માત્ર એકવાર શનિપાતાળ ક્રિયા કરો અને સાડાસાતિની પનોતીની અસર દૂર કરો…

શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તે સંપૂર્ણ જગતના લોકોના પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. જે લોકો પર શનિનિ સાડાસાતીની પનોતી હોય તે હંમેશા સંકટોથી ઘેરાયેલા રહે છે. તેમનું કોઈ કામ સીધું પાર નથી પડતું. માટે આ પનોતીનો પ્રભાવ ઓછો કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ઉપાય દર્શાવવામાં આવ્યો છે જેને શનિ પાતાળ ક્રિયા કહેવામાં આવે છે.

આ વિધિ કરવાથી શનિની સાડાસાતીનો દોષ હળવો થાય છે. શનિશ્વરી અમાસ પહેલાં શનિની લોખંડની મૂર્તિનું નિર્માણ કરો અને કોઈને પણ કહ્યા વગર તેને ઘરે લઈ આવો. હવે દર શનિવારે આ મૂર્તિની શ્રદ્ધાથી પૂજા કરવી અને નીચે જણાવેલા મંત્રનો જાપ કરોઃ

ॐ શં ન દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે,
શંયોરભિ સ્ત્રવન્તુનઃ.

ત્યાર બાદ પંડિત પાસે દશાંશ હવન કરાવવો અને એવી જગ્યા પર ખાડો ખોદવો જ્યાંથી તમારે ક્યારેય પસાર થવાનું ન થાય. આ ખાડામાં શનિદેવની મૂર્તિને ઉંધી રાખવી એટલે કે શનિદેવનું માથુ જમીન તરફ રાખવું એટલે કે પાતાળ તરફ રાખવુ. ત્યાર બાદ ખાડાને માટીથી પૂરી દેવો. ત્યાર બાદ શનિદેવની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો. અહીં આ વિધી પૂર્ણ થાય છે. આમ કરવાથી સાડાસાતીની પનોતીની અસર નબળી થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સવારમાં અધ્યાત્મિક પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી