ભરપૂર સૌંદર્ય અને પ્રેમ મેળવવા બનાવો તમારા શુક્રને બળવાન

આપણે બધાં જ જાણીએ છીએ કે શુક્ર ગ્રહ એ જાહોજલાલીનો ગ્રહ છે તે દરેક પ્રકારની ભૌતિક સુખ-સુવિધાનો કારક ગ્રહ છે. તમે નહીં જાણતા હો પણ શુક્ર અને સૌંદર્ય વચ્ચે એક ઉંડો સંબંધ છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે જાતકનો શુક્ર ગ્રહ બળવાન હોય છે તે ખુબ જ સૌંદર્યવાન હોય છે અને તે સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવે છે. અને જો તમારો શુક્ર નબળો હોય તો તે માટેના કેટલાક ઉપાયો નીચે જણાવવામાં આવ્યા છે જેને અનુસરીને તમે પણ સૌંદર્યવાન અને સમૃદ્ધિવાન બની શકો છો.

સવારે જ્યારે તમે સ્નાન કરો ત્યારે તમારે એક લોટા પાણીમાં એલચી ઉમેરી પાણી ઉકાળી તેને તમારા નાવાના પાણીમાં ઉમેરી સ્નાન કરવું. અને સ્નાન કરતી વખતે તમારે “ઓમ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ” મંત્રનો જાપ કરવો.

તમારે દર શુક્રવારે મીઠા વગરનો ખોરાક આરોગવો અને ભોજનમાં સાબુદાણાની ખીર લેવી જેનાથી તમને ચોક્કસ લાભ થશે. અન્ય ગ્રહોના ઉપાયમાં જેમ જે તે ધાતુની વિંટી પહેરવામાં આવે છે તેમ શુક્રનો દોષ નિવારવા તમારે ચાંદી કે પ્લેટિનમની ધાતુની વીંટી પહેરવી અને તેને અંગૂઠામાં ધારણ કરવી.

અન્ય ગ્રહોની જેમ આ ગ્રહ સાથે પણ એક ખાસ રંગ જોડાયેલો છે જે સફેદ રંગ છે માટે શુક્રવારે તમારે સફેદ વસ્ત્રો ધારણ કરવા. એમ પણ સફેદ રંગ એ શિતળતા આપતો રંગ છે. અને આ રંગના કપડાં પહેરવાથી શુક્ર શાંત રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ખાસ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી