અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ચપટીમાં છૂ કરી દો શરીર પર પડેલા નિશાનને

બાળપણમાં ખેલકૂદ કે પછી અન્ય કોઇ દૂઘર્ટનામાં ઇજા થવાને કારણે શરીર પર અનેક પ્રકારના નિશાન પડી જાય છે. જોકે ઘણી સ્ત્રીઓને સિઝરિયન સમયે લેવામાં આવતા ટાંકાના પણ તેમને નિશાન પડી જતા હોય છે. આમ, ઇજાના નિશાન જો ફેસ પર હોય તો તે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. આ સિવાય કોઇ ઓપરેશનને કારણે પણ લોકોને શરીર પર નિશાન પડી જતા હોય છે. જો તમે શરીર પર પડેલા કોઇ પણ પ્રકારના ડાઘા-ધબ્બાને દૂર કરવાનું વિચારી રહ્યા છો તો આ ઘરગથ્થુ ઉપાયો તમને ખૂબ જ કામમાં લાગશે. જો તમે આ ઘરગથ્થુ ઉપાયોને નિયમિત રીતે ફોલો કરશો તો તમે શરીર પર પડેલા અનેક પ્રકારના નિશાનને દૂર કરી શકશો.

1. ખીરા કાકડીશરીરના કોઇ ભાગમાં ઇજા થઇ હોય અને ત્યાં પછી નિશાન પડી ગયા હોય ત્યારે તમે તેનાથી એક જ અઠવાડિયામાં રાહત મેળવવા ઇચ્છતા હોવ તો એ ડાઘ પર ખીરાકાકડીનો રસ અથવા બજારમાં મળતો ખીરા પેક લગાવો અને અડધો કલાક પછી ધોઇ લો. આમ કરવાથી ઇજાથી પડેલા નિશાનમાંથી છૂટકારો મળી જાય છે.

2. ડુંગળી

સૌ પ્રથમ ડુંગળીનો રસ કાઢી લો અને તેને રૂની મદદથી શરીર પર પડેલા ડાઘ પર લગાવો. આમ આ પ્રોસેસ દિવસમાં સવાર-બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ કરશો તો આ ડાધ શરૂઆતના ગાળામાં આછા થઇ જશે અને પછી તેની જાતે જ દૂર થઇ જશે. આ સિવાય ડુંગળીનો રસ તમને જ્યાં શરીરમાં સોજો આવ્યો હોય ત્યાં તેમજ શરીરમાં થતી બળતરા પર લગાવવાથી તેમાંથી રાહત મળે છે.

3. બેકિંગ સોડા

બેકિંગ સોડાની મદદથી તમે એક જ અઠવાડિયામાં શરીર પર પડેલા ડાઘા-ધબ્બાઓને દૂર કરી શકો છો. આ માટે એક ચમચીમાં બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને 10 મિનિટ માટે પલાળી રાખો અને પછી તેને શરીર પર પડેલા ડાઘા તેમજ સ્ટ્રેચ માર્ક પર એપ્લાય કરો. આ મિશ્રણ લગાવ્યા પછી તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી તે જગ્યા પર 5 મિનિટ માટે મસાજ કરો ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે 20 દિવસ સુધી કરવાથી તમને શરીર પર પડેલા ડાઘામાંથી મુક્તિ મળી જશે.

4. મધ

કોઇ પણ પ્રકારના ડાઘા-ધબ્બાને દૂર કરવામાં મધ સૌથી જૂનો અને જાણીતો ઉપચાર છે. ડાઘામાંથી મુક્તિ મેળવવા માટે ઓર્ગેનિક મધ બજારમાંથી ખરીદો અને પછી તેમાં ઓટમીલ અને પાણી મિક્સ કરીને પેક તૈયાર કરી લો. ત્યારબાદ આ પેકને શરીર પર પડેલા નિશાન પર લગાવો અને પછી 10 મિનિટ મસાજ કરો. આમ, આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે.

5. એલોવેરા

એલોવેરા જેલ સ્કિનની કોઇ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે બેસ્ટ સાબિત થાય છે. એલોવેરા જેલને શરીર પર પડેલા નિશાન પર લગાવો અને 20 મિનિટ સુધી મસાજ કરો. એક વાતનું ખાસ ધ્યાન એ રાખવું કે આ પ્રયોગ તમારે રાત્રે સુતા પહેલા કરવાનો રહેશે.

6. કોકો બટરકોઇ પણ પ્રકારના નિશાનને દૂર કરવા માટે કોકો બટર એક કારગર સાબિત થાય છે. કોકો બટર લગાવવાથી સ્કિનની અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. શરીર પર પડેલા કોઇ પણ પ્રકારના ડાઘાને દૂર કરવા માટે દિવસમાં ત્રણ વાર કોકો બટર એપ્લાય કરો જેનાથી તમે અનેક પ્રકારના નિશાનમાંથી છૂટકારો મેળવી શકશો.

લેખન સંકલન : નિયતી મોદી

માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી