શનિદેવની સાડાસાતી અને બીજી અનેક ઉપાધિથી મેળવો છુટકારો કરો ફક્ત આટલું…

શનિ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ તરીકે જ ઓળખવામાં આવે છે. શનિ દેવ સૂર્ય અને છાયાના પુત્ર છે. શનિદેવને તેમની મંદ ગતિના કારણે સૂર્યની પ્રદક્ષિણા કરતાં 30 વર્ષનો સમય લાગે છે. શનિ દેવ જ્યારે જાતકની રાશિથી ચોથા અને આઠમા સ્થાનમાં કે બાર, એક કે બીજા સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે જાતકને પનોતીનો સામનો કરવો પડે છે. આ સમયમાં તેને દુ:ખ, કષ્ટ સહન કરવા પડે છે. શનિદેવની પનોતી અને કષ્ટની વાત જગપ્રસિદ્ધ છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણતાં હોય છે કે શનિદેવની ભક્તિ સમૃદ્ધિ પણ આપી શકે છે. દરેક ક્ષેત્રમાં વિજય, ધન, આરોગ્ય વગેરે પણ શનિ ભક્તિથી પ્રાપ્ત થાય છે. આ ચમત્કાર થાય છે શનિ કષ્ટમુક્તિના ઉપાય કરવાથી.

શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે એક અચૂક ઉપાય અમલમાં મુકવાનો હોય છે. આ ઉપાય એટલે કે શનિદેવના ખાસ સ્વરૂપની પૂજા. જી હાં શનિ કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતાં જાતકોએ સૌથી પહેલાં શનિદેવની લોઢાની ધાતુની એક મૂર્તિ બનાવડાવવી. આ મૂર્તિની પૂજા કરનાર જાતકે શનિવારથી વ્રતનો પ્રારંભ કરવો. સ્નાનાદિ કર્મ કરી શનિદેવની મૂર્તિની પૂજા કરવી. પૂજા કરવાની શરૂઆત શનિ દેવની મૂર્તિને તેલ અને કાળા તલ ચઢાવીને કરવી. પૂજામાં સરસવનું અથવા તલના તેલનો ઉપયોગ કરવો. આ પૂજા કર્યા પછી તેલનો દીવો કરવો અને શનિદેવને અડદ ધરાવવા. ત્યાર પછી નીચે આપેલા શનિ સ્તોત્રનો પાઠ 108 વખત કરવો.

શનિ સ્તોત્ર
ॐ कोणस्थ: पिंगलोबभ्रु कृष्णो रौद्रान्तको यम:।
सौरि: शनैश्चरो मन्द: पिप्लाश्रय संस्थित:।।

કહેવાય છે કે જે વ્યક્તિ આ સ્તોત્રના દસ હજાર જાપ કરી લે છે તેને જીવનમાં શનિ પીડા ક્યારેય નડતી નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ધાર્મિક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી