“સિંધી ચણા” – ચણાની વેરાયટી હવે બનાવો સિંધી સ્ટાઇલ માં…

“સિંધી ચણા”

સામગ્રી-

– 2 કપ ચણા,
– 3/4 કાંદા,
– 3 ટામેટા,
– 2 ટી સ્પુન આદુ લસણ પેસ્ટ,
– 8-10 મરી,
– 2-3 તેજપત્તા,
– 5-6 લવિંગ,
– 2 એલચા,
– 1 ટી સ્પુન ધાણા પાવડર,
– 1/2 ટી સ્પુન હળદર,
– 1/2 ટી સ્પુન ગરમ મસાલા,
– 1/2 ટી સ્પુન મરી પાવડર,
– 1 ટી સ્પુન આમચુર,
– 1 ટી સ્પુન જીરૂ,
– મીઠું સ્વાદ મુજબ,
– તેલ,

રીત-

– કુકરમાં 5 કપ પાણી સાથે ભીંજાવેલા ચણા નાખો.
– 1 કાંદો, તેજપત્તા, લવિંગ, એલચા, મરી અને મીઠું ઉમેરો.
– ઘીમા તાપે કુકરમાં ચણાને રાંધો.
– ચણા રંધાય એટલે પાણી નિતારી મસાલા છુટા પાડો.
– બચેલા કાંદાની પ્યુરી બનાવો.
– પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો.
– આદુ લસણ પેસ્ટ, કાંદાની પ્યુરી નાખી સાંતળો.
– ટામેટા, હળદર, આમચુર, ધાણા પાવડર, મરી પાવડર, ગરમ મસાલા નાખી 5-6 મિનિટ હલાવો.
– ચણા ઉમેરો. 10 મિનિટ સુધી રાંધો.
– ગરમાગરમ સર્વ કરો.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

શેર કરો આ વાનગી તમારી બીજી ગુજરાતી મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી