વિચારવૃંદ / Que & Ans – કલાસરૂમ ટોક :- શિક્ષણ કેવું હોવું જોઈએ…???

હું – આ બંને મુદ્દાઓ નોટમાં ટાંકી લો ચાલો.

વિદ્યાર્થીઓ – સર તમે પણ ક્લાસમાં મુદ્દાઓ લખાવશો…??

હું – જી, એનાથી તમારે સ્વાધ્યાય વખતે જાજું વાંચવું નહીં પડે.

વિદ્યાર્થીઓ – કઇ રીતે, સ્વાધ્યાય અને અભ્યાસ પણ લખવા આપશો જ ને…?? આટલું બધું લખવાનું પેલા કલાસમાં મુદ્દા, પછી ઘરેથી સ્વાધ્યાય, પછી અભ્યાસક્રમ પતે એટલે પાછા પાંચ પાંચ પ્રશ્નપત્રો… પરીક્ષા માટે વાંચવાનું ક્યારે અને મહત્વનો પ્રશ્ન…

હું – એ વળી શુ…? ચાલો પહેલા તમારી શિક્ષણલક્ષી મૂંઝવણો પર આજે વાત કરી લઈએ…

વિદ્યાર્થીઓ – કેટલા બધા વિષયોની બુક્સ બનાવવાની…?

હું – ઘણી બુકની શી જરૂર, કલાસ વર્ક માટે એક ચોપડો ઇનફ છે ને..?

વિદ્યાર્થીઓ – અને સ્વાધ્યાય કાર્ય, અસાઈમેન્ટ્સ, પેપર, પ્રશ્નો, આઈ.એમ.પી પ્રશ્નો એ બધું…

હું – શેનું આઈ.એમ.પી અને શેના આટલા બધા ગતકડાં, મને નથી સમજાતું… ચોપડી વાંચો એ બસ છે, મારા મતે તો હોમ વર્કની પણ જરૂર જ નથી.. જો…

વિદ્યાર્થીઓ – દરેક વર્ષે એ જ હોય છે ને…?

હું – મને ઉપરથી કહેવામાં નહીં આવે તો હું તમને લખવા માટે કાંઈ આપવાનો નથી. મારા વિષયમાં માત્ર મુદ્દા લખશો તો એ ઘણું છે. એ પણ મુખ્ય મુદ્દાઓ જ કે જેનાથી તમને યાદ રાખવામાં સરળતા રહેશે અને બધા જ મુદ્દાઓ માંડ ત્રીસેક પેજના થશે અથવા એક નોટમાં પણ પતિ જશે.

વિદ્યાર્થીઓ – તો સ્વાધ્યાય…?

હું – સ્વાધ્યાય આપવામાં કેમ આવે છે…? એ તમે જાણો છો…?

વિદ્યાર્થીઓ – ઇન્ટરનલ માટે…

હું – બીજું… કોઈ કારણ ?

વિદ્યાર્થીઓ – બીજું તો સરને ખબર જે લખાવતા હોય છે. અને આખો દિવસ કહ્યા કરતા હોય છે કે આ વાંચો, પેલું વાંચો, ત્રણ કલાક વાંચો, કે અમુક આટલા કલાક વાંચો, આટલું વાંચશો તો આટલા માર્ક મળશે વગેરે વગેરે…

હું – સ્વાધ્યાયનો એક માત્ર ઉદ્દેશ્ય છે. કે વિદ્યાર્થીઓ શીખે… તમે અહીંથી ભણેલું ઘરે જઈને વાંચો અને પછી પ્રશ્નો શોધીને એના જવાબ લખો એટલે તમે એમાંથી 50% યાદ રાખી શકો. પણ, અત્યારે આ યુગમાં થાય છે શું? તમે લોકો ઘરે જશો, ૭ વિષયના ૭૦ પત્તાનું લેશન કરવા મઝબૂરીવશ અથવા તમારી જલ્દી પતાવવાની આદતવશ ગાઈડનો સહારો લેશો અને પછી કાંઈ પણ વાંચ્યા કે સમજ્યા વગર જ બેઠો ઉતારો… તો પછી આ બધાનો ફાયદો શુ…?

વિદ્યાર્થીઓ – કાંઈ નહીં, ઉપરથી સાચું કહું તો જે તે સરના કહ્યા પ્રમાણે કાઈ વંચાતું પણ નથી. જે સમય મળે એ બધો સ્વાધ્યાય કાર્ય અને ઘરના કર્યોમાં જ જતો રહે છે.

હું – બરાબર, તો તમારે જીવવાનું ક્યારે…?

વિદ્યાર્થીઓ – એવું ક્યાં સાહેબો વિચારતા હોય છે.

હું – અને તમે શું વિચારો છો.

વિદ્યાર્થીઓ – સ્વાધ્યાય કાર્ય હોવું જ ન જોઇએ..

હું – હમમ.. તો ચાલો મને તમારા વિચાર કહો, આના માટે શાળાઓએ શું કરવું જોઈએ…?

વિદ્યાર્થીઓ – હોમવર્ક મરજિયાત કરી દેવું જોઈએ.

હું – તો પછી કરશે કોણ…?

વિદ્યાર્થીઓ – ભલે કોઈ ન કરે..

હું – તો સરના ભણાવ્યા નો અર્થ શું…? તમે ક્લાસમાં ઠીક ધ્યાન નથી આપતા, ઘેર જઈ હોમવર્ક નથી કરતા, અને પરીક્ષામાં માંડ પાસ થાઓ છો. તમને ખબર છે તમારા કારણે શિક્ષકની આવડત પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

વિદ્યાર્થીઓ – તો સ્વાધ્યાય કાર્ય ફરજિયાત હોવું જોઈએ એમ..?

હું – મેં એવું પણ નથી કહ્યું.

વિદ્યાર્થીઓ – તો સર…

હું – ભારતની શિક્ષણ વ્યવસ્થા જ વહેમ અને જૂની વ્યવસ્થાની માન્યતાઓમાં ધીમી ગતિએ નષ્ટ થઈ રહી છે. અત્યારે જે વ્યવસ્થા છે એ માત્ર કહેવા પૂરતી શિક્ષણ અને જ્ઞાન આપે છે, બાકી તો આજની શિક્ષણ પ્રણાલી અને શાળાઓ માત્ર મશીનો પેદા કરે છે. કોઈની પાસે વાસ્તવિક નોલેજ નથી કે જેનાથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવી શકાય.

વિદ્યાર્થીઓ – હા, તો તમે શું માનો છો સર.

હું – હું ઉચ્ચતર મધ્યમિકમાં હતો ત્યારે ક્યારેય કલાકોના કલાકો સુધી મશીનના જેમ વાંચતો ન હતો, વ્યવસ્થિત સ્વાધ્યાય પણ કરતો ન હતો, હાજરી પણ ૧૦૦% તો ન હતી, અને લખવા માટે માત્ર એક ચોપડો જ રાખતો.

વિદ્યાર્થીઓ – તો અમને કેમ કહો છો…?

હું – અમુક ભૂલો જે મેં કરી એ તમે ન કરો એટલા માટે. જેમકે ક્લાસમાં હજાર રહેવું જોઈએ, મેં તમને ઢગલા બંધ લખવાનું તો નથી જ કહ્યું. હું તો માત્ર જરૂરિયાત પૂરતું લખવાનું કહું છું.

વિદ્યાર્થીઓ – તો અમારે સારું ભણવા શુ કરવું જોઈએ..?

હું – વાહ, આ પ્રશ્ન મને ગમ્યો. છેવટે તો આપણે આજ સમસ્યા પર વાત કરવાની હતી.

વિદ્યાર્થીઓ – તો તમે જ કહો હવે.

હું – સૌપ્રથમ તો તમે તમારા ધ્યાનને સંપૂર્ણ એકાગ્ર કરતા શીખી જાઓ. જ્યાં છો ત્યાં હાજર રહેતા શીખો, જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન મેળવતા શીખો. આપણે જો ક્લાસની જ વાત કરીએ તો, જ્યારે હું અથવા કોઈ પણ શિક્ષક તમને ભણાવે ત્યારે પૂરતું એકાગ્રચીતે એને ગ્રહણ કરો. એમાંથી બધું જ મેળવી લો જેની તમારે જરૂર છે. અને મહત્વના મુદ્દાઓ ચોપડામાં ટપકાવી લ્યો એટલે રિવિજન વખતે એમના આધારે સરળતાથી ઝડપી બેકપ મેળવી શકો.

વિદ્યાર્થીઓ – પણ જે લોકો ઓછું વાંચીને પણ સારા ટાકાઓ સાથે પાસ થાય છે એનું શું…?

હું – હું જે કહું એના પછી વાંચવાની જરૂર પડશે જ નહીં. અને કલાક વાંચીને પણ 80% લાવી શકાય. તમે ઓછું ત્યારે જ વાંચી શકો, જ્યારે એ વિષયની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોય, બાકી ક્લાસમાં ધ્યાન આપ્યા વગર ઓછા વાંચને પાસ થવું એ તો માત્ર કહેવામાં સારું લાગે. વાસ્તવમાં તો આ કથન પાયા વિહોણું છે.

વિદ્યાર્થીઓ – અને પરીક્ષાના અગાઉના સમયમાં વાંચવાથી ફાયદો થાય એ વાત પણ ખોટી…?

હું – ક્લાસમાં પૂરતું ધ્યાન હોય તો જ અગાઉનું વાંચન તમને સંપૂર્ણ લાભ આપી શકે. આ મુદ્દા પણ તમારો એ વખતનો ખાસ્સો સમય બચે એ માટેની આગમચેતીના અનુસંધાને જ લખવાનું કહ્યું છે. જેનાથી પરીક્ષા અગાઉ તમે વાંચીને આ ચોપડીયા જ્ઞાનની પરીક્ષા પાસ કરી શકશો.

વિદ્યાર્થીઓ – તો વાસ્તવિક જ્ઞાન…?

હું – એજ જ્ઞાન તો તમને ચોપડીયા જ્ઞાનની ઉપજ આપશે… ક્લાસમાં આપણે એ વાસ્તવિક જ્ઞાન જ તો વર્ષ ભર મેળવવાનું છે. જો તમે રોજે રોજ એ વાસ્તવિક જ્ઞાન મેળવતા થઈ જશો, તો પછી પરીક્ષા અગાઉ કલાક પૂરતું વાંચેલું પણ તમને આખા વર્ષ વાંચેલા જેટલો મોટો ફાયદો આપશે

વિદ્યાર્થીઓ – સમજાયું પણ હજુ વાસ્તવિક જેટલું નહીં..

હું – એક ઉદાહરણ આપું. સમજી લ્યો તમે એક પછી એક આખા વર્ષ દરમિયાન 70 જેટલી ફિલ્મો રસ પૂર્વક દેખો છો. અને તમને દરેકની સ્ટોરી બરાબર યાદ રહી છે. તેમ છતાંય અંતમાં જ્યારે બધી ફિલ્મ વિશે તમને પુછવાવામાં આવશે ત્યારે તમે એમાંથી અમુક સીન અથવા સ્ટાર કાસ્ટને જાણવાની ઈચ્છા રાખશો અને એના આધારે જ આખી ફિલ્મને મનમાં જીવંત બનાવી જવાબ અને સ્ટોરીનો સાર આપી શકશો… બરાબર ને..??

વિદ્યાર્થીઓ – જી,

હું – તો તમે એ દરેક મુવીને દરેક નવું પ્રકરણ સમજો જે ક્લાસમાં તમને ભણાવવામાં આવે છે. અને નોટમાં ટપકવેલા મુદ્દાઓને અમુક સીનની માહિતી અથવા સ્ટાર કસ્ટની ઇન્ફો સમજો. એટલે એના રિવિજન દ્વારા તમે સંપૂર્ણ ફિલ્મોને જીવંત કરી શકશો કે નહીં…??

વિદ્યાર્થીઓ –
નં – ૧ ~ જી સર હું આખી વાત સમજી ગયો.
નં – ૨ ~ હું પણ…
નં – ૩ ~ એટલે કે દરેક પ્રકરણને એક ફિલ્મ જોતા હોય એટલા રસ સાથે શીખવું પણ એટલું જ જરૂરી છે

હું – હા… બસ આજ તો સાર છે.

વિદ્યાર્થીઓ – હા, તમારી વાત સાચી છે.
(ઘણા વિદ્યાર્થીઓ એક સાથે બોલી ગયા…)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લેખક – સુલતાન સિંહ ‘જીવન’

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી