શક્કરીયાંની ખીચડી એકદમ યુનિક ખીચડી છે, સાથે સાથે ફરાળમા જમવામાં અને નાસ્તામાં લઈ શકાય તેવી ખીચડી.

“શક્કરીયાંની ખીચડી”

સામગ્રી:

2 કપ છાલ કાઢેલ અને છીણેલ શક્કરીયાં,
2 કપ છીણેલ બટેકા,
1 કપ શેકેલ શિંગદાણાનો ભૂકો,
6-7 લીમડાના પાન,
1 tsp જીરુ,
3 tbsp ઘી,
1-2 ટુકડા લાલ મરચા,
સિંધાણુ નમક,
2 tsp લિમ્બુનો રસ,

રીત:

સૌ પ્રથમ બટેકાના છીણને પાણીમા 5-10 મિનિટ રાખી નિતારી લેવું.
પછી કડાઇમા 2 tbsp ઘી લઈ જીરુ અને લાલ મરચાંનો વઘાર કરવો.
છીણેલાં શક્કરીયાં, બટેકા અને નમક ઉમેરી મિક્ષ કરી ઢાંકી 6-7 મિનિટ(છીણ ચડી જાય ત્યાંસુધી) મિડીયમ ફ્લેમ પર કૂક થવા દેવું, વચ્ચે વચ્ચે હલાવી લેવું.
પછી 1 tbsp ઘી અને શિંગદાણાનો અધ્ધકચરો ભૂકો ઉમેરવો.
પછી 2-3 મિનિટ સતત હલાવ્યા કરવું.
ગેસ પરથી નીચે ઉતારી લિમ્બુનો રસ ઉમેરી મિક્ષ કરી લેવું.
દહીં જોડે સર્વ કરવું.
તો તૈયાર છે શક્કરીયાંની ખીચડી.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર))

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી