“ઓનિયલ પીકલ” – સિંધી મિત્રોની ખાસ વાનગી આજે તમારા માટે…

“ઓનિયલ પીકલ” – સિંધી બાસરન જી આચાર

કુકીંગ માટે – 10 મિનિટ 
સર્વ – 10 જણ

સામગ્રી :

– 500 ગ્રામ નાના કાંદા,
– 2 ટેબલ સ્પુન પીળી રાઈ પાવડર,
– 1 ટેબલ સ્પુન લાલ મરચી પાવડર,
– 1/2 ટેબલ સ્પુન હળદર,
– 8 ટેબલ સ્પુન વિનેગાર,
– મીઠું સ્વાદ મુજબ,
– પાણી (ઉકાળીને ઠંડુ કરેલું),

રીત :

– કાંદાની છાલ કાઢી ધોઈ લો.
– કાંદામાં ક્રોસમાં બે ઉભા ચીરા પાડો.
– રાઈ કુરિયા, લાલ મરચી પાવડર, હળદર, મીઠું નાખી મિકસ કરો.
– સ્ટરીલાઈઝ એર ટાઈટ જારમાં કાંદા, મસાલા નાખો.
– પાણી કાંદા આખા ડુબે એટલું નાખો.
– વિનેગાર ઉમેરી, હલાવીને જારનું ઢાંકણ બંધ કરો.
– 2 દિવસ બહાર રૂમ ટેમ્પરેચર પર રાખી બાદમાં રેફ્રીજરેટરમાં સ્ટોર કરો.
– અથાણું તૈયાર છે.

નોંધ –

પીળી રાઈ ન હોય તો કાળી રાઈ વાપરી શકાય. તેમજ આ અથાણું એક મહિનામાં વાપરવું.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી