સિંગલ ફાધર, તુષાર કપૂરે ખોલ્યા પેરેટિંગ સાથે જોડાયેલા એવા રાઝ જે દરેક માતા-પિતાએ જાણવા જોઇએ

- Advertisement -

ઠીક એક વર્ષ પહેલાં તુષારની જિંદગીમાં લક્ષ્યનું આગમન થયું. સેરોગેસીના માધ્યમથી સિંગલ ફાધર (એકલા પિતા) બનીને તેમને બધી પરંપરાઓને તોડી દીધી. તે પોતાના છોકરાનો પહેલો જન્મદિવસ મનાવવાની તૈયારીમાં છે. તુષારે જણાવ્યું કે પિતૃત્વથી તે પોતાને પૂર્ણ અને સંતોષી મહેસૂસ કરે છે. આવો જાણીએ સિંગલ પેરેન્ટ, પોતે તુષાર ભારતમાં સેરોગેસીના નવા નિયમો અને બીજી ઘણી વાતો વિશે…

બાળકના જન્મ પહેલાના કેટલાક કલાકો પહેલાં કેવું ફિલ કરી રહ્યા હતા? જો કે મને જાણ હતી કે હું શું કરી રહ્યો છું, પરંતુ તેના જન્મના કેટલાક કલાકો બેચેનીવાળા હતા. મેં એવું જ અનુભવ્યું જેવું તે સમયે એક બીજો પિતા અનુભવે છે- ખૂબ જ ઘભરાહટ ભર્યો ઉત્સાહ હતો. મને યાદ છે કે જે દિવસે તેનો જન્મ થયો તે રાતે હું ઉઘ્યો જ નહી. બીજા દિવસે જ્યારે ર્ડોક્ટર લક્ષ્યને મારી પાસે લઈને આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે હું થોડો ચિંતિત હતો. તેમને મને શાંત કર્યો અને કહ્યું કે બધુ બરાબર છે. જોકે હું પૂરી રીતે તૈયાર હતો પરંતુ જ્યારે આ થવાનો સમય આવે છે ત્યારે થોડી ઘબરાહટ વધી જાય છે.

તે દિવસ વિશે શું વિચારે છે તુષાર?

મને લાગે છે કે મેં ખૂબ ઓવરરિએક્ટ કર્યું. કોઈ પુરુષના જીવનમાં પિતૃત્વ સૌથી સારી બાબત હોય છે. હું તેને ઘુંટણોના બળે ચાલતા અને બડબડાતા જોઉ છું અને જાણું છું કે આ મારા જીવનની સૌથી સારી પળ છે જે ફરી નહીં આવે. તે મોટો થઈ જશે અને તેની પોતાની જિંદગી હશે. તો જ્યાં સુધી તે મારા હાથમાં છે તેને થઈ શકે એટલો પ્રેમ કરવા માંગુ છું. મને પાર્ટીઓમાં જવું પસંદ નથી અને હું સંતુલિત જીવન જીવું છું. તો સિંગલ ફાધર હોવા છતા પણ હું પોતાના બાળક માટે તે કરી રહ્યો છું જે માતા પિતા બન્ને મળીને કરે છે.

આ નિર્ણયથી લોકોનું શું રિએક્શન હતું?

સાચું કહું તો જ્યારે પણ કોઈ મારા નિર્ણય પર સહમત થાય છે તો મને શંકા થવા લાગે છે. આજકાલ ખૂબ વધારે ધ્રુવીકરણ થઈ રહ્યા છે- ચાહે તે સરકાર હોય, લોકો હોય કે ફિલ્મ હોય કે અહીં સુધી કે સ્વતંત્રતા માટે આપણો દષ્ટિકોણ હોય. તો વાસ્તવામાં આવી સકારાત્મક અને ઉત્સાહજનક પ્રતિક્રિયા મળવી મારા માટે ખૂબ આશ્ચર્ય જનક વાત હતી. તેના ઉપરાંત હું એવો નથી જે મોટાભાગે નિયમોનું ઉલ્લઘંન કરતો હોંઉ. મને સારું લાગે છે કે અમે ખુલ્લા મગજવાળા લોકો છીએ.

શું માતા અને પિતા બન્નેની ભૂમિકા કરવી સરળ છે?

મેં એવું વિચાર્યું જ નથી. હું પોતાના દિકરાને થઈ શકે એટલો સમય આપવાની કોશિશ કરું છું. મેં ઈન્ટરનેટ અને પુસ્તકો પરથી પેરેન્ટિંગ વિશે ઘણી વાતો શીખી છે. તેના ઉપરાંત મારી ઘણી મિત્ર છે જે માં બની ચૂકી છે અને જે મારી શંકાઓને દૂર કરવા માટે અને મારા પ્રશ્નોના જવાબ આપવા માટે હંમેશા તૈયાર રહે છે. જોકે શરૂઆતથી જ લક્ષ્ય માટે અમે એક નેની (આયા) રાખી છે પરંતુ હું બધુ તેના પર નથી છોડતો. હું પોતાના દિકારાની સાથે હંમેશા રહું છું. અને મારે ક્યારેક કોઈ માટે તેને મૂકીને જવું પડે તો હું કોશિશ કરું છુ કે જલદી પાછો આવી જઉ.

હંમેશા પિતાઓને પૂછવામાં આવે છે કે શું તે બાળકના ડાયપર બદલે છે કે તેમને ઉંઘાડે છે. આ વાસ્તવમાં એક પેમાના જેવું લાગે છે. જેનાથી જાણવા મળે છે કે તે કેટલાં સારા પિતા છે… ફક્ત આ વસ્તુ તમને જવાબદાર માતા પિતા નથી બનાવતી. ફક્ત ડાયપર બદલવા, બાળકને ખાવાનું ખવડાવવું અને તેના પછી ગાયબ થઈ જવું, ફક્ત આટલું પર્યાપ્ત નથી. બાળકને તમારી પાસે સુરક્ષાની ભાવનાનો અનુભવ થવો જોઈએ. લક્ષ્યને મારી પાસે રહેવાની આદત છે. ક્યારેક ક્યારેક આખો દિવસ તેની સાથે રમું છું. મને જાણ હોયછે કે મારું બાળક શું કરી રહ્યું છે. તેના સાથ માટે હું સવારે જલદી ઉઠી જઉ છું. જ્યારે હું શૂટિંગ નથી કરતો હોતો તો હું વધારેમાં વધારે સમય તેની સાથે વિતાવું છું અને સાંજે તેને ફરવા માટે બહાર પણ લઈ જઉ છું.

તમે તમારા દિકરા લક્ષ્યમાં પોતાના પિતાના કયાં ગુણ જોવા માંગો છો?

પોતાના પિતા વિશે મને જે વસ્તુઓ સારી લાગે છે તે એ છે કે તે ખૂબ મહેનતી છે. તેમને અમને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે સમયની સાથે સમજોતો કર્યો છે. હું પણ સારું કામ કરવા માંગુ છું જેથી મારા દિકરાને પણ મારા પર ગર્વ થઈ શકે. બીજી આદત જે અમારા પિતાએ અમારામાં પાડી છે તે છે ફિટનેસ. તેમને અમને બાળપણથી જ ફિટનેસ તરફ ધ્યાન આપવા માટે કહ્યું અને જણાવ્યું કે એવું કરવાથી આપણે જીવનમાં આગળ આવનાર મુશીબતોથી બચેલા રહેશો. તેમને અમને દરેકનું સન્માન કરતા શિખવ્યું છે, ચાહે તે અમારી સાથે કામ કરતા હોય કે આપણા માટે કામ કરતા હોય. હું નિશ્ચિત રીતે જ પોતાના બાળકને આ બધી વાતો શિખવાડવા ઈચ્છીશ.

શું તમે આ વાતથી નારાજ છો કે નવી સેરોગેસી કાનૂનોથી સિંગલ ફાધર બનાવાની ઈચ્છા રાખનાર લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે? આ તે લોકો માટે ઠીક નથી જેની જીવિકા સેરોગોસી પર નિર્ભર કરે છે કે તે લોકો માટે જે આ પ્રક્રિયા દ્વારા બાળક ઈચ્છે છે. પરંતુ સરકારને બધાના વિશે વિચારવું પડે છે. ભારત એક ખૂબ મોટો દેશ છે અને તેનું સામાજિક અને આર્થિક સ્તર પણ ખૂબ વિસ્તૃત છે. કાનૂનને બધાની રક્ષા સમાન રીતે કરવી પડે છે. આ સરકાર પર નિર્ભર કરે છે કે તે કોઈ વચ્ચેનો રસ્તો નીકાળે જેથી કોઈનું પણ શોષણ ના થાય તથા જે લોકો સેરોગેસીના માધ્યમથી બાળક ઈચ્છે છે તેમની મદદ પણ કરી શકાય.

શું લક્ષ્યને જોઈએ તમારા માતા પિતાને તમારા બાળપણની યાદ આવે છે?

જી હાં, મારી માં કહે છે કે તે બિલકુલ મારા જેવ છે. તે કહે છે કે તે મારાથી વધારે હોશિયાર છે. અર્થાત જ્યારે તેની ઉંમરનો હતો તો હું એટલો હોશિયાર નહોતો. મેં તેમને કહ્યું કે એવું એટલા માટે છે કેમકે તેને ખૂબ વધારે એક્સપોઝર મળી રહ્યા છે.

લેખ સાભાર : બોલ્ડ સ્કાય ગુજરાતી

ટીપ્પણી