સ્વાદિષ્ટ સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક, આજે જ નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી……

સરગવાની સિંગનું શાક અને જાણો તેના અનેક ફાયદાઓ.

 

સામગ્રી:

 • 3 નંગ સરગવાની સિંગ,
 • 1/2 વાડકો ચણા નો લોટ,
 • 3-4 નંગ લીલા મરચાં,
 • 1 ગ્લાસ પાણી,
 • 2 ચમચી તેલ,
 • 1 ચમચી જીરું,
 • ½ ચમચી હિંગ,
 • 1 ચમચી ખાંડ,
 • 1 ચમચી મરચું પાઉડર,
 • 1 ચમચી ધાણાજીરું,
 • ½ ચમચી હલદળ,
 • ½ ચમચી નમક.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું ગુણકારી સરગવાની સિંગો. તેને પાણી થી ધોઈ આને નાના નાના કટકા કરી લેવા. ત્યાર બાદ તેને કુકર માં થોડું પાણી ઉમેરી બાફવા માટે મૂકી દેવી.સિંગ બફાય જાય બાદ એક પેન માં તેલ જીઆરએમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં હિંગ અને જીરું ઉમેરીશું. જીરું તતડી જાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર રેહવાદો.હવે તેમાં મરચાં ના બી કાઢી તેના નાના કટકા કરી લઈશું. અને જીરું થઈ ગયા બાદ તેલ માં ઉમેરીશું. ત્યાર બાદ તેમાં બાફેલી સિંગ ઉમેરીશું. અને ચમચા વડે બધુ જ મિક્સ કરી ધીમી આંચ ઉપર થવા દેવુંહવે એક બાઉલ માં ચણા નો લોટ લઈશું. ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરવા. જેવાકે નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું અને ખાંડ.બધા જ મસાલા મિક્સ કરી તેમાં. પાણી ઉમેરી ચમચા વડે લોટ ની કણીઑ ના રહે ત્યાં સુધી મિક્સ કરી એક મિક્ષ્ચર તૈયાર કૃ લેવું.ત્યાર બાદ હવે પેન માં પાણી ઉમેરી પાણી ઉકડી જાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર થવા દેવું.ત્યાર બાદ તેમાં ચણા ના લોટ નું બનાવેલું મિક્ષ્ચર ઉમેરવું.

હવે તે મિક્ષ્ચર અને સિંગ ને પ્રોપર મિક્સ કરી લેવું. અને તેને ચલાવતા રહવું જેથી તે બેસી ના જાય.હવે જ્યારે લોટ સિંગ માં ચોટી જાય અને એકદમ ઘટ્ટ બની જાય આટલે સમજી લેવું કે આપડી સિંગ તૈયાર છે..
હવે તેને એક પ્લેટ માં કાઢી સેર્વ કરીશું. તો તૈયાર છે. ગુણો થી ભરપૂર એવી સરગવાની સિંગ નું લોટ વાડું શાક.

નોંધ: આ સિંગ નું શાક ચણા ના લોટ વગર પણ બનાવી શકાય છે. તેમજ બધા જ મસાલા તમારા સ્વાદ મુજબ ઉમેરી સકો છો

સરગવાની સિંગના ફાયદાઓ:

સરગવાની સિંગ માર્કેટ માં સરળતા થી મળી જાય છે.

સરગવાની સિંગ નાં ગુણો નાં લીધે તેને આયુર્વેદ માં એક તાકાતવર ઔષધી માનવામાં આવે છે.

સરગવાની સિંગો અનેક રોગો માં કામ માં આવે છે.

માત્ર સિંગ. જ નહીં પરંતુ તેના મૂળ થી લઈ ને ફૂલ સુધી ડાળીઓ અને તેના પાન માં પણ પોષક તત્વો આવેલા છે.

આ સિંગો માં કર્બોહાઇડ્રેડ, પ્રોટીન, કેલ્સિયમ, પોટેશિયમ, આયરન જેવાં તત્વો આવેલા છે.

તેમજ આ સિંગો માં ખુબ. જ માત્રા માં વિટામિન A, વિટામિન C, અને વિટામિન B પણ આવેલા છે.

દૂધ થી પણ વધારે કેલ્સિયમ અને પ્રોટીન સિંગો માં આવેલું હોય છે.

શરદી, ઉધરસ અને કફ માં આ સિંગો નો ઉપયોગ કરવાથી રાહત થાય છે.

સરગવાની સિંગ ને ગરમ પાણી માં પલાળી તે પાણી પીવાથી પણ કેટલાક ફાયદાઓ થાય છે .

સરગવાની સિંગ ની છાલ અને મધ ને મિક્સ કરી પીવાથી કફ માં રાહત થાય છે .

સરગવાની સિંગ ના પાન માંથી ઉકાળો પીવાથી હડકાઓ મજબૂત બને છે. તેમજ કોઈ પણ હાડકાની તકલીફ દૂર થાય છે .

સિંગ નું સેવન કરવાથી ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

સિંગ નો લેપ ત્વચા પરના ખીલ તેમજ કરચલીઓ દૂર કરવામાં ઉપયોગી છે.

સિંગો નું નિયમિત સેવન કરવાથી કેન્સર ની ૮૦% જેટલી શક્યતાઓ ઘટી જાય છે.

આ સિંગ નું સેવન કરવાથી મગજ ની એકાગ્રતા વધે છે॰

ડાયાબિટીસ માં પણ આ સિંગો ખૂબ ક ઉપયોગી છે . તે લોહી માંથી સુગર નું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે .

સરગવાની સિંગો થી આંખ ની જોવાની શક્તિ વધે છે..

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી