શનિદેવની આ પાવન ભૂમિના દર્શનથી જ આવતા સંકટો વળી જાય છે પાછા!


શનિદેવના દર્શનથી જીવનના તમામ દુઃખો દૂર કરી શકાય છે. દેશભરમાં બધા શનિ મંદિરોમાં ભક્તોની ભીડ હમેશાં જોવા મળે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામા લોકો અનેક પ્રકારના ચમત્કારી ઉપાય કરે છે. જ્યારે શનિદેવના જન્મ સ્થાન ઉપર શનિ દર્શન કરવાનું વિશેષ મહત્વ પણ માનવામાં આવે છે.

શિંગણાપુરમાં થયો હતો શનિનો જન્મઃ-
મહારાષ્ટ્રમાં એક નાનકડું ગામ છે શિંગણાપુર, જ્યાં આજે પણ કોઈ ઘરમાં દરવાજા નથી. ઘરોમાં દરવાજા ન હોવા છતાં પણ અહીં ચોરીની ઘટનાઓ બનતી નથી, કારણ કે એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીં ચોરી કરશે તેને સ્વયં શનિદેવ સજા આપશે. આ સ્થાન ઉપર શનિની વિશેષ કૃપા છે. શાસ્ત્રો પ્રમાણે શિંગણાપુરમાં જ શનિદેવનો જન્મ થયો હતો.(જોકે એક કથા પ્રમાણે ગુજરાતના એક ગામ હથલામાં પણ તેમનો જન્મ થયો હતો તેવું માનવામાં આવે છે)

શનિ મૂર્તિનું સ્વરૂપઃ-
શિંગણાપુરમાં શનિદેવનું મંદિર નથી, પરંતું અહીં શનિની મૂર્તિ છે. આ મૂર્તિનો રંગ કાળો છે અને તેની લંબાઈ લગભગ 5 ફૂટ 9 ઈંચ છે અને પહોળાઈ 1 ફીટ 6 ઈંચ છે.

પિતા સૂર્યની સાથે શા માટે શનિદેવ વેરભાવ રાખે છેઃ-
શનિના જન્મ સંબંધી શાસ્ત્રોમાં બતાવ્યું છે કે શનિદેવ સૂર્યદેવના પુત્ર છે. સૂર્યની પત્ની છાયાએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કરે છે. તપસ્યાની કઠોરતા અને ધૂપ-ગરમીને કારણે છાયાના ગર્ભમાં ઊછરી રહેલા શિશુનો રંગ કાળો પડી ગયો. તપસ્યાના પ્રભાવથી જ છાયાના ગર્ભથી શનિદેવનો જન્મ શિંગણાપુરમાં થયો. આ દિવસે વૈશાખ-વદ અમાસ હતી. શનિદેવના જન્મ પછી જ્યારે સૂર્ય પોતાની પત્ની છાયા અને પુત્રને મળવા માટે પહોંચાય તો તેમને જોયુ કે છાયાનો પુત્ર કાળો છે. કાળા શિશુને જોઈને સૂર્યને પોતાનો પુત્ર માનવાની મનાઈ કરી દીધી. સૂર્યની પત્ની છાયા ઉપર શંકા પ્રગટ કરી કે આટલો કાળો પુત્ર તેમનો નહીં હોઈ શકે. સૂર્યની કઠોરતા જોઈને શનિના મનમાં માતા માટે શ્રદ્ધા વધી ગઈ અને પિતૂ સૂર્ય માટે ક્રોધ વધવા લાગ્યો. ત્યારથી શનિ સૂર્યની પ્રત્યે વેરભાવ રાખે છે.

શિવજીએ શનિદેવને બનાવ્યા ન્યાયધીશઃ-
શનિએ સૂર્યથી વધુ તેજસ્વી અને પરાક્રમી બનવાની ઈચ્છાથી શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી. શનિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે શનિએ શિવજીને કહ્યું કે તેમના પિતા તરફથી તેમને તથા તેમની માતા માટે હંમેશા માટે અપમાનિત થવું પડ્યું છે. આથી તમે મને સૂર્યદેવ કરતા પણ વધુ શક્તિઓ અને ઊંચું પદ પ્રદાન કરો. શિવજીએ શનિની વિનંતી માનીને તેમને ન્યાયધીશનું પદ પ્રદાન કર્યું અને સૂર્યથી પણ વધુ તેજસ્વી અને શક્તિશાળી થવાનું વરદાન આપ્યું. ત્યારથી શનિનું સ્થાન બધા નવ ગ્રહોમાં સર્વાધિક મહત્વપૂર્ણ થઈ ગયું

સપનામાં એક દ્રષ્ટિહીનને શનિના દર્શન થયા હતાઃ-
શનિના જન્મ સ્થાન શિંગણાપુરના સંબંધમાં એક પ્રચલિત કથા છે કે પ્રાચીન સમયમાં એક પંડિત શિંગણાપુર પધાર્યા હતા. પંડિતજી દ્રષ્ટિહીન હતા, તેમને કંઈ પણ દેખાતું ન હતું. રાતના સમયે તેમને સપનામાં શનિદેવ પ્રગટ થાય. શનિદેવને પંડિતજીને બતાવ્યું કે શિંગણાપુરમાં એક ડુંગરની અંદર મારી મૂર્તિ છે તેને તમે બહાર કાઢો. જ્યારે પંડિતજીએ શનિદેવને કહ્યું કે તેઓ આંધળા છે અને તે કાર્ય કરવામાં અસમર્થ છે. તે બાબતે શનિદેવને તેમની આંખો પાછી આપી દીધી. જ્યારે પંડિતજી ઊંઘમાંથી જાગ્યા તો તેમને આંખની રોશની પાછી આવેલી જોઈ અતિ પ્રસન્ન થયા અને તેમને શનિદેવની બતાવેલી જગ્યા ઉપર ખોદાણ કરાવ્યું અને ત્યાં શનિ મૂર્તિ પ્રગટ થઈ. શનિની મૂર્તિ બહાર કાઢીને તેની સ્થાપના કરી. ત્યારથી શિંગણાપુરમાં આ સ્થાન ઉપર જ મૂર્તિ સ્થાપિત છે. આ પંડિતજીના વંશજ શિંગણાપુરમાં આજે પણ શનિદેવની મૂર્તિની આરાધના કરે છે. કુંડળીમાં શનિ જે અવસ્થામાં (સ્થાનમાં) હોય છે તે પ્રમાણે જ તેમને ફળ પ્રદાન કરે છે. જે પ્રકારે અગ્નિમાં તપીને સોનું કુંદન બની જાય છે એ જ રીતે શનિદેવ વિપરિત પરિસ્થિતિઓથી માણસ તપીને મહાન બનાવી દે છે. નવગ્રહોમાં શનિ સર્વશ્રેષ્ઠ ગ્રહ એટલા માટે કહેવાય છે કે તેઓ એક રાશિમાં સૌથી વધુ સમય અઢીં વર્ષ સુધી રહે છે.
સૌજન્યઃ દિવ્ય ભાસ્કર

ટીપ્પણી