તમે આજે જાણો સિંદુર પુરવાનું વૈજ્ઞાનિક કારણ…

સ્ત્રીઓ પોતાના સેંથામાં સિંદૂર શા માટે પૂરે છે?

ફક્ત હિંદુ ધર્મમાં પરિણીત સ્ત્રીઓ પોતાની માંગમાં કે સેંથામાં સિંદુર પૂરે છે. સેંથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં બંગડીઓ એ સ્ત્રીની શોભા છે. સામાન્ય રીતે કુંવારી કે વિધવા સ્ત્રીઓ આ પ્રકારના શણગાર સજતી નથી.

સેંથામાં  સિંદુર પૂરવાથી ચહેરાની સુંદરતા વધી જાય છે.  વિવાહ સંસ્કાર સમયે પતિ પોતાની પત્નિના સેંથામાં સિંદુર પૂરે છે ત્યાર પછી તે સ્ત્રી દરરોજ પોતાના સેંથામાં સિંદુર પૂરે છે. હિંદુ ધર્મ અનુસાર સેંથામાં સિંદુર પૂરવાનો મતલબ પતિની લાંબી ઉમરની કામના કરવાનો છે. સેંથામાં ભરેલો સિંદુર સ્ત્રીઓના શ્રુંગારનો મુખ્ય ભાગ છે.

વૈજ્ઞાનિક અભિગમ

સેંથામાં સિંદુર ભરવુ એ એક પરિણિત સ્ત્રીની નિશાની છે ત્યાં તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓના મસ્તિષ્કનો  વચ્ચેનો સેંથાવાળો ભાગ વધારે કોમળ હોય છે જ્યાં તેઓ  સિંદુર પુરે છે.

વિજ્ઞાનના મત અનુસાર અહીં બ્રહ્મરંધ્ર નામની મહત્ત્વની ગ્રંથી આવેલી હોય છે જે માથાના આગળના ભાગથી શરુ કરીને માથાની વચ્ચે પુરી થાય છે. આ જ સ્થાનમાં સિંદુર ભરવામાં આવે છે કારણકે સિંદુરમાં પારા(મરક્યૂરી) જેવી ધાતુ વધુ પ્રમાણમાં જોવા મળે છે જે સ્ત્રીઓના શરીરની વિધુત ઉર્જા કે કાર્ય ઉર્જાને નિયંત્રિત કરે છે. સિંદુર આંતરિક વિચાર પ્રણાલીને બાહ્ય દુષ્પ્રભાવોથી રક્ષણ પ્રદાન કરે છે. સિંદુરમાં રહેલ મરક્યૂરી નામની ધાતુ સ્ત્રીઓના તણાવને ઓછો કરે છે અને તેમની માનસિક સ્થિતિને સદાય ચૈતન્ય બક્ષે છે.

એક માન્યતા મુજબ જ્યારે છોકરીના લગ્ન થાય છે ત્યારે તેના પર નવા વાતાવરણમાં જવાબદારીઓનું દબાણ રહે છે અને તે તણાવથી થોડાં સમયમાં તેને માથાનો દુ:ખાવો, અનિદ્રા જેવા રોગની અસર થવાની સંભાવના રહે છે. સિંદુરમાં જોવા મળતો પારો સ્ત્રીઓને આ રોગોથી મુક્ત રાખે છે. આથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રમાણિત થાય છે કે સ્ત્રીઓ માટે સિંદુર લગાવવો ખૂબ જ લાભદાયી છે.

પૌરાણિક વાર્તા

જ્યારે વાલી અને સુગ્રીવ વચ્ચેના યુધ્ધમાં સુગ્રીવે ખૂબ માર ખાધો અને પોતાનો જીવ બચાવીને ત્યાંથી શ્રી રામ પાસે પહોંચીને સવાલ કર્યો કે તમે વાલીને કેમ ન માર્યો ત્યારે શ્રી રામ કહે છે તું અને વાલી બંને સરખા લાગો છો આથી ઓળખાતા નથી એટલે બાણ ન ચલાવ્યું પરંતુ હકીકતમાં ભગવાન શ્રી રામ વાલીને મારવાનાં જ હતા તે સમયે વાલીની પત્નિ તારાનાં સેંથામાં પૂરેલો સિંદુર ભગવાને જોયો અને એ સિંદુરનાં સન્માનમાં શ્રી રામે વાલીને ન માર્યો પણ બીજીવાર જ્યારે વાલીની પત્નિ સ્નાન કરી રહી હતી ત્યારે અવસર જોઈને ભગવાન શ્રી રામે વાલીનો વધ કર્યો અને એટલે જ આ લોકવાયકા પ્રસિધ્ધ થઈ કે જે પત્નિ સેંથામાં સિંદુર ભરે છે તેના પતિની ઉમર લાંબી હોય છે.

લેખન સંકલન : રાજેશ રાઠોડ

દરરોજ અવનવી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી