાઈ જવાની બીક નથી રહેતી ! ઘરમાં બેઠા-બેઠા ફોન સામે જોઈ મોઢા પર સ્માઈલ આવે તો મમ્મી-પપ્પાને સાચુ એક્સપ્લેનેશન આપી શકાય છે… મજા આવે એવો ફાયદો છે

મની મેનેજમેન્ટ નો,જસ્ટ ઈમેજીન કરો કે તમને ભુખ લાગી છે અને તમારી પાસે 50 રૂપિયા ની સાથે સાથે ગર્લફ્રેન્ડ પણ છે, તો તમારા 50 રૂપિયા ગર્લફ્રેન્ડ ના એક બેકાર કોફા માં જતા રહેશે… પણ જો તમે સિંગલ હશો તો તમે 15 વાળા 3 વડાપાવ એક્સ્ટ્રા ચટની સાથે ખાઈ શકો અને પાંચ રૂપિયા પણ વધશે….!!! એક સારો ફાયદો છે ફ્રીડમ નો.. “સેટિંગ” માં પડ્યા એટલે પતી ગયુ બીજી કોઈ પાર્ટી સામુ આંખ ઊંચી કરીને જોઈ પણ ન શકો તમે… પણ સિંગલ લોકો ઘણી બધી પાર્ટીઓ સાથે થોડુ-થોડુ” સેટિંગ “રાખી શકાય છે… સૌથી મહત્વનુ, “ચાર લોકોને કરવા માટે આપણા વિશે વાતો નથી મળતી”

સિંગલ હોવા ના ગેરફાયદા એ એના ફાયદા કરતા ઓછા છે, બસ અરિજીત સિંઘ ના ગીતો સાંભળતી વખતે થોડુ દુખ થાય , તમે અલતાફ રાજા ના ફેન બની જાઓ.. બીજુ કંઈ નહી !તો સિંગલ હોવુ એ કોઈ ખરાબ વાત નથી ( એમ તો સારી પણ નથી)

“लोग प्रपोज कैसे कर लेते है पता नही हम तो एक्स्ट्रा गोलगप्पे भी नही मांग पाते”
સ્ટેટસ વાળા જ્યારે બે-બે ગર્લફ્રેન્ડો લઈ ને ફરતા હોય ત્યારે સાલુ માણસાઈ પરથી વિશ્વાસ ઊઠી જાય !

લેખક : દર્શીલ ચૌહાણ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી