બોલીવુડના નવા ગીતો પર શાંતામાસીને શું યાદ આવ્યું એ જાણીને… બહુ હસવું નહિ દાંત દેખાશે…

મારી બાજુના ઘરમાં શાંતામાસી રહે છે. ૫૦ વર્ષથી ઉપર ઉમર હશે કદાચ હો… આમ તો બહુ શાંત સ્વભાવના છે પણ જ્યાર થી એમનો દીકરો હોસ્ટેલમાંથી ભણીને આવ્યો છે ત્યારના ઘરમાં કોઈને કોઈ બાબતે ઝઘડા થતા જ હોય છે. તમને લાગશે કે હું કોઈના ઘરના ઝઘડાની વાત તમને શા માટે કહી રહી છુ તો મિત્રો તમને હું ઝઘડો કહીશ તો તમને પણ બહુ હસવું આવશે. ઝઘડો બોલીવુડ ના ગીતો ઉપર થતો હતો. એમના છોકરાને મોટે મોટે થી નવા નવા ગીતો સંભાળવા ગમે છે. આવો તમને જાણવું એક એક ગીત પર શું કેહતા હતા આ શાંતામાસી એ પણ એમના જ ટોન માં…

૧. બળ્યું તારું આ ગીત “રસ્કે કમર” છે ને મને તો એ સાંભળીને સુરતના રસાવાળા ખમણ યાદ આવે છે આહાહા શું ટેસ્ટી હોય કોક વાર તો કે તારા બાપુજીને મને ખવડાવે…

૨. “હશ મત પગલે પ્યાર હો જાયેગા” (ફીમેલ) એને હમજાય અહી બધાના મોઢા માવા અને વિમલ ખાઈ ખાઈ ને એવા ગંધારા થઇ ગયા સે ન્યા ક્યાં પ્યાર થવાનો હતો બળ્યું મને તો વિચારું છુ તોય ચીતરી ચઢે છે.

 

૩. “રોકેટ હમારે સૈયા” મારી હાળી મુક્યાય એને ન્યા નાસા જેવું કઈક છે ત્યાં કામ આવશે એ લોકોને તારો સૈયો..

૪. “ગલતી સે મિસ્ટેક” આખુય ગીતના શબ્દો પેલી બચારી ઉંધા ચશ્માં વાળી છોકરી બોલે છે એમાંથી ઉઠાયું છે…

૫. “દિલ ઉલ્લુ કા પઠ્ઠા હે” અલ્યા દિલ તો પાગલ છે એવું તો બહુ પેહલા પેલા શાહરૂખે કીધું તો હતું શું મંડાઈ પડ્યો છે.

૬. શાહરૂખ થી યાદ આવ્યું પેલું શું હતું હા “બીચ બીચ મેં” પેલા તો મને લાગ્યું આ બેય કોક દરિયાની વાત કરતા હશે પણ પછી ખબર પડી આતો ઓલું વચ્ચે વચ્ચે કે છે.

૭. એક છોકરી આવે છે અને લાતો મારતી મારતી ગાય છે “મેરા વાળા ડીંગ ડાંગ કરતા હે.” તો બોન ઘરનો બેલ બંધ કરી દેવાનો કા તો પછી ડીંગ ડાંગ કાઢીને કોઈ ભગવાનનો મંત્ર લગાવી દેવાનો, એટલા હારું તે કઈ આમ ફાટેલા કપડા પેરી બસુ પર ચઢીને નાચવાનું ના હોય..

૮. એક ગીતમાં તો ઓલો ખુલી ધમકી જ આપે છે બોલો રીતસર ધમકી “એક વારી આ ભી જા યારા” જોયું એકવાર મળ પછી જોવું છુ તને, જો તારો બયડો સીધો ના કર્યો તો જોજે તુ.

૯. પેલી હમણાની એક બીજી આવે છે ને વાંકડિયા વાળ વાળી “લગતી હે થાઈ” આમ તો એ ગીત માં મને તો બઉ ના ખબર પડી પણ હાળી ગરબા જબરા રમે છે હો મેં તો પેલા ક્યાય નઈ જોયા આવા ગરબા…

૧૦. કાલે પેલો દેવદાસ છે ને આપડી સોસાયટીનો એ કાલે ગાતોતો “મેં ફિર ભી તુમકો ચાહુંગા” એલા ભાઈ ઓલી તારું લાખોનું કરીને ગઈ તોય તુ હજી એની વહે પડ્યો છુ જબરું હો…

૧૧. “પિયા મોરે ભોલે ભોલે” બાપ આ લોકોને કોક કો કે ભાઈ કાતો એકલું હિન્દી ગા કા તો એકલું ઈગ્લીશમાં ગા, અહી બધાને હમજવામાં લોચા પડે છે.

૧૨. અને ઓલા સલમાનભાઈ (તમારા હો) કે છે કે “છોડ દે સરે કિન્તુ પરંતુ” એમ કઈ ચાલે આ પણ અને બણ થી તો કેટલાય લોકો પોતાની વાત પરથી છટકી શકે છે.

હશે જે હોય એ મારે શું, હું તો કોઈની બહુ પંચાયત કરતી જ નથી…
શાંતામાસી “ લ્યા ભૈલુડા અવાજ ધીરો કર ટીવી નો નહિ તો માર ખાઇશ મારા હાથનો”

શાન્તામાંસીના જેશી ક્રસ્ન.
આવજો ત્યારે ફરી મળીયે કાલ બાલ…

ફરી મળતા રહીશું શાંતામાસી ની આવી સરસ વાતો સાથે.

મિત્રો તમને મારી પોસ્ટ સારી લાગી હોય તો શેર કરો તમારા મિત્રો સાથે, હસો અને હસાવતા રહો.

આભાર.

લેખક : અશ્વિની ઠક્કર

ટીપ્પણી